Aapnu Gujarat
બ્લોગ

ધનતેરસે સોનામાં રોકાણ

ધનતેરસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે અને સોનું ખરીદદારની સંપત્તિમાં વધારો થાય છે એવી માન્યતા હોવાથી લોકો આ દિવસે સોનામાં રોકાણ કરે છે. આ પીળી ધાતુને ફુગાવાને સામેનું શ્રેષ્ઠ હથિયાર પણ માનવામાં આવે છે. લોકોની માન્યતાના કોઈ લેખિત પુરાવા તો નથી પરંતુ ઇકોનોમિક ટાઈમ્સે કરેલા અભ્યાસ પરથી જાણવા મળે છે કે, સોનું ચોક્કસપણે ફુગાવાને હરાવી શકે છે.
વર્ષ ૨૦૦૫થી લઇને ૨૦૧૭ સુધીની દર ધનતેરસે ખરીદવામાં આવેલા સોનામાં વાર્ષિક સરેરાશ ૭ ટકા રિટર્ન મળ્યું છે જ્યારે આ ૧૩ વર્ષમાં ફુગાવામાં વાર્ષિક ધોરણે ૬.૭ ટકા વધારો થયો છે, એટલે કે સોનાએ ફુગાવા કરતાં તો ચડિયાતું રિટર્ન આપ્યું જ છે. જો કોઈ વ્યક્તિએ આ ૧૩ વર્ષમાં દર ધનતેરસે ૧૦ ગ્રામ સોનું ખરીદ્યું હશે તો તેણે તેના માટે કુલ ૩.૦૭ લાખનો ખર્ચ કર્યો હશે જ્યારે તેનું મૂલ્ય અત્યારે ૪.૪૩ લાખ થાય છે.
જોકે, સોનામાં મળતું વળતર અન્ય એસેટ ક્લાસ (ઇક્વિટી અને ડેટ વગેરે)ની સરખામણીએ ઓછું છે. ૨૦૦૫થી નિફ્ટી ૧૨ ટકા વધ્યો છે અને જો કોઈ રોકાણકારે ત્યારથી દર ધનતેરસે આટલી જ રકમ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડમાં રોકી હોત તો તેને વાર્ષિક ૧૩ ટકા જેટલું વળતર મળ્યું હોત અને તેનું રોકાણ લગભગ બમણું થઈને ૬.૧૧ લાખ થઈ ગયું હોત. આમ તો, સોનામાં ૨૦૦૫થી ૨૦૦૮ સુધી બે આંકડામાં વળતર મળ્યું હતું પરંતુ ૨૦૧૧થી ૨૦૧૪ની વચ્ચે તો સેવિંગ બેન્ક એકાઉન્ટ કરતાં પણ ઓછું વળતર મળ્યું હતું.તો શું તમે આ ધનતેરસે સોનું ખરીદશો?
૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ૬ ટકા તૂટ્યા છે પરંતુ ભારતમાં તેના ભાવ ૮ ટકા વધ્યા છે. ભારતમાં મોટા ભાગના સોનાની આયાત થતી હોવાથી અને રૂપિયો તૂટ્યો હોવાથી રૂપિયાના સંદર્ભમાં સોનાના ભાવમાં વધારો થયો છે.અમેરિકન અર્થતંત્રમાં સુધારો અને મજબૂત ડોલરને કારણે સોનાના ગ્લોબલ ભાવ ઘટ્યા છે. ડોલરના સંદર્ભમાં જાન્યુઆરી ૨૦૧૮થી સોનાના ભાવ ૬ ટકા જેટલા ઘટ્યા છે.
