Aapnu Gujarat
બ્લોગ

આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે વરદાનરૂપ બની રહેશે

આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે વરદાનરૂપ બની રહેશેજ્યારે હોસ્પિટલમાં સારવાર સતત મોંઘી બની રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી બહુ ચર્ચિત આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, દુનિયાની સૌથી મોટી સરકારી હેલ્થ સ્કીમ છે. મોદી સરકાર પોતાની આ ફ્લેગશિપ સ્કીમથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના રહેતા ૧૦ કરોડથી વધુ પરિવારોને સ્વાસ્થ્ય સુવિધા પુરી પાડવા માગે છે. નીતિ આયોગના સદસ્ય વીકે પોલે કહ્યું કે પંડીત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ પર ૨૫ સપ્ટેમ્બરે આ યોજના લાગુ થશે. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર માટે આ યોજના માસ્ટરસ્ટ્રોક સાબીત થશે.સરકારની આ યોજના દ્વારા ૧૦ કરોડથી વધુ ગરીબ પરિવારોને રૂ.૫ લાખનો વીમો અપાશે. સ્વતંત્રતા દિવસ પર તેમના ભાષણમાં મોદીએ તેની જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગને ફાયદો આપશે. તે સાથે જ મેડિકલ સેક્ટરમાં નવી નોકરીઓની તકો પેદા થશે અને ટીયર-૨ ટીયર-૩ શહેરોમાં નવી હોસ્પિટલ ખુલશે. મોદી માટે આ સ્કીમ મોટી ગેમ ચેન્જર બની શકે છે કારણ કે લોકસભાની ચૂંટણીઓ નજીક જ છે અને તેનું લોન્ચિંગ થયું છે.આ સ્કીમ પુરી રીતે શહેરો અને ગામડાઓમાં રહેતા ગરીબ પરિવારોને સમર્પિત છે. સામાજીક આર્થીક જાતિ જનગણના ૨૦૧૧ ડેટાના અંતર્ગત જોઈએ તો આ સ્કીમથી ૮.૦૩ કરોડ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેનાર પરિવાર અને શહેરી વિસ્તારો માટે ૨.૩૩ કરોડ પરિવારો લાભાન્વિત થશે. એવામાં આ આંકડો ૫૦ કરોડ લોકો સુધી પહોંચી શકે તેમ છે. કોઈ પણ ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો છૂટી ન જાય, આ સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરાયા છે. આયુષ્યમાન ભારત અંતર્ગત પરિવારના સદસ્યોની સંખ્યા અને ઉંમરને કોઈ સીમા મુકવામાં આવી નથી. આ સ્કીમ કેશલેશ અને પેપરલેશ હશે જે તેનું સૌથી સ્ટ્રોંગ પાસું છે.આ યોજનાથી હાલ તિજોરી પર દર વર્ષે અંદાજીત ૫૦૦૦ કરોડનો બોજો પડશે. આગામી વર્ષ પુરા દેશમાં યોજના લોન્ચ થવાથી આ ખર્ચ વધીને ૧૦,૦૦૦ કરોડ થઈ જશે. આ વર્ષે ૮ કરોડ લોકો તેનાથી લાભ મેળવનારા થઈ શકે છે જ્યારે ૨૦૨૦ સુધીનો ટાર્ગેટ ૧૦ કરોડ લોકોનો છે. પહેલા વર્ષમાં કુલ ખર્ચમાં અંદાજીત ૩૦૦૦ કરોડ સરકાર આપશે. હવે આ યોજનાને લોન્ચ થવાથી ૨૦૦૮માં યુપીએ સરકરના સમયે લોન્ચ કરાયેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આરએસબીવાય) તેમાં સમાવી જશે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજંસી મૂડીજએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે મોટું સકારાત્મક પગલું છે.