Aapnu Gujarat
બિઝનેસ

અમૂલ ડેરી દેશભરમાં કરશે ૧૨૦૦ કરોડનું રોકાણ

અમૂલ ફેડરેશન દ્વારા આગામી ૨ વર્ષમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાં અનેક સ્થળોએ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે યોજના બનાવવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે રાજકોટ ખાતે મીની મધર ડેરીનું વિસ્તૃતીકરણ કરાશે.આણંદ ખાતે મળેલી જીસીએમએમએફની એક સામાન્ય મિટિંગમાં ચેરમને રામસિંહ પરમાર જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દૂઘ સંઘોના સમય અને ખર્ચમાં ઘટાડો કરવા માટે રાજકોટ જીસીએમએમએફ દ્વારા રાજકોટ નજીક ૨ વર્ષમાં મીની મધર ડેરી બનાવવામાં આવશે. જેથી સૌરાષ્ટ્રમાંથી આવતું દૂધ રાજકોટ નજીક એકત્રિત થશે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે નવા પ્લાન્ટ અને વિસ્તૃતીકરણ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૩૩,૧૫૦ કરોડ ટર્નઓવર થયું છે. જે ગત વર્ષ કરતા ૧૩ ટકા વધુ છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતી પ્રોડક્ટનું કુલ ટર્નઓવર ૪૫ હજાર કરોડના આંકને પાર કરી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ ટર્નઓવર ૫૦ હજાર કરોડ સુધી પહોંચાડવા માગીએ છે.

Related posts

આતંકવાદને ફેલાવતા ૧૦ લાખ ટ્‌વીટર એકાઉન્ટ બંધ

aapnugujarat

ઓગસ્ટમાં હોલસેલ ફુગાવો ૩.૨ ટકા થયો : ૪ માસની ઉંચી સપાટી

aapnugujarat

લોન લઈને નવું ઘર ખરીદ્યું છે તો પહેલા ઘરનાં વેચાણ પર મળશે ટેક્સ છૂટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1