ભારતમાં સોનાની માંગ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકા વધીને ૧૮૩.૨ ટન થઈ હતી. આ ગાળામાં સોનાના ભાવ ઘટ્યા હોવાથી લોકોએ ખરીદીની તક ઝડપી લીધી હતી.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગુરુવારે કહ્યું હતું કે ઓક્ટોબરમાં ભાવ વધી ગયા અને નાણાકીય તરલતાની સમસ્યાને કારણે ધનતેરસ-દિવાળીના તહેવારોમાં સોનાની ખરીદી પ્રમાણમાં ઓછી જોવા મળે તેવી શક્યતા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ’કવાર્ટર૩ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્‌સ’ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જે મુજબ ભારતમાં સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં વોલ્યુમની દૃષ્ટિએ ૧૦ ટકા અને વેલ્યૂ (મૂલ્ય)ની દૃષ્ટિએ ૧૪ ટકા વૃદ્ધિ થઈ હતી. મૂલ્યની દૃષ્ટિએ સોનાની માંગ ૫૦,૯૦૦ કરોડ થઈ હતી, જે ગયા વર્ષે આ ગાળામાં ૪૩,૮૦૦ કરોડ હતી. જુલાઈ-ઓગસ્ટમાં સોનાના ભાવ ઘટીને ૧૦ ગ્રામ દીઠ ૨૯,૦૦૦ થઈ ગયા હતા, જે જાન્યુઆરી ૨૦૧૮ પછીથી સૌથી નીચા હતા.જોકે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો તેને કારણે સોનાના સ્થાનિક ભાવ ઝડપથી ઊંચકાઈને ૩૩,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા, જેને કારણે સોનાની માંગ પર અસર થઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં ગોલ્ડ માટે જાણીતા રાજ્ય કેરળમાં પૂરને કારણે ખાસ્સો વિનાશ વેરાયો જેને કારણે સોનાની માંગ પર અસર થઈ હતી. ત્યાર બાદ શ્રાદ્ધપક્ષના દિવસો હોવાથી માંગ પર અસર થઈ હતી.ઓક્ટોબરથી ડિસેમ્બરનો ગાળો તહેવારો-પ્રસંગોનો ગાળો હોય છે અને તે દરમિયાન સોનાની માંગ ખાસ્સી વધારે જોવા મળે છે. જોકે નાણાકીય તરલતાની સમસ્યા જોવા મળી રહી છે અને બીજી તરફ સોનાના ભાવ પણ ૩૦,૦૦૦ આસપાસથી વધીને ઝડપથી ૩૩,૦૦૦ થઈ જતાં માંગ પર અસર થશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ૨૦૧૮-’૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં સોનાની માંગ ૭૦૦-૮૦૦ ટનની રેન્જમાં રહેશે તેવો અંદાજ છે.સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં જ્વેલરીની માંગ ૧૦ ટકા વધીને ૧૪૮.૮ ટન થઈ હતી. ગયા વર્ષે આ ગાળામાં માંગ ૧૩૪.૮ ટન હતી. મૂલ્યની દૃષ્ટિએ જ્વેલરીની માંગ ૧૪ ટકા વધીને ૪૦,૬૯૦ કરોડ થઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય રિઝર્વ બેન્કે સપ્ટેમ્બરમાં સોનાની ખરીદી કરી હતી. આરબીઆઇએ ૧૩.૭ ટન સોનું ખરીદ્યું હતું. રિઝર્વ બેન્કે આ વર્ષમાં કુલ ૨૧.૮ ટન સોનું ખરીદ્યું છે. સોનામાં રોકાણની વાત જયારે કરવાની હોય ત્યારે એક બાબત સ્પષ્ટ થવી જરૂરી છે કે પત્ની માટે સોનાના દાગીના લેવા એક વાત છે અને સોનામાં રોકાણ એ બીજી વાત છે. ઘણી ગૃહિણીઓ ખાસ તો મહારાષ્ટ્રીયન ગૃહિણીઓ દર મહીને બે ગ્રામ સોનું લઈને સોનામાં બચત કરતી હોય છે તો આ બચત કેટલી વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા આપણે સોનામાં રોકાણ ને અન્ય રોકાણ સાથે સરખાવવું યોગ્ય રહેશે.સોનાનો દસ ગ્રામનો ભાવ હતો રૂ ૧,૫૨૨ જે ૩૧/૦૩/૨૦૧૭ માં વધીને થયો રૂપિયા ૨૯,૬૫૧ આ વધારો ખાસ્સો લાગે છે પરંતુ એને ટકાવારીમાં વળતર રૂપે જોઈએ તો આટલા વર્ષોમાં માત્ર ૮.૪૮ ટકા સીએજીઆર એટલેકે ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ વળતર છૂટ્યું કહેવાય આટલું વળતર તો બેન્કની ફેડીમાં આ સમય દરમ્યાન છૂટ્યું જ છે. જો આપણે આને શેર જોડે સરખાવીએ તો ૩૧/૦૧/૧૯૮૧ માં મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ હતો ૧૭૩ જે વધીને ૩૧/૦૩/૨૦૧૭ માં થયો ૨૯,૬૫૧ જે ૧૫.૭ % સીએજીઆર વધારો સૂચવે છે એટલેકે ૧૫.૭ ટકા વળતર છૂટ્યું કહેવાય અને આજે સેન્સેક્સ ૩૭,૦૦૦ પાર કરી ગયો છે જે એક જ વર્ષમાં ૨૪.૯૭ % નો વધારો સૂચવે છે. ચાલો આ સ્થિતિને સમજીએ.
