Aapnu Gujarat
બ્લોગ

નબળું ચોમાસું : મોદીની મૂંઝવણ વધશે

ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. હવામાનની જાણકારી આપનાર ખાનગી એજન્સી સ્કાઇમેંટે ચોમાસાની પહેલી આગાહી કરી દીધી છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે જૂન-સપ્ટેમ્બર વચ્ચે ૧૦૦ ટકા મોનસૂનનું અનુમાન છે. એટલું જ નહી આ વખતે શરૂઆત પણ સમયસર થશે. તો બીજી તરફ સામાન્યથી વધુ થવાની સંભવના ૨૦ ટકા છે. સ્માઇમેટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા રિપોટ્‌ર્સ અનુસાર આ દુકાળ પડવાની સંભાવના ઝીરો ટકા છે. ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે.સ્કાઇમેટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ વર્ષે સામાન્યથી ઓછો વરસદ થવાની સંભાવના ૨૦ ટકા છે. તો બીજી તરફ સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના ૨૦ ટકા અને ભારે વરસાદની સંભાવના ૫ ટકા છે. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે દુકાળ પડવાની આશંકા નથી. સ્કાઇમેટના અનુસાર આ વર્ષે જૂન-સપ્ટેમ્બર વચ્ચે ૧૦૦ ટકા મોનસૂનનું અનુમાન છે. આખી સિઝન માટે ૯૬ ટકાથી ૧૦૪ ટકા વરસાદ થવાની સંભાવના ૫૫ ટકા છે. રિપોટ્‌ર્સ આખી સિઝનમાં ભારે વરસાદની સંભાવના ફક્ત ૫ ટકા છે.મધ્ય ભારતમાં મુંબઇ, પુણે, નાગપુર, નાસિક, ઇંદોર, જબલપુર, રાયપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદોની આશા છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો વારાણસી, ગોરખપુર, લખનઉ, સિમલા, મનાલી, દેહરાદૂન, શ્રીનગર, સહિત પૂર્વી યૂપી, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મૂ એન્ડ કાશ્મીરના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી છે. અહીં ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ દિલ્હી, અમૃતસર, ચંદીગઢ, આગરા, જયપુર અને જોધપુરના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ રહેશે.દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઇ, બેંગ્લોર, તિરૂવનત્તપુરમ, કોન્નૂર, કોઝિકોડ, હૈદ્વાબાદ, કર્ણાટકના તટીય વિસ્તારોમાં વિજયવાડા, વિશાખાપટ્ટનમમાં આ વખતે સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ રહેશે.
