Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઓગસ્ટમાં હોલસેલ ફુગાવો ૩.૨ ટકા થયો : ૪ માસની ઉંચી સપાટી

ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં એકાએક જંગી ઉછાળાના પરિણામ સ્વરુપે ઓગસ્ટ મહિનામાં હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) ફુગાવો વધીને ૩.૨ ટકા સુધી પહોંચી ગયો છે જે જુલાઈ કરતા ખુબ વધારે છે. સત્તાવાર આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, જુલાઈ મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો વાર્ષિક દર ૧.૮૮ ટકા હતો જ્યારે ઓગસ્ટ ૨૦૧૬માં આ દર ૧.૦૯ ટકા હતો. ડબલ્યુપીઆઈ આધાર પર ફુગાવાનો વાર્ષિક દર ઓગસ્ટ ૨૦૧૭માં ૩.૨૪ ટકાનો રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૧.૮૮ ટકા અને અગાઉના વર્ષમાં આજ ગાળામાં ૧.૦૯ ટકાનો રહ્યો હતો. નાણાંકીય વર્ષમાં ફુગાવાના દરના આધાર પર સ્થિતિની ચર્ચા હવે શરૂ થઇ ગઇ છે. સેગમેન્ટની રીતે જોવામાં આવે તો ડબલ્યુપીઆઈમાં કુલ વેટેજ પૈકી ૨૨.૬૨ ટકાનું યોગદાન આપનાર પ્રાયમરી આર્ટિકલ્સ પર ખર્ચ ૨.૬૬ ટકા વધ્યો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ૫.૭૫ ટકાનો વધારો થયો છે. ડુંગળીના હોલસેલ ફુગાવાનો દર ૮૮.૮૬ ટકા વધ્યો છે. એકંદરે શાકભાજીની કિંમતમાં ઓગસ્ટ મહિનામાં ૪૪.૫૧ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ તેમાં ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટમાં પણ હાલમાં વધારો નોંધાયો છે. ફ્યુઅલ અને પાવર પ્રાઇઝ ઇન્ડેક્સમાં ૦.૯૯ ટકાનો વધારો થયો છે. એલપીજીમાં ૫.૩૩ ટકાનો વધારો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને સામાન્ય વર્ગના લોકો રાહ જોઈ રહ્યા હતા તે કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીબીઆઈ) આધારિત રિટેલ ફુગાવાનો આંકડો મંગળવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૩૬ ટકા થઇ ગયો છે. ઉંચી ખાદ્યાન્ન ચીજવસ્તુઓના કારણે રિટેલ ફુગાવાનો આંકડો ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ મહિનામાં આ આંકડો ૨.૩૬ ટકા હતો. હવે ૩.૩૬ ટકા થઇ ગયો છે. રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં પણ સતત વધ્યો છે. એક વર્ષ અગાઉ ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૫.૦૫ ટકા હતો. માસિક રિટેલ રસોડાની ચીજવસ્તુઓની કિંમતોમાં ફેરફારની બાબતને કન્ઝ્‌યુમર પ્રાઇઝ ફુગાવો નક્કી કરે છે. આ આંકડામાં થોડાક સમય પહેલા સુધી સતત સુધારો થયો હતો. જુલાઈ મહિનામાં તેમાં ૩.૦૫૭ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, કઠોળની કિંમતમાં ૨૪.૪૩ ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં આ ઘટાડો ૨૪.૭૫ ટકાનો હતો.

Related posts

इंटरव्यू में पीएम मोदी और १५ लाख का जिक्र नहीं किया था : गडकरी

aapnugujarat

બીઆરડી બાદ ફરૂખાબાદમાં ૪૯ બાળકના મોતથી ચકચાર

aapnugujarat

चुनावों में न हो नुकसान, दलित सांसदों को मनाएंगे पीएम मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1