એમ કહેવાય છે કે એક મધ્યમ વર્ગીય પરિવાર માટે એક મહિનાનો ઘરખર્ચ જેટલો હોય એટલો સોનાનો દસ ગ્રામનો ભાવ એ સમયે રહે છે. આ અનુસાર ૩૧/૦૩/૨૦૧૭ માં સોનાનો ભાવ રૂપિયા ૨૯,૬૫૧ હતો તો મહિનાનો ઘરખર્ચ પણ આટલો જ હતો એ અનુભવ છે. આ એજ કહેવા માંગે છે કે સોનાના ભાવમાં વધારો મોંઘવારીના પ્રમાણમાં હોય છે. બેંકની ફિક્સ ડીપોઝીટનો દર પણ સરકાર મોંઘવારીના પ્રમાણ પ્રમાણે વધતો ઓછો કરતી રહે છે પરંતુ શેરના ભાવમાં મૂડી વૃદ્ધી થતી હોય છે. ઈકોનોમી વધે તો શેરના ભાવ વધે ધંધાપાણી સારા થાય તો બે પૈસા કમાવાય. એ રીતે આમ સોનામાં રોકાણ કરવાથી ખાસ વળતર છૂટતું નથી.તમારો સીએ અને રોકાણ સલાહકારની સલાહો તદ્દન વિરોધાભાસી હોઈ શકે.સોનાનો એક ગેરફાયદો એ છે કે એને બેંક લોકરમાં સંઘરી રાખવું પડે છે એમાં મહીને કે વર્ષે વધારાની આવક થતી નથી. જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટમાં મહીને કે વર્ષે આવક થતી રહે છે. વળી, આ આવકને વધુ વળતર વાળા પ્રોડક્ટમાં રોકાણ કરવાથી જેમકે શેરમાં રોકાણ કરવાથી આવકમાં ખાસ્સો વધારો કરી શકાય જે સોનામાં શક્ય નથી આમ સોનામાં રોકાણ કરવા કરતા બેંક ફિક્સ્ડ ડીપોઝીટ વધુ ફાયદાકારક છે.સોનાની બીજી મર્યાદા એ છે કે એને વેચી શકાતું નથી એ વેચવાનો જીવ થતો નથી ભલે પડ્યું રહ્યું એવી માનસિકતા રહે છે એથી એ બિનઉપયોગી રોકાણ થઇ જાય છે. સોનાને માત્ર સંકટ સમયની સાકળ કહેવાય જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટ માટે એવી કોઈ માનસિકતા નથી હોતી ગમેત્યારે તોડી શકાય અને પાછી વધારી શકાય છે.સોનું વેચી નવું સોનું ખરીદીએ તો એમાં એકાદ બે ગ્રામ નો ઘટાડો થાય છે. વળી જો દાગીના રૂપે સોનું સંઘર્યું હોય તો ઘડામણ ખર્ચ કાપી નવા સોનામાં એ લાગુ પડે આમ ઘટાડો ખાસ્સો થાય છે.સોના સામે લોન મળે છે પરંતુ એ ખુબ મર્યાદિત છે જયારે બેંક ફિક્સ્ડ ડીપોઝીટ સામે એના ૭૫% થી ૮૦% સુધી લોન મળી શકે છે. વળી, સોનું વ્યાજની આવક રળતું ન હોવાથી વ્યાજની નવી આવક ઉભી કરી ભરવું પડે છે એથી એ ખર્ચાળ સાબિત થાય છે જયારે ફિક્સ્ડ ડીપોઝીટ વ્યાજ રળતું હોવાથી વ્યાજનો બોજો ઓછો થાય છે.તો પ્રશ્ન એ થાય કે તો શું સોનું લેવું જ નહીં?તો જવાબ છે સોનું જરૂર લેવું પણ એ જેટલું વાપરવું હોય. પત્નીના દાગીના રૂપે એટલું જ લેવું જેથી પત્ની ખુશ રહે અને એથી તમે પણ ખુશ રહો. સોનામાં રોકાણ કરવું આજના જમાનામાં મૂર્ખતા છે રોકાણ એવું હોવું જોઈએ જે મૂડી વૃદ્ધિ કરે અને આવક પણ રળે.ભારતમાં સોના માટે અલગ જ આકર્ષણ છે. આપણા દેશમાં સોનાના આભૂષણોની માંગ હંમેશા રહી છે. લોકો સોનાનો આભૂષણ તરીકે તો ઉપયોગ કરે જ છે સાથે જ આર્થિક મુશ્કેલીના સમયે પણ તે કામમાં આવે છે. સોનાની ખરીદી એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો તમે પણ સોનું ખરીદવા માંગતા હોય તો તેને પેપર અથવા ફિઝિકલ રીતે ખરીદી શકાય છે.