સામાન્ય લોકો ચોમાસું સરેરાશ રહેશે કે સામાન્ય રહેશે તેવી વાતો દર ચોમાસે સાંભળતા હોય છે પણ તેમને સામાન્ય ચોમાસું કોને કહેવાય તેની બહુ ખબર નથી એટલે પહેલાં સામાન્ય ચોમાસુ કોને કહેવાય એ સમજી લઈએ. ભારતમાં ચોમાસાની શરૂઆત ૧ જૂનથી થયેલી મનાય છે. ૧ જૂનથી ચાર મહિનાનો ગાળો ચોમાસાનો કહેવાય. હવામાન વિભાગ ૧ જૂનથી ૨૫ સપ્ટેમ્બર સુધીના સમયને ચોમાસુ ગણે છે ને આ સમયગાળા દરમિયાન દેશમાં ૩૫ ઈંચ (૮૮૦ મીમી) વરસાદ પડે તો ચોમાસુ ૧૦૦ ટકા કહેવાય. ૩૫ ઈંચમાં ૧૦ ટકાની વધઘટ રહે, મતલબ કે ૩૧.૫ ઈંચ કે ૩૮.૫ ઈંચ વરસાદ થાય તો ચોમાસુ સામાન્ય ગણાય. ૩૧.૫ ઈંચથી ઓછો વરસાદ થાય તો એ અનાવૃષ્ટિ ગણાય ને ૩૮.૫ ઈંચથી વધારે વરસાદ થાય તો એ અતિવૃષ્ટિ ગણાય.કોઈને સવાલ થશે કે આ ૩૫ ઈંચ (૮૮૦ મીમી) વરસાદ પડે તો ચોમાસુ ૧૦૦ ટકા કહેવાય એવું નક્કી કઈ રીતે થયું ને કોણે કર્યું ? આ નક્કી હવામાન વિભાગના નિષ્ણાતોએ કર્યું છે. કોઈ પણ દેશનો સરેરાશ વરસાદ ૫૦ વર્ષના ગાળાના આધારે નક્કી થતો હોય છે. ભારતમાં પણ ૧૯૫૧થી ૨૦૦૦ દરમિયાન દર વર્ષે પડેલા વરસાદના આધારે એ માપદંડ નક્કી કરાયો છે કે ૩૫ ઈંચ (૮૮૦ મીમી) વરસાદ પડે તો ચોમાસુ ૧૦૦ ટકા કહેવાય.સામાન્ય ચોમાસા અંગેની આ વાતની સાથે સાથે બીજી પણ એક મહત્ત્વની વાત જાણી લઈએ. ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જ હોય છે પણ કેટલાક ભાગોમાં ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન પણ વરસાદ પડે છે. આ સમયગાળા દરમિયાન વરસાદ પડે તે નોર્થ-ઈસ્ટ મોનસૂન કહેવાય છે કેમ કે એ વખતે વરસાદ ઉત્તર-પૂર્વમાંથી આવતા પવનોના કારણે પડે છે. ઓરિસ્સા, પશ્રિ્‌ચમ બંગાળ, તમિળનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ એ રાજ્યોમાં એ ગાળા દરમિયાન વરસાદ પડે છે. જૂન-સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે તેને વેસ્ટ-સાઉથ મોનસૂન કહે છે. આ ગાળામાં આખા દેશમાં વરસાદ પડે છે અને વર્ષનો ૮૦ ટકા વરસાદ આ ગાળામાં પડે છે તથા ચોખા, મકાઈ, બાજરી જેવાં ખાધાન્ન તેમ જ બીજા રોકડિયા પાકો કેવા ઊતરશે તેનો આધાર આ વરસાદ પર હોય છે તેથી ભારત માટે વેસ્ટ-સાઉથ મોનસૂન અત્યંત મહત્ત્વનું છે.
આ વર્ષે અગાઉ જે આગાહી થઈ હતી તેમાં ૯૩ ટકા વરસાદની આગાહી થઈ હતી ને એ હિસાબે ચોમાસુ સામાન્ય રહે પણ હવે આગાહી સુધારાઈને ૮૮ ટકાની થતાં હવે મામલો અનાવૃષ્ટિનો થઈ ગયો છે ને ખરેખર એવું બને તો મોદી સરકાર માટે દુકાળમાં અધિક માસ જેવી હાલત થાય.સ્વાભાવિક રીતે જ વરસાદ ઓછો પડે ને અનાવૃષ્ટિ થાય તેની સૌથી ખરાબ અસર ખેતી પર પડે ને સરવાળે આપણા અર્થતંત્રની બોન પૈણાઈ જાય કેમ કે આપણું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. પહેલાં ઓછો વરસાદ પડશે તેવી આગાહી થયેલી તેના કારણે જ લોકોનાં મોતિયાં મરી ગયેલાં ત્યાં હવે અનાવૃષ્ટિની આગાહી થઈ છે તેના કારણે ખેડૂતો સાવ ફફડી ગયા છે. આ વખતે છાસવારે થયેલા માવઠા અને કરાંના મારને કારણે ખેડૂતો બિચારા પહેલેથી જ પરેશાન છે ત્યાં વરસાદ ઓછો થાય તો તેમની હાલત વધારે બગડે.