Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડિઝલ કિંમત ઘટી

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે સતત પાંચમાં દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
આજે પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસા અને ડિઝલની કિંમતમાં ૧૮ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૭૮ રૂપિયા પ્રતિલીટર થઇ ગઈ હતી. પેટ્રોલની સાથે સાથે ડિઝલની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરુપે તેલની માંગ પણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું છે.
છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકી એજન્સી ટીઆઈએના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ત્યાં તેલનું ઉતાપાદન ગયા સપ્તાહમાં ૩.૧૬ લાખ બેરલ દરરોજથી વધીને ૧૧૩.૪૬ લાખ ડોલર પ્રતિદિવસ થઇ ગઈ હતી. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઇ છે. ચોથી ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે.
ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૬ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જોવા મળી શકે છે. ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી.પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂીડની કિંમતમાં સતત નરમી જોવા મળી રહી છે. તમામ શહેરો માટે કેટલા કોડ અપાયા છે જેના આધાર પર શહેરોમાં કિંમત જાણી શકાય છે.

Related posts

पश्चिम बंगाल : वोट के लिए लाइन में लगे व्यक्ति की मौत

aapnugujarat

કમલનાથે મુખ્યમંત્રી બન્યાં બાદ તુરંત ખેડૂતોનું દેવુ માફ કર્યું

aapnugujarat

NIA summons grandson of separatist leader Syed Ali Shah Geelani in 2017 terror funding case

aapnugujarat

Leave a Comment

UA-96247877-1