Aapnu Gujarat
બ્લોગ

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

ભારતીય સંસ્કૃતિના મહાનાયક શ્રી કૃષ્ણે જેટલી લીલાઓ કરી છે તેટલી લીલાઓ બીજા કોઇઅ ેકરી નથી. કયારેય માખણ ચોરી કરતા નટખટ બાળક, તો કયારેક ગોકુળમા ગાયો ચરાવા જતા ગોવાળ અને પ્રેમમાં ડૂબેલા પ્રેમી જે આખી દુનિયાને પ્રેમની પરિભાષા શીખવે છે. શ્રી કૃષ્ણ ભગવાન જયારે વાંસળી વગાડતા ત્યારે આખા ગોકુળમા તે વાંસળીનો સૂર છવાઇ જતા. ગોપીઓ બધુ જ કામ ભૂલી જઇને શ્રી કૃષ્ણની વાંસળી સાંભળવામા મશગૂલ થઇ જતી. મહાભારતમા અર્જુનના સાચા સારથી બનીને અધર્મ પર ધર્મનો વિજય કરાવ્યો હતો. દુનિયામા નૈતિકતા અને અનૈતિકતાની શિક્ષા આપી છે. શ્રી કૃષ્ણની દરેક લીલાઓમા જીવનનો સાર રહેલો છે. શ્રી કૃષ્ણના જીવનની દરેક ઘટનામા આપણને કંઇક શીખવા મળે છે. સુદામા જેવા મિત્ર હતા. આ મિત્ર જયારે ગરીબ હતા ત્યારે પણ તેમણે પોતાની મિત્રતા નિભાવી છે. સુદામાને લાગતુ હતુ કે આ તો શ્રી કૃષ્ણ તો કેટલો મોટો રાજા બની ગયો છે મને ઓળખશે પણ નહીં અને કદાચ મને મહેલની અંદર જવા પણ નહીં દે. આવા વિચારો સુદામાના મનમાં થતા હતા. પરંતુ જયાર ેશ્રી કૃષ્ણને જાણ થઇ કે મારા મિત્ર સુદામા મને મળવા આવ્યા છે ત્યારે દોડતા દોડતા તે પોતાના મિત્રનુ સ્વાગત કરવા માટે દ્રાર પર ગયા હતા. પોતાના મિત્રને મહેલમા રાખીને સ્વાદિષ્ટ પકવાન જમાડતા હતા. ત્યારે સુદામાને થતુ કે મારા બાળકો બિચારા ભૂખ્યા છે અને અહીંયા હું આવા પકવાન ખાઇ રહ્યો છું શ્રી કૃષ્ણને મારા દુઃખની વાત કેવી રીતે કહીશ તેવી ચિંતા કરતા હતા. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને તેમની લીલાઓ દ્રારા સુદામાના ગરીબ ઘરને પણ મહેલ બનાવી દીધો હતો.
ભગવાન શ્રી કૃષ્ણને સોળ કલાઓના અવતાર માનવામા આવે છે. સમાજમા દરેક વ્યકિતને ઊંચ નીચનો ભેદ રાખ્યા વિના તેમનુ સમ્માન કર્યુ છે. જે વ્યકિત જે ભાવ સાથે શ્રી કૃષ્ણની પાસે જાય છે અને તેમની સહાયતા માંગે છે તેમને તે સહાય કરે છે. શ્રી કૃષ્ણ પૂર્ણત નિર્વિકારી છે. તેથી તેમના અંગો સાથે લોકો કમળ શબ્દ જોડે છે તેમના હોઠ કમળની પાંખડીઓ જેવા છે. કમળનયન, કમળમુખ અને કમળહાથ.તેમની માળા મધુર છે. તેમની વાંસળી મધુર છે. આ રીતે દરેક અંગ અને આભૂષણને મધુર અને કમળ શબ્દથી જોડવામા આવ્યા છે. તેમની સ્વરૂપ ચૈતન્ય છે. શ્રી કૃષ્ણ ભગવાને દ્રોપદીનું ચીર વધારીને તેમને ભરેલી સભામા અપમાનિત થતી બચાવી છે.તેમણે આખા વિશ્વને કર્મયોગનો પાઠ શીખવ્યો છે.
શ્રી કૃષ્ણ ભગવાન નાના અને મોટા દરેક સાથે હળીભળી જતા હતા. વૃદ્ધોનો પોતાના પુત્ર જાવ લાગતા તો યુવાનોને મિત્ર લાગતા. રાજાઓને રાજા જેવા લાગતો તો ભક્તોને સ્વંય ભગવાન લાગતા. સૌને તેમના પર સ્નેહ અને પ્રેમનો ઉમળકો થતો હતો. જન્માષ્ટમીના દિવસે પણ અનેરો આનંદ જોવા મળે છે દરેક લોકો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની આનંદ ઉલ્લાસથી તૈયારી કરી રહ્યા છે.
