Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરએસએસ હરિયાણામાં પ્રણવ મુખર્જીના ફાઉન્ડેશનના કામમાં મદદ કરશે

તાજેતરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરી ચુકેલું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમની સાથેના પોતાના સંબંધોને આગળ વધારવા માંગે છે. આ સંબંધો દ્વિમાર્ગી છે.. કદાચ પ્રણવ મુખર્જી પણ આવું ઈચ્છી રહ્યા છે. તેથી આરએસએસ હરિયાણામાં પ્રણવ મુખર્જીના ફાઉન્ડેશનના કામમાં મદદ કરવા જઈ રહ્યું છેર્‌ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રવિવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર સાથે પોતાના ફાઉન્ડેશનના ઘણાં કાર્યક્રમોનું ઉદ્ઘટાન કરવાના છે. પ્રણવ મુખર્જી ગુરુગ્રામના હરચંદપુર અને નયાગાંવ જવાના છે અને તાલીમ,વેરહાઉસ, વોટર એટીએમ, જેવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે. તેવો ઉદ્યમશીલો અને સરપંચની સાથે વાતચીત વપણ કરવાનાછ .
બંને ગામના કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન ખટ્ટર હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીએ આરએસએસના પંદર સિનિયર અને જૂનિયર સ્તરના કાર્યકર્તાઓને આમંત્રિત કર્યા છે. આ કાર્યકર્તાઓએ કેટલાક દિવસો પહેલા પ્રણવ મુખર્જીની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પ્રણવ મુખર્જીએ જણાવ્યુ છે કે તેમનું ફાઉન્ડેશન હરિયાણમાં કેટલાક ગામડાને દત્તક લઈને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરી રહ્યું છે. આરએસએસના કાર્યકર્તાઓએ ભરોસો આપ્યો છે કે તેઓ આ મામલામાં તમામ પ્રકારનો જમીની સહકાર આપવા માટે તૈયાર છે.
કાર્યકર્તાઓ દ્વારા પ્રણવ મુખર્જીને આરએસએસના ઈતિહાસ અને સંઘર્ષ પર એક કોફી ટેબલ બુક પણ ભેંટ કરવામાં આવી છે. આરએસએસનું કહેવું છે કે તેમના માટે કામ મહત્વનું છે. રાજનીતિ નહીં. માર્ચમાં પ્રણવ મુખર્જી ફાઉન્ડેશનની શરૂઆત થઈ હતી. તેમા તેમના ભૂતપૂર્વ સચિવ ઓમિતા પોલ અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી થોમસ મેથ્યું પણ કામ કરી રહ્યા છે.

Related posts

डॉक्‍टरों ने खटखटाया सुप्रीम कोर्ट का दरवाजा, 18 जून को सुनवाई

aapnugujarat

अब छापेमारी नहीं, सीधे कार्रवाई करेगा इनकम टैक्स विभाग

aapnugujarat

मुजफ्फरपुर में बच्चों की मौत की वजह से PM मोदी के डिनर में शामिल नहीं होगी RJD

aapnugujarat

Leave a Comment

UA-96247877-1