Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનની મદદ કરવાનો હેતુ બેઝ કેમ્પ બનાવવાનો નથી : ચીન

ચીનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગુરૂવારે કહ્યું કે, અફઘાનિસ્તાનની મદદ કરવાનો હેતુ અહીં બેઝ કેમ્પ બનાવવાનો નથી. અમે આતંકવાદ સામે લડવા અને તેઓના સૈન્યને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છીએ. ચીને આ નિવેદન અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલ્યા બાદ થઇ રહેલી ટીકાઓ બાદ આપ્યું છે. ચીનના અખબાર સાઉથ ચાઇના પોસ્ટે બુધવારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, બેઝ કેમ્પ અને વખન કોરિડોર બનાવવા માટે સેંકડો ચીની સૈનિકો અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે. જો કે, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો.
ત્યારબાદ હોંગકોંગના એક ન્યૂઝપેપરે નવો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, બીજિંગ સ્થિત અફઘાનિસ્તાન એમ્બેસીએ તેમના દેશમાં પર્વતીય સેના (માઉન્ટેન ફોર્સ) બનાવવા માટે મદદ માંગી હતી, જેથી આતંકવાદ ખતમ થઇ શકે. હાલ ચીનના કોઇ પણ સૈનિક દળને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યું નથી. ચીનના ડિફેન્સ મિનિસ્ટ્રીના સ્પોક્સપર્સન વૂ ક્યૂયાને જણાવ્યું કે, માઉન્ટેન ફોર્સ માટે સામાન્ય સૈન્ય અને સુરક્ષા સહયોગ કાર્યક્રમ હેઠળ કામ કરી રહ્યા છીએ.

Related posts

ભારતીય ટેલેન્ટને આકર્ષવા ઈચ્છે છે : REPORT

aapnugujarat

PM મોદી G-20 શિખર સંમેલન માટે ઈટલી પહોચ્યા

editor

Interception of passenger plane by US fighter jet in the skies over Syria is illegal : Iran

editor

Leave a Comment

UA-96247877-1