Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે એસ.વી.એસ.કક્ષાના યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૫ કૃત્તિઓ રજૂ કરી હતી

આધુનિક યુગમાં વિજ્ઞાનની માંગ સાથે વિધાર્થીઓમા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય, સાથોસાથ વિધાર્થીઓમાં પડેલી અનંત સંભાવનાઓ ઉજાગર થાય તેવા ઉમદા હેતુથી સરકારી બોયઝ હાઈસ્કુલ વેરાવળ ખાતે આજે જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ્રી મયુર પારેખે એસ.વી.એસ.કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લુ મુકયુ હતું.
આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમા કૃત્તિઓ રજુ કરવામા આવી હતી. જેમા વિભાગ-૧મા કૃષિ અને સજીવ ખેતીમાં-૬, વિભાગ-૨ મા સ્વાસ્થય અને સ્વચ્છતામાં-૧૦, વિભાગ-૩મા સંસાધન અને વ્યવસ્થાપનમાં-૯, વિભાગ-૪ મા કચરાનું વ્યવસ્થાપનમાં-૮ અને વિભાગ-૫ મા પરિવહન અને પ્રત્યાયન તથા ગણિત મોડેલમાં-૧૨ કૃત્તિઓ ૨૯ શાળાના વિધાર્થીઓએ રજુ કરી હતી.
એસ.વી.એસ.કક્ષાના યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનના પાંચેય વિભાગ માથી પ્રથમ નંબરે આવેલ કૃત્તિઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરી તેમની જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદગી કરવામા આવી હતી.
આ પ્રદર્શનમા પ્રારંભે મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, બોયઝ હાઈસ્કુલના આચાર્યશ્રી એન.ડી.પરમાર, ઈ.આઈ.રાજેશભાઈ ડોડીયા, અગ્રણીઓ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં નિહાળવા વેરાવળની શાળાના વિધાર્થીઓ સહભાગી થયા હતા.
સૂર્યઉર્જાથી ચાલતી સોલારકારની કૃત્તિ રજુ કરતા મણીબેન કોટક હાઈસ્કુલના વિધાર્થીઓ
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મણીબેન કોટક હાઈસ્કુલના ધોરણ-૯માં અભ્યાસ કરતા વિધાર્થી દેવળીયા હાર્દિક અને ઉપાધ્યાય દિશાંતે સોલારકારની કૃત્તિ બનાવી રજુ કરી હતી. પ્રદર્શન નિહાળવા આવેલા વિધાર્થીઓને સમજણ આપતા હાર્દિકે કહ્યું કે, સોલારકારની કૃત્તિનું સર્જન કરવામાં એક થી બે દિવસનો સમય લાગે છે જેમા ત્રણ ઈલેક્ટ્રીક મોટર, બેટરી, સોલાર સિલ્ટમ, વાયર, સ્વીચ અને પ્લાયવુડનો સાધન સામગ્રી તરીક ઉપયોગમાં લેવાય છે. સોલારકાર સૂર્યઉર્જાથી સરળતાથી પરિવહન કરે છે. પેટ્રોલ, ડિઝલ જેવા મોંધા ઈંધણના છૂટકારાની સાથે પ્રદુષણ મુક્ત છે.
કચરો એકઠો કરવાની સરળ કૃત્તિ
શબાના સ્કુલની વિધાર્થીની તમન્ના સાજીદ પંજા અને આમેના આરીફે કચરો એકઠો કરવાની સરળ કૃત્તિ રજુ કરી હતી. કૃત્તિ બનાવનાર વિધાર્થીનીઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, લોખંડ કે પ્લાસ્ટીકનો પાઈપ, ચુંબક, સાઈકલની બ્રેક-વાયર, અણિયારો સળિયો સહિતના સાધનોની આ કૃત્તિ બનાવવામાં ઉપયોગમા લેવામાં આવે છે. આ કચરો એકઠા કરવાના સાધનથી સરળતાથી કચરો એકઠો કરી શકાય છે. આ કૃત્તિના અંતના ભાગમાં સળીયાની મદદથી કાગળ કે પ્લાટીકનો કચરો એકઠો કરી શકાય છે સાથો સાથો કૃત્તિના ઉપરના ભાગે બ્રેક પ્રેસ કરવાથી પણ કચરો એકઠો થાય છે અને ચુંબક પણ હોવાથી લોખંડની નાની વસ્તુનો સંગ્રહ થાય છે. તેમજ નાવદ્રાની સ્કુલના વિધાર્થી ચાવડા હીમાંશુ અને રાડોઠ શૈલેષે ઇલેકટ્રીક સેન્સર એગ્રીકલ્ચર પધ્ધતીની કુતિ રજુ કરી હતુ.

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

અહમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે કરી ધરપકડ

aapnugujarat

राजकोट में महिला कांग्रेस कार्यकर्ताओं ने तपेली लगाकर विरोध दर्ज कराया

aapnugujarat

રાજકોટ વોર્ડનં ૧૦માં રૂ.૯.પ૬ કરોડના ખર્ચે બનનારા કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1