Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર હપ્તે આપશે ઇન્ડક્શન ચૂલો!

વધતી જતી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોથી જ્યાં સામાન્ય પ્રજા પરેશાન છે, ત્યાં હવે મોદી સરકાર લોકો માટે રસોઈ બનાવવા માટે એક નવો વિકલ્પ આપવાની તૈયારી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી પર પ્રજાની નારાજગીનો સામનો કરી રહેલી મોદી સરકાર હવે ઇન્ડક્શન ચૂલો આપવાની તૈયારી કરી રહી છે.ઉજ્જવલા યોજનાની જેમ મોદી સરકાર પરિવારોને હપ્તે ઇન્ડક્શન ચૂલો આપશે.મોદી સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ચૂલા આપશે.
આ યોજના સરકારની ઉજ્જવલા યોજના જેવી જ હશે. જે પરિવારરોને આ ચૂલા મળશે તેમને વર્ષે ૧,૫૦૦ રૂપિયાની બચત થશે. ચૂલો લેનારા પરિવારે તેના હપ્તાની રકમ દર મહિને વીજળી બિલની સાથે જમા કરાવવાની રહેશે.  એ માટે એનર્જી એફિશિએસી ર્સિવસિઝ લિમિટેડ દ્વારા ઊર્જામંત્રાલયને પ્રસ્તાવ મોકલાઈ ચૂક્યો છે.પરિવારોને અપાનારા સિંગલ ચૂલાની કિંમત ૮૦૦ રૂપિયાની નજીક હશે જ્યારે ૧,૫૦૦ રૂપિયાની કિંમતમાં ડબલ ઇન્ડક્શન ચૂલા મળશે. અનુમાન મુજબ સામાન્ય પરિવારમાં ઇન્ડક્શનમાં ભોજન બનાવવામાં લગભગ ૧૦૦ યુનિટ દર મહિને વપરાશે, એટલી રસોઈમાં વપરાતા સિલિન્ડરની કિંમત ૮૫૦ રૂપિયાથી વધુ છે, જે એક મહિનો પણ ચાલતો નથી.યાદ રહે કે સૌભાગ્ય યોજનાના માધ્યમથી સરકાર ઘરે ઘરે વીજળી પહોંચાડી રહી છે.
સરકાર આગામી કેટલાક વર્ષોમાં દેશના દરેક ઘરે ૨૪ કલાક વીજળી મળે એવી તૈયારી કરી રહી છે.વડા પ્રધાને જનસંઘ નેતા દીનદયાળ ઉપાધ્યાયની જયંતી પર આ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૧ના સામાજિક, આર્થિક અને જાતિ વસતીગણતરીમાં નોંધાયેલા ગરીબોને વીજળીના જોડાણ મફતમાં આપશે.

Related posts

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશે : સુપ્રીમ

aapnugujarat

भारत अब एशिया में सबसे कम टैक्स दरों वाला देश : केशव प्रसाद मौर्य

aapnugujarat

ત્રિપલ તલાક મામલે વટહુકમને બહાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1