કેન્દ્રની તરફથી તમામ રાજ્યોને કહેવામાં આવી રહ્યું છે કે તે આ યોજનામાં જોડાય. દેશભરમાં તેનો જોર-જોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. આરોગ્ય મિત્રોને યુનિફોર્મ આપવામાં આવ્યા છે, જે સ્કીમ અંગે લોકોને જાણકારી આપશે અને દરેક રીતે મદદ કરશે. ગામમાં પણ પ્રચાર માટે સરકારોને કહેવાયું છે. એવામાં વિપક્ષના તમામ આરોપો વચ્ચે ગરીબોને ફ્રી સારવારની આ યોજના મોદી સરકાર માટે ચૂંટણીની રીતે ઘણી મદદગાર સાબીત થશે.આ વર્ષની ૧૫મી ઑગસ્ટે હરિયાણાની કલ્પના ચાવલા ગર્વનમેન્ટ મેડિકલ કૉલેજમાં કરિશ્મા નામની બાળકીનો જન્મ થયો હતો. કરિશ્માનાં મમ્મી પુષ્પા ભારતની નવી આરોગ્ય વીમા યોજનાનો લાભ લેનારી પ્રથમ પ્રસૂતા બન્યાં હતાં.હરિયાણા રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી યોજનામાં નોંધણી કરાવનારા પરિવારોમાં પુષ્પાના પરિવારનો પણ સમાવેશ થતો હતો.સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે કોઈ ફી લેવામાં આવતી નથી, પણ પરિવારે દવા, આવવા-જવાનો ખર્ચ તથા બાદમાં શિશુની સંભાળનો ખર્ચ ભોગવવો પડતો હોય છે.પણ આ પોલીસી હેઠળ પુષ્પાએ કોઈ જ ખર્ચ કરવાનો નહોતો. તેની જગ્યાએ સરકારના મોદીકૅર ભંડોળમાંથી ૯૦૦૦ રૂપિયા હૉસ્પિટલને ચૂકવી દેવાયા હતા.૧૯૯૫ને યાદ કરો. ભારતીય સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો.અબરખના કારખાનામાં કામ કરતાં કામદારોને વ્યવસાય લક્ષી આરોગ્યની સમસ્યા થતી હતી તે વિશે આ ચુકાદો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોગ્ય અને તબીબી સુવિધા મેળવવી એ બંધારણીય અધિકાર છે.હવે ૨૩ વર્ષ આગળ વધીને ૨૦૧૮ની વાત કરો. ભારત સૌથી મોટી મહત્ત્વાકાંક્ષી આરોગ્ય યોજના શરૂ કરી રહ્યું છે. બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય તેવા લોકોને પણ સારામાં સારી સારવાર મળે તેવા હેતુ સાથેની આ યોજના છે.નવા જાહેર થયેલા આયુષ્યમાન ભારત મિશન – નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન – હેઠળ ભારત સરકારે ’પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ શરૂ કરી છે.’મોદીકૅર’ તરીકે પ્રચારિત કરાઈ રહેલી આ યોજના હેઠળ દેશની ૪૦ ટકા વસતિને આવરી લેવાની યોજના છે.અગાઉથી ચાલતી કેન્દ્રની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અને જુદાજુદા રાજ્યોમાં ચાલતી આરોગ્યલક્ષી યોજનાઓને આમાં સમાવી લેવામાં આવશે.દેશના ૫૦ કરોડ ગરીબ લોકોને આ યોજના હેઠળ વર્ષે પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. ૨૦૧૧ની સામાજિક આર્થિક અને જ્ઞાતિ વસતિ ગણતરી હેઠળ લાભકર્તાની પસંદગી કરવામાં આવી છે.બધા જ ડેટાને ઓનલાઇન એકઠા કરી લેવામાં આવ્યા છે અને આ યોજનામાં પૅનલમાં જોડાયેલી ૮૦૦૦ હોસ્પિટલો સાથે તે ડેટા શેર પણ કરવામાં આવ્યા છે.આ યોજનામાં સહભાગી બનેલી દરેક હૉસ્પિટલમાં ’આયુષ્યાન કેન્દ્ર’ ખોલવામાં આવ્યાં છે.આર્થિક રીતે નબળા વર્ગના લોકો આ કેન્દ્રમાં જઈને ઓળખનો પુરાવો આપે, એટલે કેન્દ્રના અધિકારી ડેટામાં તેમનું નામ છે કે કેમ તેની ચકાસણી કરશે.