Aapnu Gujarat
બ્લોગ

પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે સંકટ સમયની માસ્ટર કી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના મોટાં બહેન અને સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સક્રિય રાજકારણમાં વિધિવત્‌ પ્રવેશ કર્યો છે. એમને ઉત્તર પ્રદેશ પૂર્વ માટે કોંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. લોકસભાની ચૂંટણી આડે હવે અમુક જ મહિના બાકી રહ્યા છે ત્યારે પ્રિયંકાની નિમણૂક કરીને કોંગ્રેસે સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે.પ્રિયંકાનાં પતિ રોબર્ટ વાડ્રાએ આ સમાચાર બાદ પ્રિયંકાને ફેસબુક મારફત અભિનંદન આપ્યા છે.પ્રિયંકાની નિયુક્તિથી કોંગ્રેસમાં આનંદ છવાઈ ગયો છે અને પ્રિયંકા પર અભિનંદનનો વરસાદ વરસવાનું શરૂ થયું છે.યુથ કોંગ્રેસે તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર જણાવ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન પ્રિયંકા ગાંધીને, ઉત્તર પ્રદેશ પૂર્વ માટે કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ. અમને વિશ્વાસ છે કે તમારી સક્ષમ નેતાગીરી હેઠળ પાર્ટી જ્વલંત વિજય હાંસલ કરશે.પ્રિયંકાની નિયુક્તિની જાહેરાત કોંગ્રેસે એક અખબારી યાદીમાં કરી છે. આ મહત્ત્વના પદ પર એમની નિમણૂક એમનાં ભાઈ તથા પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ કરી છે. પ્રિયંકા આવતી ૧ ફેબ્રુઆરીથી એમનો હોદ્દો સંભાળશે. હાલ તેઓ વિદેશમાં છે.કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, પ્રિયંકાને આપવામાં આવેલી જવાબદારી ઘણી જ મહત્ત્વની છે. એનાથી માત્ર પૂર્વીય ઉત્તર પ્રદેશનું જ રાજકારણ નહીં, પણ બીજા પ્રદેશોમાં પણ અસર ઉપજાવશે.૧૯૭૭ પછીના સૌથી મોટા રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસને લોકોના મન-હ્રદયમાં ઘર કરી ગયેલી લોખંડી મહિલાની દિવંગત ઈન્દિરા ગાંધીની છાપના સહારે બેઠકા થવાની આશા છે. પાકિસ્તાનના ટુકડા કરીને ૧૯૭૧માં ભારતને ઈતિહાસની સૌથી મોટી જીત અપાવનારા ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની અમીટ છાપ ભારતના લોકોના દિલોદિમાગ પર છવાયેલી છે. ગાંધી પરિવારમાં ઈન્દિરા ગાંધી પછી પણ ઈન્દિરાજીને શોધવાની કોશિશો થઈ રહી છે. આ કોશિશો વારંવાર તેમના પૌત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે આવીને ઉભી રહી જાય છે. પ્રિયંકા ગાંધી સાથે જનતા આસાનીથી જોડાઈ શકે છે અને તેમા તેમના દાદી ઈન્દિરા ગાંધીના કરિશ્માઈ વ્યક્તિત્વની પણ ઝલક એક મોટું કારણ છે.આ સિવાય પ્રિયંકા ગાંધી બેહદ ફોટોજેનિક છે. ન્યૂઝચેનલોની ભરમાર અને સોશયલ મીડિયાના સમયગાળામાં પ્રિયંકા ગાંધી પોતાની તરફેણમાં માહોલ બનાવવા માટે સક્ષમ છે. રાજકીય વર્તુળોમાં અવાર-નવાર ચર્ચાઓનું કારણ બનેલા પ્રિયંકાની રાહુલ ગાંધી સાથેની સરખામણીમાં ઈન્દિરા ગાંધીની ઝલક ધરાવતા બહેનનું પલડું ભાઈ કરતા વધુ નમેલું દેખાયું છે. ૨૦૧૪માં ભારતના રાજકીય ઈતિહાસમાં ત્રીસ વર્ષ બાદ નરેન્દ્ર મોદીના નામે ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. ત્યાર બાદ ઘણાં રાજ્યોમાં કોંગ્રેસના કરુણ રકાસ બાદ ૨૦૧૭માં યુપીના મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે પ્રિયંકા ગાંધીને ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે કોંગ્રેસના વ્યૂહરચનાકારોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીમાં પાર્ટીના તારણહાર દેખાઈ રહ્યા છે.