Aapnu Gujarat
બ્લોગ

વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર,ભાગાકાર કરવાની ક્ષમતા ઘટે છે

ભારત અને ચીન પ્રદૂષણ મામલે એક સરખા જ છે. લેન્સેટ કમિશનના એક રિપોર્ટ અનુસાર પ્રદૂષણથી થતા મૃત્યુની બાબતમાં ભારત પહેલા અને ચીન બીજા સ્થાને છે. રિપોર્ટ અનુસાર માત્ર ર૦૧પમાં પ્રદૂષણને કારણે દુુનિયાભરમાં રપ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. વાયુ પ્રદૂષણ હવે ધીમે ધીમે લોકોના વિચારવા અને સમજવાની સ્કીલ પર પણ ખરાબ અસર પાડી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર, ભાગાકાર કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
વાયુ પ્રદૂષણના મગજ પર પ્રભાવને જાણવા માટે યેલ અને પેકિંગ યુનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો. પ્રોસિડિંગ ઓફ નેશલન એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત થયું. રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણની સીધી અસર અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીના રૂપમાં જોઇ શકાય છે.રિસર્ચ ટીમે ર૦૧૦થી ર૦૧૪ દરમિયાન લગભગ ૩ર,૦૦૦ ચીની લોકો પર સર્વે કર્યો. આ સર્વેમાંં દરેક વર્ષના ડેટાનો તુલનાત્મક અભ્યાસ કરીને રિસર્ચરોએ જોયું કે પ્રદૂષણના સંપર્કમાં રહેતા લોકોની બોલચાલની ક્ષમતા અને ગણિતની ક્ષમતા પર અસર થાય છે.
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે મધ્ય અને ઓછી આવકવાળા દેશોના ૯૮ ટકા શહેર જ્યાંની વસ્તી એક લાખથી વધુ છે. તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વાયુ ગુણવત્તાના દિશા નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. અભ્યાસમાં સામેલ એક અમેરિક ઇન્સ્ટિટયૂટે જણાવ્યું કે પ્રદૂષણની અસર મહિલાઓની તુલનામાં પુરુષો પર વધુ થાય છે. ઉંમર લાયક લોકો પર તેનો સૌથી પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને એવા લોકોને આ સમસ્યા વધુ થાય છે જેઓ ઓછું ભણેલા ગણેલા છે.

Related posts

વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો

aapnugujarat

પાકિસ્તાનની અસલિયત ઓળખી ગયું અમેરિકા

aapnugujarat

નબળું ચોમાસું : મોદીની મૂંઝવણ વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1