Aapnu Gujarat
Uncategorized

કેશોદમાં બિલ્ડરની હત્યા

કેશોદમાં અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારી બિલ્ડરની હત્યા કરી પહેરેલું સોનુ લૂંટી ગયાની ઘટના બની હતી. પોલીસને જાણ થતા જ દોડી ગઇ હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં રહેતા અને કંટ્રક્શનનો વ્યવસાય કરતા કેવલ રમેશભાઇ સવાણી (ઉ.૨૮)એ પોતાની પત્નીને રાત્રે ૧૧.૩૦ વાગે છેલ્લો ફોન કર્યો હતો. બાદમાં ફોન બંધ આવતા પિતા અને ભાઇ દ્વારા સાઇટ બાજુ તપાસ કરતા કેવલ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. કેવલને હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસ દોડી આવી તપાસ કરતા કેવલના ચહેરા અને માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આથી પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ કેવલને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ કેવલે પહેરેલા સોનાની પણ લૂંટ થયાનું જાણવા મળ્યું હતું. લૂંટના ઇરાદે હત્યા થઇ હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

Related posts

વેરાવળ ખાતે કાર્યરત રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં વયોવૃધ્ધ સ્પર્ધકોએ કૌવત બતાવ્યું

aapnugujarat

શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

editor

યુપીએ સરકારમાં મનમોહનસિંહ મૌનબાબા બની રહ્યાં, હવે બોલવા લાગ્યા છે : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1