ગાંધી પરિવારના વિશ્વસ્ત સતીષ વર્મા વિરુદ્ધ અંકલ અરુણ નહેરુએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પ્રિયંકા ગાંધીના એક નિવેદને અરુણ નહેરુની જીતની સંભાવનાને શૂન્યમાં ફેરવી નાખી હતી. જાહેરસભામાં પ્રિયંકા ગાંધીએ બેહદ જોશીલા અંદાજમાં ટીપ્પણી કરી હતી કે મતદાતા નહેરુ-ગાંધી પરિવાર સાથે વિશ્વાસઘાત કરનારા વ્યક્તિને જીતનો હાર પહેરવા દે નહીં. આ કામિયાબી સાથે જ પ્રિયંકાને સ્ટાર પ્રચારકનો દરજ્જો મળી ચુક્યો હતો. ત્યાર બાદ પ્રિયંકાના નિકટવર્તી નેતાઓ સાથે કોંગ્રેસના મધ્યમ દરજ્જાના નેતાઓએ સંબંધો વધારવાનું શરૂ કર્યું હતું. તેથી જ તો જ્યારે ૨૦૦૩-૦૪માં સોનિયા ગાંધીએ નક્કી કર્યું કે કોંગ્રેસનો વારસો રાહુલ ગાંધી સંભાળશે. તો તેના કારણે પાર્ટી વર્તુળોમાં ઠીકઠીક હદે માયૂસી છવાઈ હતી.કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે મિત્રતા છે. પરંતુ રાહુલ ગાંધીની સરખામણીએ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીના કોંગ્રેસ પ્રભારી ગુલામ નબી આઝાદ. પાર્ટી પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર અને વ્યૂહરચાનાકાર પ્રશાંત કિશોર સાથે મળીને ગઠબંધનને અંજામ સુધી પહોંચાડવામાં વધુ સક્રિય ભૂમિકા નિભાવી હતી. રાહુલ ગાંધી નવવર્ષ નિમિત્તે દશ દિવસના વિદેશ પ્રવાસે હતા. ત્યારે પ્રિયંકા ગાંધીએ જ સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનનની કવાયતનું સંચાલન કર્યું હતું.કોંગ્રેસના વ્યૂહરચનાકારોનું માનવું છે કે સમાજવાદી પાર્ટી સાથે યુપીમાં જોડાણ કરીને તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળતા મળશે અને તેની સાથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે એક વ્યાપક સેક્યુલર ગઠબંધનનો પાયો પણ નંખાઈ ચુક્યો છે.લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારવાનો આ દાવ કોંગ્રેસની રાજકીય નાવડીને પાર કરવામાં મદદરૂપ બની શકે છે. પ્રિયંકાએ ક્યારેય ચૂંટણી લડી નથી, પરંતુ તેણે તેની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીને ચૂંટણી જીતાડવામાં મદદ જરૂર કરી છે.પ્રિયંકા ગાંધી અત્યાર સુધી કોંગ્રેસનો અભેદ્ય ગઢ મનાતી બેઠકો રાયબરેલી-અમેઠીમાં તેની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચારનું કાર્ય સાંભળતા આવ્યા છે.છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાહુલ અને સોનિયા ગાંધી ભલે દેશભરમાં પ્રચાર કરતા રહ્યા, પરંતુ ઉક્ત બે બેઠકો માટેની જવાબદારી પ્રિયંકા સાંભળતા હતા. પ્રિયંકામાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઝલક દેખાય છે. ઘણી વખત પ્રિયંકાની તુલના તેમની સાથે થઇ ચુકી છે. વર્ષ-૧૯૯૯ની લોકસભા ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીએ એક નહિ, બે-બે લોકસભા બેઠકો ઉપરથી તેમને ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પ્રિયંકાએ ૧૯૯૯ લોકસભા ચૂંટણીમાં પહેલી વખત અમેઠીમાં પ્રચારની જવાબદારી સાંભળી હતી અને બે અઠવાડિયા અમેઠીમાં જ રોકાઈ રહ્યા હતા અહીંથી સોનિયા ગાંધી લાખો મતોથી જીત્યા હતા.