મોદી ને બીજા નેતાઓ ભલે ઔદ્યોગિક ઉત્પાદનની ને એવી બધી ફાડતા હોય પણ ભારતમાં અર્થતંત્ર ખેતી પર આધારિત છે ને આજેય ૭૦ ટકા લોકો ખેતી તથા તેને આધારિત આર્થિક પ્રવૃત્તિઓ પર જ નભે છે. વરસાદ ઓછો પડે એટલે સૌથી પહેલી અસર ચોખા, બાજરી, મકાઈ જેવા ખાધાન્નના ઉત્પાદન પર પડે. તેનું ઉત્પાદન ઓછું થાય ને તેના કારણે ખેડૂતોની આવક પણ ઘટે. ખેડૂતો અત્યારે જ આર્થિક તાણ અનુભવી રહ્યા છે ત્યારે તેના કારણે તેમની તાણ વધે.વરસાદ ઓછો પડે એટલે મોંઘવારી વધે કેમ કે પાક ઓછો થયો હોય એટલે તેના ભાવ વધવાના. આપણે ત્યાં મધ્યમ વર્ગનાં લોકોના ઘરખર્ચમાં બહુ મોટો હિસ્સો ખેતપેદાશો આધારિત ઉત્પાદનોનો છે. અનાજ હોય, તેલ હોય, મરીમસાલા હોય કે પછી ખાંડ હોય. આ બધી રોજબરોજના વપરાશની ચીજો છે ને બધી જ ખેતપેદાશો છે. ચોમાસુ ખરાબ ગયું હોય એટલે પાક ઓછો થયો હોય ને તેના કારણે આ ઉત્પાદનોનું ઉત્પાદન ઘટે, પરિણામે તેમના ભાવ વધે ને સરવાળે બધો ભાર ક્ધયાની કેડ પર આવે. મતલબ કે મધ્યમ વર્ગનાં લોકો પર આવે. મોંઘવારી વધે ને તેના કારણે એ લોકો સાવ બેવડ વળી જાય.
બીજી તકલીફ એ કે કૃષિ ઉત્પાદન ઓછું થયું હોય તેથી તેની અસર રોજગારી પર પણ પડે. ખેતરોમાં કામ કરતા મજૂરોથી માંડીને ખેત પેદાશો આધારિત ઉત્પાદનોની ફેક્ટરીઓ સુધીનાં બધાં સ્થળે ઓછાં લોકોની જરૂર પડે ને તેના કારણે બેકારી વધે. નવા લોકોને રોજગારી આપવાની વાત તો દૂર રહી પણ અત્યારે જે લોકો કામ કરે છે તેમને પણ કામ ના મળે તેવી હાલત થાય ને સરવાળે તેની અસર અર્થતંત્ર પર પડે. લોકો કમાણી જ કરતાં ના હોય તો શું કંકોડાં વાપરવાના ? ને લોકો પાસે વાપરવા માટે પૈસા જ ના હોય એ સંજોગોમાં બધે મંદી ફરી વળે. લોકો કપડાં ના ખરીદી શકે, વાહનો ના ખરીદી શકે, બીજી સગવડો વધે તેવી ચીજો ના ખરીદી શકે ને પોતે જે સેવાઓ લેતા હોય તેના પર પણ કાપ મૂકે. આમ મંદી બધે ફરી વળે ને બધાંની વાટ લાગી જાય.ત્રીજી તકલીફ ઉનાળા વખતે અનુભવાય. વરસાદ ઓછો પડ્યો હોય એટલે જળાશયોમાં પાણીનો સંગ્રહ ઓછો થયો હોય ને જમીનમાં પણ પાણી ઓછું ઊતર્યું હોય. તેના કારણે તળ નીચાં જાય ને સરવાળે ઉનાળામાં લોકોની હાલત બગડે. ઉનાળાની કાળઝાળ ગરમી વખતે લોકોને પીવાના પાણીનાં ફાંફાં પડે ને ખેતી માટે પાણી ના મળે એવી હાલત થઈ જાય. આમ તો અત્યારે જ પીવાના પાણીની સમસ્યા ગંભીર છે ને લોકો વરસાદની રાહ જોઈને બેઠા જ છે. હવે આ વખતે પણ વરસાદ ના પડે તો અત્યારે જૂનમાં જે મોંકાણ મંડાયેલી છે તે માર્ચ-એપ્રિલમાં જ મંડાઈ જાય.