Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મુકેશ અંબાણી ૩.૫ લાખ કરોડની નેટવર્થ સાથે ૧૧માં વર્ષે સૌથી ધનાઢ્ય ભારતીય

પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝીન દ્વારા ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૧માં વર્ષે ટોચ પર રહ્યા છે.
૪૭.૩ અબજ ડોલર(લગભગ ૩,૪૮,૯૫૬ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યકિત છે.રિલાયન્સ જિયો અને બ્રોડબેન્ડની સફળતા વચ્ચે મુકેશ અંબાનીએ એક વર્ષમાં પોતાની સંપત્તિમાં ૯.૩ અબજ ડોલર(લગભગ ૬૮,૬૧૦ કરોડ રૂપિયા)નો વધારો કર્યો છે. ફોર્બ્સ ઇન્ડિયા રીચ લીસ્ટ ૨૦૧૮ પ્રમાણે વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી ભારતના બીજા સૌથી ધનવાન વ્યકિત છે.
એક વર્ષમાં ૨ અબજ ડોલર(લગભગ ૧૪,૫૫૭ કરોડ રૂપિયા)ના વધારા સાથે તેમની સંપત્તિ ૨૧ અબજ ડોલર (લગભગ૧,૫૪,૯૨૭ કરોડ રૂપિયા) પર છે.સૌથી ધનવાન વ્યકિતની યાદીમાં ૧૮.૩ અબજ ડોલર સાથે આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મીનિવાસ મિત્તલ ત્રીજા સ્થાન પર છે. ચૌથી ક્રમ પર હિંદુજા બ્રધર્સ છે તેમની સંપત્તિ ૧૮ અબજ ડોલર છે. ૧૫.૭ અબજ ડોલર સાથે પલોનજી મિસ્ત્રી પાંચમાં સ્થાન પર છે.આ સિવાય શિવ નાડર (૧૪.૬ અબજ ડોલર) છઠ્ઠ ક્રમ પર, ગોદરેજ ફેમિલી(૧૪ અબજ ડોલર) સાતમાં ક્રમ પર, દિલીપ શંઘવી(૧૨.૬ અબજ ડોલર)આઠમાં ક્રમ પર, કુમાર બિરલા(૧૨.૫ અબજ ડોલર) નવમાં ક્રમ પર અને ગૌતમ અદાણી(૧૧.૯ અબજ ડોલર) સાથે દસમાં ક્રમ પર બિરાજમાન છે.

Related posts

અમૂલ ડેરી દેશભરમાં કરશે ૧૨૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

सरकार के १५ साल होने पर योगा भी करेंगे राहुलः नकवी

aapnugujarat

મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવું જોઈએ : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1