બેલ્લારીમાં સુષ્મા સ્વરાજે કન્નડમાં ભાષણ આપીને ભલે ચૂંટણી સભાઓને ગજવી હતી પરંતુ અહીં ૧૯૯૯માં પ્રિયંકાના એક તોફાની રોડ-શૉએ સુષ્મા સ્વરાજની તમામ મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું। અહીંની બેઠક ઉપર સોનિયા ગાંધીનો વિજય રાજનૈતિક ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ બની ગયો હતો.સાધારણ રીતે પડદા પાછળ રહેતાં પ્રિયંકાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવા માટેની બેઠકોમાં સક્રિય ભાગ લીધો હતો. રાજસ્થાનમાં ગેહલોત-પાયલટ વચ્ચે કોકડું ગૂંચવાયું ત્યારે પ્રિયંકાની ભૂમિકા નિર્ણાયક ગણાઈ હતી. ઉત્તરપ્રદેશમાં બે દાયકાથી સત્તાની બહાર ફેંકાઈ ગયેલ કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે. હવે પ્રિયંકાની હાજરીથી તેમાં જાન ફૂંકાઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાએ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરીને તેની ઉપેક્ષા કરી છે. પ્રિયંકા અને અખિલેશની પત્ની ડિમ્પલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહેવાય છે. આથી પ્રિયંકાની હાજરીથી ગઠબંધનના સમીકરણો પણ બદલાઈ શકે છે.સપા અને બસપાએ કોંગ્રેસને સામેલ ન કરતાં કોંગ્રેસે પોતાનો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. આજે ઉત્તર પ્રદેશમાં ૩ નવી નિમણુંકો થઈ છે. પ્રિયંકાને પૂર્વની જવાબદારી સોંપાઈ છે. જેમાં અખિલેશ યાદવે મોરચો સંભાળ્યો છે. સૌથી મોટો અપસેટ એ પણ છે કે, પ્રિયંકાની સાથે જયોતિરાદિત્ય સિંધિયાને પણ જવાબદારી સોંપાઈ છે.પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ ઉપરથી પડદો ઊંચકાઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી તેઓ કાર્યભાર સંભાળશે. પ્રિયંકા ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહી દીધું છે કે અમે ફ્રન્ટફૂટ પર જ રમીશું . અમારું લક્ષ્યાંક માત્ર બીજેપીને હરાવવાનું છે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારવાની જાહેરાત કરી છે. જેને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુશી વ્યકત કરી છે. આ સાથે જ કહ્યુ કે આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટી વાળા લોકો ડરી ગયા છે..પણ હું ખુબ જ ખુશ છું કે મારી બહેન કર્મઠ અને સક્ષમ છે. તે હવે મારી સાથે કામ કરશે.રાહુલ ગાંધી આજથી બે દિવસ પોતાના સંસદિય વિસ્તારની મુલાકાતે છે.જ્યાં તેમણે કહ્યુ કે પ્રિયંકા ગાંધી કે જ્યોતિરાદિત્ય સિંધિયાને હું માત્ર બે મહિના માટે યુપી મોકલતો નથી પણ તેઓના અહીં આવવાથી રાજનીતિમાં મોટુ પરિવર્તન આવશે. ઉલ્લેખનિય છે કે, પ્રિયંકા ગાંધીને પૂર્વી યુપીનુ પ્રભારી પદ સોંપવામાં આવ્યું છે. સોનિયાની તબિયત હવે ખાબ રહેવા લાગી છે.આ સમયે રાયબરેલીમાંથી સોનિયાને બદલે પ્રિયંકા ઉતરી શકે છે.ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી હજુ સુધી માત્રા પોતાની માતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને ભાઈ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં એક્ટિવ રહ્યા છે. પરંતે હવે તેઓ કોંગ્રેસને યૂપીમાં મજબૂત કરવા માટે સત્તાવાર રીતે સક્રિય થશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી કાર્યકરો પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં આવવુ જોઈએ તેવી માંગ કરતા હતા. પ્રિયંકા ગાંધી અત્યાર સુધી અનૌપચારિક રીતે રાયબરેલીમાં સોનિયા ગાંધી અને અમેઠીમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કરતા રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દાવો કરી ચુક્યા છે કે, અત્યારે લોકો કોંગ્રેસ પાર્ટીને સામાન્ય ગણી રહ્યા છે. પરંતુ ૨૦૧૯ની ચૂંટણી કોંગ્રેસ પૂરી તાકાત સાથે લડશે અને તમામને સરપ્રાઈઝ પર આપશે..અને આજે તેઓએ પ્રિયંકા ગાંધીને પાર્ટી મહાસચિવની જવાબદારી આપી છે.પ્રિયંકા ગાંધીને પૂર્વ યૂપીનું સુકાન મળ્યા બાદ ફરી એકવાર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. મૂળે, સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના કારણે તેમનું ચૂંટણી લડવા પર સસ્પેન્સ છે, ત્યારબાદ કોંગ્રેસી નેતા સતત કહી રહ્યા છે કે જો સોનિયા ગાંધી ચૂંટણી નથી લડે તો ગાંધી પરિવારનું જ કોઈ સભ્ય ચૂંટણીમાં ઉતરશે. કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને પસંદ કરનારાઓની સંખ્યા ઘણી વધું છે. સોનિયા ગાંધીના સક્રિય રાજકારણમાંથી અંતર રાખવા અને રાહુલ ગાંધીનું રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદથી ફરી એકવાર પ્રિયંકાને સક્રિય રાજકારણમાં લાવવાની ડિમાન્ડ થઈ રહી હતી.પ્રિયંકાના પતિ રૉબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારના આક્ષેપો તે તેમની સૌથી મોટી નબળાઈ છે.કદાચ આને લીધે પણ લીધે અત્યાર સુધી કૉંગ્રેસ પ્રિયંકાને રાજકારણથી દૂર રાખવાનું અને પ્રિયંકાએ પોતે પણ અંતર રાખ્યું હશે.રાજકારણમાં પ્રિયંકા જેમ સક્રિય થશે એમ તરત જ અન્ય રાજકીય પક્ષો વાડ્રાના મુદ્દે તેમને અને કૉંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરશે એવી પણ શક્યતાઓ છે.પ્રિયંકાની હૅર-સ્ટાઇલ, કપડાં અને વાતચીત કરવાની પદ્ધતિને ચકાસો તો માલૂમ પડશે કે તેમનામાં ઇંદિરા ગાંધીની છબી સ્પષ્ટપણે જોવા મળે છે.પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં હોશિયાર છે. ભૈયાજી તરીકે ઓળખાતાં પ્રિયંકાને આજે પણ કાર્યકર્તાઓ હથેળી પર રાખે છે.અમેઠી અને રાયબરેલીના પ્રવાસ પર ગામના લોકો રાહુલની જેમ જ પ્રિયંકાને પણ ભૈયા બોલાવતા હતા. થોડા કેટલાક વખતમાં તે નામ બદલીને ભૈયાજી થઈ ગયું.જાણકારોના મતે પ્રિયંકા સક્રિય થતાં કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થશે.એવી ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી સુધી પ્રિયંકા પડદા રહે એવી સંભાવનાઓ હતી પણ હવે તેઓ સીધા મેદાનમાં આવતાં ૨૦૧૯માં સમયમાં બંને એક વત્તા એક બરાબર અગિયાર તરીકે કામ કરશે.

Related posts

મનુષ્ય માટેનું માનસિક સ્નાન : નિંદ્રા

editor

MORNING TWEET

aapnugujarat

‘ સ્ત્રી જ્યારે ચાલી જાય છે’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1