Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવું જોઈએ : શિવસેના

શિવસેનાના એક નિવેદનને દેશના રાજકારણની દુર્લભત્તમ ઘટના તરીકે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ દ્વારા આવકારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની માગણીને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે શિવસેનાએ શિક્ષણમાં મુસ્લિમોને અનામત આપવાની વાત કહી છે. શિવસેનાએ મહારાષ્ટ્રમાં પોતાના સાથીપક્ષ ભાજપના દેવેન્દ્ર ફડણવિસની સરકારનો વિરોધ કરતા કહ્યું છે કે રાજ્ય સરકાર બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોને પાંચ ટકા કોટા આપવાના આદેશનો અનાદર કરી રહી છે.
પત્રકાર પરિષદમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે મરાઠાની સાથે ધાંગડ, કોળી અને મુસ્લિમોને પણ અનામત આપવું જોઈએ. તેમણે ક્હ્યુ છે કે શિવસેના આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારનું સમર્થન કરે તેવી શક્યતા છે. મુસ્લિમોને અપાનારા અનામતને લઈને ઉદ્ધવ ઠાકરેએ ક્હ્યુ છે કે જો મુસ્લિમ સમુદાય દ્વારા યોગ્ય માગણી ઉઠાવાઈ રહી છે. તો તેના સંદર્બે પણ વિચારણા કરવી જોઈએ. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનનું એઆઈએમઆઈએમના ધારાસભ્ય ઈમ્તિયાજ જલીલે સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ છે કે આ એક સકારાત્મક વાત છે. ભાજપે ધ્યાન રાખવું જોઈએ કે તેના કેટલાક નેતાઓ મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે.

Related posts

अहमद पटेल के करीबी संजीव महाजन के ठिकानों पर छापेमारी

aapnugujarat

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની બેઠકોમાં વધારો થશે

aapnugujarat

અટલ આત્મા પરમાત્મામાં વિલિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1