જો ડેટામાં તેમનું નામ હશે તો તેમને આયુષ્યમાન કાર્ડ અથવા તો ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે. લાભકર્તા પોતાના પરિવારના સભ્યોના નામ કૅશલેસ સારવાર માટે પણ નોંધાવી શકે છે.આ પોલીસીમાં સર્જરી, કૅન્સર, બૉન ઇમ્પ્લાન્ટ સહિતના ૧૩૫૦ પૅકેજને સમાવી લેવાયા છે.જોકે, સામાન્ય તાવ, ફ્લુ વગેરેની સારવાર કે જેમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર ના પડી હોય, તેમાં આ કાર્ડ હેઠળ કોઈ લાભ મળશે નહીં.કેટલાક રાજ્યોએ નૉન-પ્રૉફિટ ટ્રસ્ટ ઊભાં કર્યા છે, જેમાં પોતાના બજેટમાં આરોગ્ય માટે ફાળવાતી રકમને ટ્રાન્સફર કરી છે.કેન્દ્ર સરકાર તેમાં ૬૦ ટકા જેટલો ફાળો આપશે. લાભકર્તાની સારવાર હૉસ્પિટલમાં થાય ત્યારે આ ટ્રસ્ટમાં જમા થયેલી રકમમાંથી સીધી હૉસ્પિટલને ચૂકવણી કરવામાં આવશે.બીજું એક મોડેલ એવું છે, જેમાં રાજ્ય સરકાર ખાનગી વીમા કંપની સાથે ભાગીદારીમાં યોજના કરી શકે છે.કેટલાક રાજ્યોએ આ બંને મોડલ અપનાવ્યાં છે. જેમાં નાની રકમ ચૂકવવાની આવશે, તે ખાનગી વીમા કંપનીઓ ચૂકવશે, જ્યારે બાકીની ચૂકવણી સરકારી ટ્રસ્ટના ફંડમાંથી થશે.સરકારનો દાવો છે કે આ યોજનાને કારણે ગરીબ લોકો માટે સરકારી અને ખાનગી હૉસ્પિટલોની ૨.૬૫ પથારીઓ ઉપલબ્ધ થશે, પણ શું વાસ્તવિકતામાં તેવું શક્ય બનશે ખરું?ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ વર્ષે જૂનમાં જાહેર કરેલા ડેટા પ્રમાણે દેશમાં દર ૧૧,૦૮૨ લોકોએ માત્ર એક ઍલૉપથી ડૉક્ટર છે અને દર ૧૮૪૪ લોકો વચ્ચે એક જ પથારી છે.જ્યારે દર ૫૫,૫૯૧ લોકો વચ્ચે એક જ સરકારી હૉસ્પિટલ છે.મોટા ભાગના ડૉક્ટરો ખાનગી મોંઘી હૉસ્પિટલો સાથે જોડાઈ ગયા છે, જ્યાં સારવાર લેવી ગરીબો માટે શક્ય નથી.અત્યાર સુધીમાં માત્ર ૪૦૦૦ ખાનગી હૉસ્પિટલોએ મોદીકૅર માટે નોંધણી કરાવી છે.મોટા ભાગની હૉસ્પિટલ સર્જરી માટે નક્કી કરવામાં આવેલી ઓછી રકમથી નાખુશ છે અને તેથી યોજનામાં જોડાઈ રહી નથી.ભવિષ્યમાં વધુ ખાનગી હૉસ્પિટલોને આ યોજનામાં જોડી શકાય તે માટે પેકેજના દર માટે પુનઃવિચાર કરવા પોતે તૈયાર છે એમ સરકારે જણાવ્યું છે.યુકેમાં બધા જ નાગરિકોને ’નેશનલ હેલ્થ સર્વિસ’માં આવરી લેવાયા છે અને સરકારી હૉસ્પિટલોમાં મોટા ભાગની સારવાર મફતમાં થાય છે. પરંતુ ભારતમાં માત્ર ગરીબોને જ તેમાં આવરી લેવાયા છે. અમેરિકામાં ’ઓબામાકૅર’ શરૂ થઈ ત્યારે તેમાં દરેક નાગરિક માટે વીમો ફરજિયાત બનાવાયો હતો. ભાજપ સિવાયના પક્ષોનું શાસન જ્યાં છે તેમાંનાં કેટલાક રાજ્યો હજી આમાં જોડાયા નથી. કેન્દ્ર સરકાર તેમને પણ જોડાઈ જવા માટે સમજાવવા કોશિશ કરી રહી છે.

Related posts

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

તૂ ક્યાં જાય છે…???

aapnugujarat

રેલ્વેને વધુ સેફ્ટી સાથે તૈયાર કરાય તો અકસ્માત ને ટાળી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1