Aapnu Gujarat
રમતગમત

એશિયા કપ બાદ ભારત વે.ઈન્ડિઝ સામે બે ટેસ્ટ,પાંચ વન-ડે,ત્રણ ટી-૨૦ રમશે

ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસ પર આવી રહી છે. એશિયા કપ બાદ ભારત પોતાના દેશમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ચાર ઓક્ટોબરથી ૧૧ નવેમ્બર સુધી ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ સીરીઝ રમશે. વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ તરફથી પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. બંન્ને ટીમો વચ્ચે પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ રાજકોટમાં ચારથી આઠ ઓક્ટોબર વચ્ચે રમશે. ત્યારબાદ ૧૨થી ૧૬ ઓક્ટોબર વચ્ચે હૈદરાબાદમાં રમાશે. ત્યારબાદ ૨૧ ઓક્ટોબરથી પાંચ મેચોની વન-ડે સીરિઝ શરૂ થશે. પ્રથમ મેચ ૨૧ ઓક્ટોબરના રોજ ગુવાહાટી રમાશે. બાદમાં ૨૪ ઓક્ટોબરે ઇન્દોર, ૨૭ ઓક્ટોબરે પૂણે, ૨૯ ઓક્ટોબરના રોજ મુંબઇમાં અને એક નવેમ્બરે તિરુવનંતપુરમમાં બંન્ને ટીમો ટકરાશે. વન-ડે બાદ ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ રમાશે. ચાર નવેમ્બરે કોલકત્તા, છ નવેમ્બરે કાનપુર અથવા લખનઉ અને ૧૧ નવેમ્બરે ચેન્નઇ ખાતે મેચ રમાશે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટ સીરીઝ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરાઇ છે.

Related posts

चोट के कारण सिमोना हालेप वुहान ओपन से बाहर

aapnugujarat

Tokyo Olympic: રવિ દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન

editor

एंड्रयू फ्लिंटॉफ ने कहा, मैं इंग्लैंड का कोच बनना चाहूंगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1