Aapnu Gujarat
બિઝનેસ

ગુગલે કર્યો આ મોટો ફેરફાર, તમારા કૉલ અને એસએમએસ રહેશે સુરક્ષિત

ગુગલ+ ડેટા લીક બાદ ગુગલ પોતાની નવી પ્લે સ્ટોર પૉલિસી લઈને આવ્યું છે. ગુગલની આ પૉલિસી યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. નવી પૉલિસી હેઠળ ભારતમાં શૉપિંગ, ન્યૂઝ, પેમેન્ટસ, ગેમિંગ અને બીજા સેગમેન્ટના ટૉપ એપ્સ માટે મોટા ફેરફાર કર્યા છે. યુઝર્સની પ્રાઈવસી નક્કી કરવા માટે નવી પૉલિસીને આ રીતે તૈયાર કરવામાં આવી છે કે એપ્સને યુઝરની કૉલ લૉગ (ફોન કૉન્ટેક્ટ લિસ્ટ), એસએમએસ, કેલેન્ડર ઈવેન્ટ અને બીજી વસ્તુઓ સુધી પહોંચ બનાવવામાં ઘણી મુશ્કેલી થશે.વર્તમાન સમયમાં ઘણી એપ ડાઉનલોડ પહેલા યુઝર્સ પાસેથી સારી મંજૂરી માંગે છે. જોકે, આ બધી વિગતો તેમના કામનો હિસ્સો નથી. યુઝર્સ પણ આ એપને ડાઉનલોડ કરવા માટે મંજૂરી આપે છે. તેમને એવું લાગે છે કે જો તેઓ પરમિશન નહીં આપે તો આ એપ યોગ્ય રીતે કામ કરતી નથી. નવી પ્લે સ્ટોર પૉલિસી હેઠળ એપ યુઝર પાસેથી ફક્ત તે વસ્તુની પરમિશન માંગી શકશે, જે તેના કામકાજ માટે ખૂબ જ જરૂરી છે.કોઈ ફોન એપ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોન કૉલ સાથે જોડાયેલી પરવાનગી માંગી શકે છે. તો મેસેજિંગથી જોડાયેલી એપ ફક્ત મેસેજ સાથે જોડાયેલી મંજૂરી માંગી શકશે. ફલીપકાર્ટ અથવા એેમેઝોન જેવી શૉપિંગ એપ અથવા મેકમાયટ્રીપ જેવી ટ્રાવેલ એપ હવે યુઝરને કૉલ લૉગ અથવા ફોન કૉન્ટેક્ટ લિસ્ટની મંજૂરી માંગી શકશે નહીં. પેમેન્ટસ એપ તમારી પાસે એસએમએસ સુધી પહોંચ બનાવવાની મંજૂરી માંગી શકશે નહીં, કારણકે આ તેમનું મુખ્ય કામકાજનો ભાગ નથી. ગૂગલની નવી પૉલિસીનો હેતુ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા સેન્સિટીવ કૉલ અને ટેક્સ્ટ ડેટાના લીકેજને રોકવાનો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણકે આ અમેરિકા અથવા યૂરોપની સરખામણીએ મોટા પાયાપર એન્ડ્‌્રોઇડ માર્કેટ છે.

Related posts

Uttarakhand Minister visits NDDB

aapnugujarat

मुंबई में फ्लैट ४५ करोड़ में बीका : रिकॉर्ड डिल हुई

aapnugujarat

World Bank reduced India’s growth rate to 6% from 6.9%

aapnugujarat

Leave a Comment

UA-96247877-1