સ્વાભાવિક રીતે જ મોંઘવારી વધે, બેકારી વધે ને પાણીની સમસ્યા હોય તેની રાજકીય અસર વર્તાય જ. સૌથી પહેલી અસર તો એ થાય કે ખેડૂતોની નારાજગી વધે. માવઠા-કરાંના મારથી બેહાલ ખેડૂતોને રાહત આપવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે તેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે જ. વરસાદના કારણે તેમની મુશ્કેલી વધે એ સંજોગોમાં તેમનો આક્રોશ વધારે ભડકે. એ જ રીતે મોંઘવારી વધે તેના કારણે મધ્યમ વર્ગ પણ ભડકે. મોદીએ મોંઘવારી ઘટાડવાના આંબા-આંબલી બતાવીને મધ્યમ વર્ગના મત તો લઈ લીધા પણ મોંઘવારી ઘટી નથી ને હવે એ વધશે તેવા સંકેત છે. મધ્યમ વર્ગ ભાજપની મુખ્ય મતબૅંક છે ને એ નારાજ થાય તો ભાજપની વાટ લાગી જાય. બેરોજગારી વધે તેની અસર પણ અંતે તો મધ્યમ વર્ગ પર જ પડવાની છે તે જોતાં ભાજપને ડબલ ફટકો પડે. બીજુ એ કે મોદી અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવાની જે વાતો કરે છે એ વાતો હવામાં જ રહી જાય. લોકો પાસે પૈસા જ ના હોય તો અર્થતંત્રમાં એ આવવાનો નથી. પરિણામે અર્થતંત્રમાં મંદી રહે ને આવા મંદીવાળા અર્થતંત્રમાં રોકાણ કરવા ક્યો બેવકૂફ વિદેશી રોકાણકાર આવવાનો છે ? ટૂંકમાં ભાજપ સરકાર માટે નબળું ચોમાસું પડતા પર પાટું પુરવાર થાય.મોદી સરકાર માટે એક આછીપાતળી આશા ગયા વર્ષનો અનુભવ છે. ગયા વર્ષે પણ ચોમાસું નબળું રહેવાની આગાહી થયેલી ને ચોમાસાના શરૂઆતના બે મહિના સાવ કોરાધાકોર જતાં દુકાળનાં ડાકલાં વાગવા જ માંડેલાં. જૂન ને જુલાઈમાં વરસાદ જ ના પડ્યો તેના કારણે લોકોએ આશા જ છોડી દીધેલી પણ પછી અચાનક જ હવામાન બદલાયું ને વરસાદની રમઝટ જ શરૂ થઈ. એ પછીના બે મહિનામાં એવો વરસાદ પડ્યો કે પહેલા બે મહિનાની કસર પૂરી થઈ ગઈ ને છેક નવરાત્રિ લગી વરસાદની રમઝટ ચાલુ જ હતી. શરૂઆતમાં વરસાદ ના પડ્યો તેના કારણે વાવેતરને નુકસાન થયેલું પણ ઉનાળામાં પાણીની તંગી પડવાની ને એવી બધી ધાસ્તી આ પાછોતરા વરસાદે દૂર કરી દીધી હતી.મોદી સરકાર અને આપણે પણ આશા રાખી શકીએ કે આ વખતે પણ એવું થાય ને અત્યારે ભલે વરસાદ દુર્લભ લાગતો હોય પણ આખા ચોમાસા દરમિયાન ગમે ત્યારે વરસાદની રમઝટ બોલે ને બધી કસર પૂરી થઈ જાય. મોદી સરકારનું જે થવું હોય તે થાય પણ વરસાદ સારો પડે તો કમ સે કમ કેટલીક સમસ્યાઓ તો આપોઆપ જ દૂર થાય ને સરવાળે સામાન્ય લોકોને જ રાહત રહે.

Related posts

કોરોનાના લીધે તણાવથી લોકોને આપઘાતના વિચાર આવે છે !

editor

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

aapnugujarat

कर्म ही असली भाग्य है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1