Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બ્લેક મંડે : સેંસેક્સમાં ૫૩૭ પોઈન્ટનો કડાકો

શેરબજારમાં આજે જોરદારમંદીનું મોજુ ફરી વળ્યું હતું. બ્લેક મંડેની સ્થિતિ આજે જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. ફાઈનાન્સિયલ અને ઓટો મોબાઇલ શેરમાં સૌથી વધારે અફડાતફડી રહી હતી.
સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ ઘટીને ૩૬૩૦૫ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડે દરમિયાન ઇન્ડેક્સ એક વખતે ૩૬૨૧૬ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૭૫ની સપાટીએ રહ્યો હતો. બેંકિંગ શેરમાં સૌથી વધારે અફડાતફડી જોવા મળી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૨.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. આરબીએલ બેંક અને પંજાબ નેશનલ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨.૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. રોકાણકારોની ચિંતાને દૂર કરવાના પ્રયાસ નાણામંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા. નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના શેરમાં સૌથી વધારે અફડાતફડી રહી હતી. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના શેરમાં સતત પાંચમાં દિવસે કડાકો બોલી ગયો હતો. બજાજ ફાઈનાન્સ, ઇન્ડિયા બુલ્સ, રિલાયન્સ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય ફાઈનાન્સ કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો હતો. એશિયન શેરબજારમાં પણ મંદીનું મોજુ રહ્યું હતું. ફાયનાન્સિયલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે. દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. એકબાજુ સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરૂવારે પૂર્ણ થશે. શુક્રવારના દિવસે મોટો કડાકો બોલાતા ફાઈનાન્સિયલ શેરોમાં અફડાતફડી રહી હતી. રોકાણકારો હવે વધુ સુરક્ષિત વિકલ્પોની દિશામાં ધ્યાન આપી રહ્યા છે. જેમાં બોન્ડ યિલ્ડનો સમાવેશ થાય છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર કેન્દ્રિત થઈ છે. ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય કરાશે. ફેડ દ્વારા ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી શકે છે. બજાર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે ૨૫-૨૬મી સપ્ટેમ્બરની પોલિસી મિટીંગમાં યુએસ ફેડરલ દ્વારા રેટમાં વધારો કરવામાં આવી શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે.સતત ત્રીજા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ ૧૨૪૯ પોઈન્ટ અથવા તો ૩.૨૮ ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૨ પોઈન્ટ અથવા ૩.૨૩ ટકા સુધી ઘટી ગયો હતો. શુક્રવારના દિવસે દલાલ સ્ટ્રીટમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. તે દિવસે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૨૦૨૪૩૩ કરોડનો કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતમાં શેર મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયાની જંગી રકમ ગુમાવી દીધા બાદ નવા સપ્તાહમાં વધુ ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. આજે નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના શેરમાં યથાવતરીતે મંદી રહી હતી. સતત પાંચમાં દિવસે કારોબારી હચમચી ઉઠ્યા હતા. આ પાંચ દિવસના ગાળામાં સેંસેક્સમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે.

Related posts

RILને પછાડીને SBI સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ

aapnugujarat

मनुवादी राम ने दलित हनुमान को गुलाम बनाया : बीजेपी सांसद सावित्री बाई फुले

aapnugujarat

સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1