Aapnu Gujarat
બ્લોગ

મોદીની બુલેટ ટ્રેન પર બ્રેક લાગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને ફંડિંગ કરનારી જાપાનની કંપની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીએ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગને અસ્થાયી રુપે અટકાવી દીધું છે. જાપાનની કંપનીએ મોદી સરકારને જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલા મોદી સરકારે દેશમાં ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લેવી જરુરી છે.એક લાખ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનારી બુલેટ ટ્રેન યોજના ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી જમીન સંપાદનના મુદ્દે વિવાદોમાં સપડાઈ છે. આ વિવાદને ધ્યાનમાં રાખીને જ્યાં કેન્દ્ર સરકારે એક વિશેષ સમિતિની રચના કરી છે. તો જાપાનની કંપનીએ અસ્થાયી રુપે ફંડ અટકાવ્યું છે અને કહ્યું છે કે મોદી સરકારે પહેલા ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ.ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૨ સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે જાપાનની કંપની દ્વારા યોજના માટે ફંડિંગ રોકવાને કારણે બુલેટ ટ્રેન યોજના પુરી કરવાનું લક્ષ્ય આગળ વધી શકે છે.ઉલ્લેખનીય છે કે ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લગભગ ૧૧૦ કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્રના પાલઘરથી પસાર થાય છે. જેમાં ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહણ માટે કેન્દ્ર સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારને ૮૫ હેક્ટર જમીન સંપાદન આઠ જિલ્લાઓના આશરે ૫ હજાર ખેડૂત પરિવારો પાસેથી કરવાનું છે.મહારાષ્ટ્ર બાદ ગુજરાતના ખેડૂતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વિકાસનું ગ્રીન સિગ્નલ નથી આપી રહ્યા.બુલેટ ટ્રેન માટે ખેડૂતો પોતાની જમીન નહીં આપવાનો નિર્ધાર કરીને હાઈ કોર્ટના દરવાજા ખખડાવી ચૂક્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોજદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે કહ્યું જમીન સંપાદનની સત્તા કેંદ્ર પાસે છે તો રાજ્ય સરકાર કેમ કામ કરી રહી છે. સાથે કોર્ટે જંત્રીના ભાવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટે સરકાર સામે કડક વલણ દાખવ્યું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદન કરી રહી છે. તેવો હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ કોર્ટે ટાંક્યુ કે એકથી વધુ રાજ્યો માટેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનની સત્તા કેંદ્રને હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદનની કામગીરી કરી રહી છે?હાઇકોર્ટે જંત્રીના ભાવો ઉપર પણ સરકારને સવાલ કર્યો છે. ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની જમીન મામલે અન્યાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય? હાલ તમામ મુદ્દાઓ પર સોમવાર સુધીમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ છે.હાલ ખેડૂતોમાં આ પ્રોજેક્ટ માટે થઈ રહેલા જમીન સંપાદન અને તે માટેના વળતરના મુદ્દે પ્રશ્નો છે.દિલ્હીમાં ફરી રહેલી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરનારી એજન્સીના ભૂતપૂર્વ વડા અને ’મેટ્રો મેન’ તરીકે ઓળખાતા, ઈ શ્રીધરને ’હિંદુસ્તાન ટાઇમ્સ’ અખબારને આપેલી એક મુલાકાતમાં બુલેટ ટ્રેનને ભદ્ર વર્ગ (એલીટ ક્લાસ) માટે જ હોવાની ટિપ્પણી કરી છે.તેમણે એ મુલાકાતમાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન માત્ર સમાજના એક ભદ્ર વર્ગ માટે જ હશે.તે અત્યંત ખર્ચાળ અને સામાન્ય માણસોની પહોંચથી દૂર છે. ભારતને આધુનિક, સાફ, અને ઝડપી રેલવે વ્યવસ્થાની જરૂર છે.ગુજરાતના ખેડૂતોની જેમ મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે.બુલેટ ટ્રેનના રસ્તામાં આવનારા આદિવાસી વિસ્તારોમાં અસંતોષ અને વિરોધ સર્જાવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.આ યોજના વિરુદ્ધ મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના આદિવાસી સમુદાયોએ ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું.આદિવાસી સમુદાયોના સમર્થનમાં મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના ૨૪ સામાજિક સંગઠનો ભેગા થઈ આ યોજનાનો વિરોધ કરે છે.