Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતીય ટેલેન્ટને આકર્ષવા ઈચ્છે છે : REPORT

યુરોપના એક રમણીય અને શાંત દેશ તરીકે જાણતા ફિનલેન્ડે વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઈનોવેટર્સને આકર્ષ્યા છે. ફિનલેન્ડમાં આ લોકો માટે મોટી તકો રહેલી છે. ફિનલેન્ડમાં લેબરની શોર્ટેજ છે જેના કારણે તે ઈન્ટરનેશનલ વર્કર્સને સક્રિય પણે આવકારી રહ્યો છે. બિઝનેસ ફિનલેન્ડમાં વર્ક ઈન ફિનલેન્ડના સિનિયર ડિરેક્ટર લૌરા લિન્ડમેને ‘વર્ક ઈન ફિનલેન્ડ’ અને ‘ટેલેન્ટ બૂસ્ટ’ જેવી બાબતો અંગે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક જોડાણ માટે પ્રતિબદ્ધ ફિનલેન્ડ આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને બાકીના વિશ્વ સાથે કનેક્ટ કરવા માટે પોતાને કોન્ટ્રીબ્યુટર તરીકે જુએ છે. સ્પર્ધાત્મકતા વધારવામાં માનવ મૂડીના મહત્વને ઓળખીને ફિનલેન્ડનો હેતુ વૈવિધ્યસભર કાર્યબળને આકર્ષવાનો, આંતરરાષ્ટ્રીયકરણ, નવીનતા અને કંપની ગ્રોથને પ્રોત્સાહન આપવાનો છે.

ફિનલેન્ડ 2030 સુધીમાં દર વર્ષે 15,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા અને વર્ક-આધારિત માઈગ્રેશનનું સ્તર વધારીને 30,000 પ્રતિ વર્ષ કરવા માંગે છે. હેલસિંકીના ઈમિગ્રેશન અફેર્સ ડાયરેક્ટર ગ્લેન ગેસને જુલાઈમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું હતું કે, “ફિનિશ સમાજ વૃદ્ધ થઈ રહ્યો છે તેથી દેશને લેબર માર્કેટમાં જોડાવા માટે વધુ યુવાનોની જરૂર છે. આ માટે અમે ભારતને અમારા ફોકસ દેશોમાંના એક તરીકે જોઈએ છીએ અને અમારી ભાગીદારીને વધુ તીવ્ર બનાવવા માંગીએ છીએ. ભારતમાં યુવા વસ્તી વધી રહી છે. દેશમાં ઘણી બધી પ્રતિભા છે અને ફિનલેન્ડને ભારતીય વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો સાથે ઉત્તમ અનુભવો છે. સમગ્ર ફિનલેન્ડમાં એક સક્રિય ભારતીય વેપારી સમુદાય છે અને અમે જોયું છે કે નવા આવતા ભારતીયો ફિનલેન્ડમાં ઝડપથી એકીકૃત થાય છે અને ખૂબ જ સફળ રીતે ઊભરી આવે છે.”

લિન્ડમેનનો મત પણ ગ્લેન ગેસન જેવો જ છે. તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ ભારતમાંથી ટેલેન્ટને આકર્ષવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે 2019થી સૌથી વધુ સંખ્યામાં પ્રતિભાઓને આકર્ષવા માટે ભારત ફિનલેન્ડનો નંબર વન ટાર્ગેટ દેશ છે. ફિનલેન્ડમાં આવતા યુરોપિયન યુનિયન સિવાયના બહારના મોટાભાગના નિષ્ણાતો ભારતીય છે. ફિનલેન્ડમાં નોકરીદાતાઓ ભારતીય પ્રતિભા અને ભારતીયોથી પરિચિત છે.

ફિનલેન્ડમાં લેબર ક્રાઈસિસ છે અને તેના કારણે ફિનલેન્ડ ખાસ કરીને IT, ડિજિટલાઈઝેશન, ક્લીનટેક અને વૃદ્ધ વસ્તીને કારણે સોશિયલ અને હેલ્થ જેવા સેક્ટરમાં ટેલેન્ટ શોધી રહ્યું છે. સરકાર સ્ટાર્ટઅપ્સને સક્રિયપણે સમર્થન આપી રહી છે તથા સ્થિરતા, પારદર્શિતા અને સંસાધનો ઓફર કરે છે. ફિનિશ સ્ટાર્ટઅપ પરમિટ અને ફંડની તકો સાથે વિવિધ એક્સિલરેટર્સ, ઈન્ક્યુબેટર્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ફાળો આપે છે. ‘વર્ક ઈન ફિનલેન્ડ’ પહેલ જે વ્યાપક ‘ટેલેન્ટ બૂસ્ટ’ પ્રોગ્રામ હેઠળ કાર્યરત છે, તે સેન્ટ્રલ પ્લેટફોર્મ (workinfinland.com) તરીકે કામ કરે છે જે નોકરીની શોધ, રહેવાની પરિસ્થિતિઓ અને ફિનલેન્ડમાં સ્થળાંતર કરવાના વિવિધ પાસાઓ પર માહિતી પ્રદાન કરે છે.

Related posts

अलीबाब के फाउंडर जैक मा 2 महीने से हैं लापता!

editor

ઇમરાન ખાનને હત્યાનો ડર સતાવી રહ્યો છે

aapnugujarat

ઈન્ડોનેશિયામાં ભૂકંપ : ૨૦નાં મોત

aapnugujarat
UA-96247877-1