Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક મામલે વટહુકમને બહાલી

કેન્દ્રની મોદી સરકારે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને આજે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ સરકારની પાસે હવે તેને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. મોદી સરકારે ત્રિપલ તલાક બિલ સંસદમાં અટવાઇ પડતા હવે તેને લાગુ કરવા માટે વટહુકમનો રસ્તો અપનાવવા માટેનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં આ વટહુકમને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેશે. એ વખત સુધી સરકારને આને પસાર કરવાની જરૂર રહેશે. એટલે કે સરકારને હવે શિયાળુ સત્રમાં જ આ બિલને પસાર કરવાનુ રહેશે. લોકસભામાં આ બિલ પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટવા ગયુ હતુ. કોંગ્રેસે સસદમાં કહ્યુ હતુ કે તે બિલમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેમ ઇચ્છે છે. ત્રિપલ તલાક બિલ અંગે વટહુકમને આજે લીલીઝંડી આપી દેવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ સંદર્ભમાં તમામ માહિતી પુરી પાડી હતી. ત્રિપલ તલાક પર વટહુકમ લાવવા માટેના કારણ દર્શાવતા તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે આ વટહુકમ લાવવાની જરૂર હતી. કેન્દ્ર સરકારે આ મામલા પર કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર વોટબેંકની રાજનીતિ મુકવાનો આક્ષેપ કરતા તેમની ઝાટકણી કાઢી હતી. મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક મળી હતી જેમાં ત્રિપલ તલાકના સંદર્ભમાં વટહુકમને લીલીઝંડી આપવામાં આવી હતી. રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બિલને પાસ ન થવા દેવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો. પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસે વોટબેંકની રાજનીતિના કારણે રાજ્યસભામાંથી આ બિલને પસાર થવાની તક આપી નથી. આને પાસ કરવા માટે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે પાંચ વખત વાત કરવામાં આવી હતી પરંતુ તેઓએ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસે કહ્યું હતું કે, અન્ય પક્ષોના અભિપ્રાય મેળવવામાં આવે તે જરૂરી છે. પ્રસાદે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સોનિયા ગાંધી જેવી એક વરિષ્ઠ મહિલા નેતા કોંગ્રેસના મુખ્ય લીડર હોવા છતાં વોટબેંકની રાજનીતિના કારણે અમાનવીય ત્રિપલ તલાકને ખતમ કરવા માટે સંસદથી કાયદો બનાવવાની મંજુરી મળી શકી નથી. પ્રસાદે કહ્યું હતું કે, મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાકમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશની મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકને લઇને ખુબ પરેશાન છે. એસસીએ ત્રિપલ તલાકને રદ કરવા કહ્યું હતું કે, આ મામલા પર છ મહિનામાં કેન્દ્રમાં કાયદો બનાવવો પડશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ૨૦૧ મામલા સપાટી ઉપર આવ્યા હતા. આ સંખ્યા જાન્યુઆરી ૨૦૧૭થી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીની છે. તેમણે કહ્યું હતું કે, ત્રિપલ તલાકના સૌથી વધુ મામલા ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં જાન્યુઆરી ૨૦૧૭થી ચુકાદાથી પહેલા ૧૨૬ અને ચુકાદા બાદ ૧૨૦ કેસ સપાટી ઉપર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ૧૦મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે રાજ્યસભામાં સર્વસંમતિ ન સધાવવાના લીધે મોનસુન સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાક બિલ ટળી ગયું હતું. રાજ્યસભામાં સહમતિ નહીં રહેતા નિષ્ફળતા હાથ લાગી હતી. આ બિલ મડાગાંઠના કારણે રજૂ થઇ શક્યુ ંન હતું. આ પહેલા ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે આ મામલામાં બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઇ હતી. સુનાવણી સતત છ દિવસ સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટ તરફથી પણ ખુબ જ રોચક ટિપ્પણી કરવામાં આવી હતી. કુરાન, શરિયત અને ઇસ્લામિક કાયદાના ઇતિહાસ ઉપર જોરદાર ચર્ચા થઇ હતી. બંધારણની કલમો પણ જોરદારરીતે રજૂ કરવામાં આવી હતી. છ દિવસ સુધી સુનાવણી બાદ ૧૮મી મે ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ ૨૨મી મે ૨૦૧૭ના દિવસે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં એક નવી એફિડેવિટ દાખલ કરી હતી. સંસદના બંને ગૃહોમાં ત્રિપલ તલાક બિલને પસાર કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારે હવે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. મુસ્લિમ મહિલાઓના અધિકારોની જીત તરીકે સરકાર દ્વારા આને ગણાવવામાં આવે છે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં અટવાઇ પડ્યું હતું. ડ્રાફ્ટ લોમાં કેટલીક જોગવાઈને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા મંજુર કરી શકાશે નહીં. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

Related posts

પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો મેથી ડિજિટલ બેંકિંગ સાથે જોડાશે

aapnugujarat

દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ ૨૩ જાન્યુઆરી સુધી લંબાવાયો

aapnugujarat

મમતા બેનર્જી કર્ણાટકમાં શપથ સમારોહમાં હાજર રહેશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1