ફિઝિકલ રીતે એટલે કે જ્વેલરી, સોનાના બિસ્કીટ અને સિક્કા છે. તેને કોઈ પણ શહેરમાંથી જવેલર્સ પાસેથી ખરીદી શકાય છે. જયારે પેપર ગોલ્ડનો મતલબ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને સોવરીન ગોલ્ડ બોન્ડ છે. આ ઉપરાંત ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ તેમાં રોકાણ કરી શકાય છે. સોનામાં રોકાણ કરવાના આ રસ્તા છે- આપણા દેશમાં સોનાના રોકાણ માટે જ્વેલરીની ખરીદી ખુબ જ લોકપ્રિય છે.
મોટા ભાગના લોકો બીજી રીતે રોકાણ કરવાના બદલે જ્વેલરી ખરીદી લે છે. જો કે જ્વેલરી ચોરી થવાનો અને જૂની થઇ જવાનો હંમેશા ડર રહે છે.હવે તમારે સોનું ખરીદવા માટે જ્વેલરી શોપમાં જવાની પણ જરૂરી નથી. તમે આ જ્વેલરી, સોનાના સિક્કા અને બાર ઓનલાઈન પણ ખરીદી શકો છો. પેટીએમના મોબાઇલ વોલેટ પર ’ડિજિટલ ગોલ્ડ’ મળી રહ્યું છે. આ ઉપરાંત બીજી ઘણી વેબસાઈટ પર તમે આ રીતે રોકાણ કરી શકો છે.સરકારે અશોક ચક્ર અને મહાત્મા ગાંધીના ફોટાવાળા સિક્કા બહાર પાડ્યા છે. આ સિક્કા ૫ અને ૧૦ ગ્રામમાં ઉપલબ્ધ છે. આ સિક્કાને રજીસ્ટર્ડ એમએમટીસી આઉટલેટ, બેંક અને પોસ્ટઓફિસમાંથી ખરીદી શકાય છે. આ ઉપરાંત તેને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ અને ઇ-કોમર્સ વેબસાઈટ દ્વારા પણ ખરીદી શકાય છે.આ સ્કીમ બે પ્રકારની હોય છે. તેમાં એક નિશ્ચિત સમય સુધી દર મહીને નક્કી કરેલી રકમ જમા કરવાની હોય છે. નિશ્ચિત સમય પૂરો થયા પછી જમા કરેલી રકમ બરાબર સોનું ખરીદી શકાય છે.આમાં કરવામાં આવેલું રોકાણ સ્ટોક એક્સચેન્જ જેવું હોય છે. ઇટીએફના મૂલ્યમાં વધારો કે ઘટાડો સોનાની કિંમત પર આધાર રાખે છે. તેમાં રોકાણ માટે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તેમાં એક જ અથવા સિપ દ્વારા નિયમિત અંતરાલ પર પૈસા લગાવી શકાય છે.આ બોન્ડ સરકાર થોડા થોડા સમયના અંતરે રજુ કરે છે. સરકાર ૨-૩ મહિનામાં તેને રજુ કરવા માટે વિન્ડો ખોલે છે જે એક અઠવાડિયા માટે ખુલી રહે છે. આ દરમિયાન તમે એસજીબી ખરીદી શકો છો.વિશ્વમાં સોનાના ભાવ અને સોનાની બજાર પર સતત દેખરેખ રાખતી અને આગળની તકલીફોને વટાવનાર એજન્સી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે ચીન અને ભારતના અર્થતંત્રોના વિસ્તરણ સાથે સોનામાં આગામી ત્રણ દાયકા સુધીમાં ચમક તુલનાત્મક રૂપમાં બની રહેશે. ચીનને ૨૦૪૮ સુધી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા અને ભારત તેનાથી પાછળ રહેવાનું અનુમાન છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના એક તાજા અહેવાલમાં જણાવાયું છે કે સોનાની માંગમાં જ્વેલરીનો હિસ્સો ૫૦ ટકા જેટલો છે. ઉભરતી અર્થવ્યસ્થા ખાસ કરીને ભારત અને ચીનની આર્થિક વ્યવસ્થાઓમાં સતત વિસ્તરણ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાથી સોનાને સમર્થન મળે છે. ભારત અને ચીન ગોલ્ડના સૌથી મોટા ખરીદદારો છે.અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તકરાર ચાલુ રહેવાની આશા છે. યુરોપ વિશે કહેવામાં આવ્યું છે કે તેની જનસંખ્યાની વધતી જતી ઉંમર અને ઘટાડાને કારણે જનમતની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે આફ્રિકાને પલાયન સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. હવે તમે પોસ્ટ ઓફિસથી પણ સોનું ખરીદી શકો છો. અહીં ગોલ્ડ બોન્ડ ખરીદી પર તમને વ્યાજ પણ મળશે. બોન્ડની સેલ્સ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસ.એચ.સી.આઈ.એલ.), નામાંકિત પોસ્ટઘર અને માન્યતા પ્રાપ્ત શેરબજારો, નેશનલ સ્ટોક એક્સચેંજ અને બીએસઇ દ્વારા કરવામાં આવશે.બોન્ડની સેલ્સ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસ.એચ.સી.આઈ.એલ.), નામાંકિત પોસ્ટઘર અને માન્યતા પ્રાપ્ત શેરબજારો, નેશનલ સ્ટોક એક્સચેંજ અને બીએસઇ દ્વારા કરવામાં આવશે.બોન્ડની સેલ્સ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસ.એચ.સી.આઈ.એલ.), નામાંકિત પોસ્ટઘર અને માન્યતા પ્રાપ્ત શેરબજારો, નેશનલ સ્ટોક એક્સચેંજ અને બીએસઇ દ્વારા કરવામાં આવશે.
હાલ તહેવારોની મોસમ શરૂ થઇ ગઇ છે, આ તહેવારોમાં ખરીદી શુભ માનવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગોલ્ડ ખરીદવું વધુ શુભ માનવામાં આવે છે. ત્યારે સરકારે એક સ્કીમ બહાર પાડી ગોલ્ડ ખરીદવા ઇચ્છતા લોકોને તક આપવામાં આવી છે. એટલું જ નહીં આ ગોલ્ડ ખરીદ્યા બાદ તેના પર તમને વ્યાજ પણ મળશે, છે ને મજાની સ્કીમ. આવો જાણીએ આ સ્કીમ વિશે. ઘરમાં સોનું ખરીદીને રાખવાના બદલે જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો તમે ટેક્સ પણ બચાવી શકશો. તથા ચોરી થવાનો ભય પણ નહીં રહે.સોવરેન ગોલ્ડ બોન્ડ સોનાની કિંમત સાથે જોડાયેલા હોય છે, જેવા સોનાની કિંમતમાં વધારો થશે, તેવા તમારું રોકાણ પણ વધતું જશે, ગોલ્ડ ઇટીએફની સરખામણીએ તેના બદલે તમે વાર્ષિક કોઇ ચાર્જ પણ નહીં લાગે. તમે આ બોન્ડના આધારે લોન પણ લઇ શકો છો. આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોય છે, જેથી ફિઝિકલ ગોલ્ડની જેમ લોકરમાં રાખવાનો ખર્ચ પણ નહીં થાય. બોન્ડની કિંમત સોનાની કિંમતમાં અસ્થિરતા પર નિર્ભર કરે છે, સોનાની કિંમતમાં ઘટાડો ગોલ્ડ બોન્ડ પર નકારાત્મક રિટર્ન આપે છે, આ અસ્થિરતાને ઘટાડવા માટે સરકાર લાંબી અવધીવાળા ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે, જેમાં રોકાણની અવધિ ૮ વર્ષ હોય છે. પરંતુ તમે ૫ વર્ષ બાદ પણ તમારા પૈસા ઉપાડી શકો છો. પાંચ વર્ષ બાદ પૈસા ઉપાડવા પર કેપિટલ ગેન ટેક્સ પણ નહીં ચૂકવવો પડશે. જરુર પડ્યે ગોલ્ડની બદલે બેંકમાંથી લોન પણ લઇ શકો છો, ગોલ્ડ બોન્ડ પેપરને લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ પણ કરી શકશો. આ પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટની જેમ હોય છે.

Related posts

ગર્વથી કહો, આપણે ગુજરાતી!

aapnugujarat

ट्रंप का हास्यास्पद दावा

aapnugujarat

તામિલનાડુ બે ભાઇઓ માટે રણભૂમિ બની રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1