તેમ છતાં, કેન્દ્ર અથવા અન્ય રાજ્ય સરકારે આ વિરોધ પ્રદર્શનો વિશે હજુ સુધી કંઈ જણાવ્યું નથી.ગુજરામાં ઘણા સ્થાનો પર ખેડૂતોએ બુલેટ ટ્રેન પરિયોજના માટે જમીન માપણી કે સર્વેક્ષણ માટે રસ દાખવ્યો નથી. ખેડૂત નેતાઓની માગ છે કે જમીન સંપાદન કેન્દ્રીય કાયદા અંતર્ગત થવું જોઈએ ન કે રાજ્યના કાયદાઓ અંતર્ગત. વલસાડ જિલ્લાના વાધલધારા વિસ્તારથી ટીમને બે વાર પાછું આવવું પડ્યું છે.સારોન ગામના એક ખેડૂત બાઘભાઈ પટેલે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, ગ્રામજનોને આ અંગે પહેલાથી જ જાણકારી અપાઈ ન હતી. ખેડૂતોના વિરોધ બાદ એક સર્વેક્ષણ ટીમ પાછી જતી રહી. ખેડૂતોએ કહ્યું કે, આ અંગે પહેલાથી જ જાણકારી અપાઈ ન હતી. તે પહેલા પણ ૧૫૦ ખેડૂતોએ વિરોધ નોંધાવીને સર્વેક્ષણ નહોતું કર્યું.તેમણે વધુમાં જણાવ્યું કે, જે જમીનનું હસ્તાંતરણ થવાનું છે તે ઉપજાઉ અને સિંચાઈની જમીન છે અને નિકાસ પામનારા ફળો માટે જાણીતી છે. સરકારે આ યોજના માટે કેવી રીતે આ જમીન સંપાદીત કરવી જોઈએ.ખેડૂતે કહ્યું કે, જમીન અંગે ઘણી મોડી માહિતી આપવામાં આવી હતી. જમીન સંપાદન કાયદાના હિસાબથી ૬૦ દિવસને બદલે અમને એક જ કે બે જ દિવસ પહેલા કહેવાયું, અમારા પાસે જવાબ આપવાનો પણ સમય બચ્યો ન હતો.કહેવાય છે કે ગુજરાતના ૮ જિલ્લામાં કે જ્યાંથી બુલેટ ટ્રેન પરિયોજના નીકળવાની છે ત્યાં વિરોધ થઈ રહ્યો છે. આ અગાઉ ગત મહિને જ મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન યોજનાને લઈને સંપાદનના સર્વેક્ષણ માટે પહોંચેલા અધિકારીઓને જબરજસ્તી રોકી દેવાયા હતા. ઠાણે જિલ્લાના શીલફાટા વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર્તાઓએ રાજ્યના લોક નિર્માણ ભારત દ્વારા જમીન માપણી પ્રક્રિયાને રોકી લેવાઈ હતી. અંદાજીત ૪૦ કિલોમીટરનો રુટ ઠાણેથી પસાર થવાનો છે જેને લઈને ખેડૂતોની જમીન લેવાની તૈયારીમાં છે.ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર મુંબઈથી અમદાવાદ વચ્ચે ૫૦૮ કિલોમીટરની બુલેટ ટ્રેન પરિયોજના લાગુ કરી રહી છે જેમાં અંદાજીત રૂ. ૧,૦૮,૦૦૦ કરોડની જંગી રકમનો ખર્ચ થવાનો હોવાનું અનુમાન છે. આ ખર્ચના ૮૧ ટકા જાપાન સરકાર લોનના રૂપે આપવાની છે. જે યોજનાને ૨૦૨૨-૨૩ સુધીમાં પૂર્ણ કરી દેવાનો અંદાજ અપાયો છે.
મુંબઈ થી અમદાવાદ વચ્ચે ૫૦૮.૧૭ કિલોમિટરનો હાઈ સ્પીડ રેલ કોરીડોર બનશે
જેના ઉપર હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
તેમાં મુંબઈ – અમદાવાદ વચ્ચે ૧૨ સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
કુલ ૫૦૮.૧૭ કિલોમિટરના અંતરમાંથી માત્ર ૨૧ કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યાં છે.
જાપાન સરકાર રૂપિયા ૮૮ હજાર કરોડનું ધિરાણ ભારતને ૫૦ વર્ષ માટે ૦.૦૧ ટકાના દરે આપશે.
બાકીના પૈસા ભારતીય રેલ્વે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરવા પડશે.
૨૦૧૪-૧૫ના અંદાજ પ્રમાણે પ્રોજેકટ કોસ્ટ રૂપિયા ૯૮ હજાર કરોડ થતો હતો.
હવે આ પ્રોજેક્ટ કોસ્ટ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર કરોડનો થઈ ગયો છે.
આઈઆઈએમ અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જરની મુસાફરી કરવી જરૂરી છે.
તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપીયા ૪૦૦૦ થી ૫૦૦૦ હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર ૨.૦૭ કલાક કાપી શકાશે.
શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર ૭૫૦ પેસેન્જરને એક સમયે લઈ જઈ શકાશે બાદમાં ક્ષમતા ૧૨૫૦ની કરાશે.
દર ૨૦ મિનિટે એક ટ્રેન દોડશે.
હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દૈનિક ૨૦ ટ્રેન દોડે છે, જેમાં દૈનિક ૨૦,૦૦૦ મુસાફરો મુસાફરી કરે છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે દૈનિક ૧૦ ફ્લાઈટ છે જેમાં દૈનિક ૨૫૦૦ થી ૩૫૦૦ પેસેન્જરો મુસાફરી કરે છે.
નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની ૭૦ ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક ૫૨,૫૦૦ મુસાફરો સફર કરશે.

Related posts

પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે સંકટ સમયની માસ્ટર કી

aapnugujarat

બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી મોદી સરકારે કડક સંદેશ આપ્યો

aapnugujarat

MUST READ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1