Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રૂપિયો તૂટ્યો નથી ‘તોડવામાં’ આવ્યો છે : રાહુલ ગાંધી

ફોરેક્સ બજારમાં રૂપિયો ડોલર સામે ગુરુવારે ૭૩.૭૭ની ઐતિહાસિક નીચી સપાટીએ ગગડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે રૂપિયો તૂટ્યો નથી તેને તોડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૮૫ ડોલર પ્રતિ બેરલની ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે ત્યારે ડોલર વધુ મજબૂત બન્યો છે. પરિણામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થયું છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રૂપિયાના રકાસ અંગે ટ્‌વીટર પર ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રૂપિયો તૂટ્યો નથી તેને તોડવામાં આવ્યો છે. એક દિવસ પૂર્વે રાહુલે વડાપ્રધાન મોદીને રૂપિયાના અવમૂલ્યન મુદ્દે મૌન રહેવા બદલ પ્રહારો કર્યા હતા. તેમણે હિન્દીમાં ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે દેશમાં ઈંધણની કિંમતો ભડકે બળી રહી છે અને લોકોમાં ભારોભાર રોષ છે છતાં વડાપ્રધાન સાઈલન્ટ મોડ પર છે. રાહુલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ‘૫૬ની છાતીવાળા ક્યાં સુધી મૌન રહેશે અને ‘અચ્છે દીન’ના વાયાદનું શું થયું.’ દેશમાં આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે.
રૂપિયો રોજ નવી નીચી સપાટી બનાવી રહ્યો છે તેમજ શેરબજારમાં બે દિવસમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળી રહ્યો છે. ક્રૂડ વધતા પીએસયુ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકી રહ્યા છે જેને પગલે સામાન્ય માણસને કમરતોડ ફટકા પડી રહ્યા છે. ડોલર સામે રૂપિયો ૪૪ પૈસી ગગડીને ૭૩.૭૭ની ઐતિહાસિક નીચી સપાટીએ ગગડ્યો હતો.

Related posts

चारधाम यात्रा में सुविधाओं की कमी, उत्तराखंड HC ने सरकार से मांगा जवाब

aapnugujarat

નોટબંધી ઈરાકમાંથી મહાવિનાશક હથિયારો શોધવા જેવી બની રહેશે : આરબીઆઇ પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ

aapnugujarat

સરકારે યુવાનોની પીડા સમજવી જોઈએ : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1