Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાખો શ્રદ્ધાળુ અયોધ્યામાં મંદિર ઇચ્છે છે : શ્રીશ્રી રવિશંકર

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલાની સુનાવણી ટાળી દેવામાં આવ્યા બાદ આને લઇને નિવેદનબાજીનો દોર તીવ્ર થઇ ગયો છે. એકબાજુ સંત સમાજ દ્વારા દિલ્હીમાં ધર્માદેશ કાર્યક્રમ યોજીને મોદી સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. રામ મંદિર નિર્માણ પર દિલ્હીથી લઇને લખનૌ સુધી નિવેદનબાજીનો દોર તીવ્ર થયો છે. દિલ્હીમાં શનિવારના દિવસે હજારોની સંખ્યામાં સંત રામ મંદિરના નિર્માણ માટે ચર્ચા કરવા એકત્રિત થયા હતા. ભાજપ દ્વારા મંદિર મુદ્દાને ચગાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતોના ધર્માદેશ નામના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર પણ પહોંચ્યા હતા. રવિશંકરે કહ્યું હતું કે, દેશના લાખો લોકો હવે ઇચ્છી રહ્યા છે કે, અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે. રવિશંકરે ધર્માદેશમાં અયોધ્યાની સાથે સાથે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અયોધ્યામાં તમામ પક્ષોની વચ્ચે મધ્યસ્થાના પ્રયાસમાં લાગેલા આધ્યાત્મિક ગુરુએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સબરીમાલા મામલામાં જે ચુકાદો આપ્યો છે તેનાથી લોકોને આઘાત લાગ્યો છે. બીજી બાજુ અયોધ્યા મામલે પણ ચુકાદો આવ્યો નથી. આનાથી પણ આઘાત લાગ્યો છે. શ્રીશ્રીએ કહ્યું હતું કે, અમે તમામ સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ સબરીમાલા પર કહેવા માંગે છે કે ભારત હંમેશાથી માતાઓનું સન્માન કરે છે. રવિશંકરે કહ્યું હતું કે, કેટલાક મંદિરોમાં મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલી એક પ્રથા ચાલી રહી છે. સબરીમાલાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, ત્યાં ૪૧ દિવસના વ્રત કરનાર લોકો પણ પહોંચે છે. મહિલાઓ જટિલ સ્થિતિમાં પણ રહેતી હતી. તેમના માટે ૪૧ દિવસના વ્રત અશક્ય હતા જેથી પ્રવેશના નિયમ બનાવવામાં આવ્યા હતા. શ્રીશ્રીનું કહેવું છે કે, અમારો વિશ્વાસ છે કે, સુપ્રીમ કોર્ટ રિવ્યુ પિટિશનનો સ્વીકાર કરશે.
શ્રીશ્રીએ કહ્યું હતુ ંકે, સંતોને મંદિરની કોઇ જરૂર હોતી નથી. સંત જ્યાં પહોંચે છે ત્યાં જ મંદિર હોય છે પરંતુ સામાન્ય જનતા ઇચ્છે છે કે, અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, મંદિર માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ શ્રીશ્રી મધ્યસ્થાની તરફેણ કરી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી સંઘે કહ્યું હતુ ંકે, જો જરૂર પડશે તો રામ મંદિર માટે ૧૯૯૨ જેવું આંદોલન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં મામલો ટળી ગયા બાદ સંઘ સહિત અન્ય હિન્દુવાદી સંગઠન વટહુકમ લાવીને મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કહી ચુક્યા છે કે, આ વખતે રામના નામ ઉપર દિવડા પ્રગટાવવાનો સમય છે. અયોધ્યામાં વહેલીતકે કામ શરૂ થશે. જો કે, એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ કામ મંદિરનું શરૂ થશે કે પછી રામ મૂર્તિનું શરૂ થશે. મોદી સરકારના પ્રધાનો પણ રામ મંદિરને લઇને આક્રમક બની રહ્યા છે. ઉમા ભારતી કહી ચુક્યા છે કે, આના માટે તેઓ દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે. બીજા કેન્દ્રીયમંત્રી પીપી ચૌધરી સીધીરીતે કાયદાની તરફેણ કરી રહ્યા છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર અને ભાજપને આ મુદ્દે ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ફરી એકવાર રામ મંદિરના મુદ્દાને ઉઠાવી રહી છે.

Related posts

सिंधिया या पायलट को बनाएं कांग्रेस अध्यक्ष : मिलिंद देवड़ा

aapnugujarat

મુંબઇમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

editor

झारखंड निकाय चुनाव : बीजेपी की बंपर जीत, जीते ३४ में से २० निकाय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1