દરેક મંદિરોમા પારણાં બાંધીને શ્રી કૃષ્ણને ઝૂલાવામા આવે છે. આઠમની રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી તે દિવસે આખી રાત લોકો ભજન કીર્તિન કરે છે. માટલી ફોડે છે. ચારેબાજુ નાના મોટા સૌ શ્રી કૃષ્ણના જન્મદિવસે આનંદ કરતા જોવા મળે છે. વાદળોનો ગડગડગાટ થતો હોય, વીજળીના કડાકા થતા અને મૂશળધાર વરસાદ વરસતો હતો ત્યારે રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે સર્વ દુઃખ સંતાપ ભૂલી જઇ આનંદ ઉલ્લાસમા લોકો નાચવા લાગ્યા અને તે દિવસે જન્માષ્ટમીનો દિવસ ઉજવાતો થઇ ગયો, જે કાળે ધર્મ સિદ્ધાંતો જીવનમાં નહીં પરંતુ પોથીઓમા રહેતા હતા તે સમયે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો. સત્તા કે સંપત્તિ વિના પણ સંગઠન ઊભું કરી શકાય છે. તે વાત તેમણે સત્ય કરી બતાવી. શ્રી કૃષ્ણે ગોવાળીયાઓ અને ગોપીઓનો પ્રેમ જીતી લીધો. શ્રી કૃષ્મના કહેવાથી વર્ષો જૂની ઇન્દ્રપૂજા બંધી કરી. ગોવર્ધન પૂજા શરૂ કરી. આ ઘટનાને કારણે કંસ, જરાસંધ વગેરેને અપમાન લાગ્યુ હતુ. ગોવાળિયાઓને સાથ આપીને તેમણે અઘાસુર અને બકાસુર નામના રાક્ષસોને મારી નાંખ્યા. કાલીનાગને નાથ્યો. ગોકુળને તેમણે સ્વાવલંબી, ઉદ્યમશીલ અને આરોગ્ય સંપન્ન બનાવ્યુ. ગોપીઓમા ભળી જઇ તેમણે સ્ત્રી શક્તિને જાગૃત કરી. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને જુદી જુદી પરંપરાના છે. કુટુંબના એકમને પકડીને રામે સમાજ વિકાસનો રસ્તો બતાવ્યો છે. જયારે કૃષ્ણ સમાજના એકમને પકડીને સમાજનુ નિયમન કર્યુ છે. ભગવાન માત્ર ભાવનાના ભૂખ્યા છે. ભાવનાથી મૂકેલા રુકમણિના તુલસીદળથી તેઓ તોલાયા છે. દુર્યોધનના છપ્પન ભોગોનો ત્યાગ કરીને વિદુરજીની ભાવભીની ભાજી જમ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે કોઇ પણ કામ કરવામા નાનમ અનુભવી નથી. તેમણે રાજસૂર્ય યજ્ઞમાં તેઓએ એઠવાડ ઉપાડયો છે અન અર્જનના સારથી બનીને રથ હંકારયો છે. નરસિંહ મહેતા જેવા ભક્તની સહાય માટે હંમેશા બોલાવા વિના જ આવી જતા હતા. નરસિંહ મહેતા તો મારો વાલો મારો વાલો કહેતા કહેતા ભજન કીર્તન કરતા હોય. તેમને તો ખબર પણ ના હોય કે મારે કયુ કામ કરવાનુ છે તેમના દરેક કામ કરવા માટે શ્રી કૃષ્ણ આવી જતા. કુંવરબાઇની મામેરું હોય કે સામંતના લગ્ન કરવાના હોય. શ્રીકૃષ્ણ પોતાના ભક્તોને હંમશા સહાય કરે છે. જો કે ક્યારેક લાગતુ હોય છે કે માનવી સાચા અર્થમાં શ્રીકૃષ્ણ ભગવાનને સમજી શક્યો નથી અને તેથી જ આ પરિસ્થિતિ થઇ છે. આજે પણ જોઇ શકાય છે કે સમાજમાં ઘણી અનૈતિકતા અને અસામાજીકતા પ્રવર્તી રહી છે. જો સૌ કોઇ શ્રીકૃષ્ણ ભગવાનના સંદેશને સમજી શકે તો આ દશા ન થઇ હોત. માનવી અત્યારે અધર્મની વાટ પર ચાલી નીકળ્યો છે અને તે પોતાના અંતરઆત્માની વાત માનવા તૈયાર નથી ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન હંમેશા ધર્મના પક્ષે રહ્યાં છે અને ધર્મના વિજય માટે તેઓએ તમામ પ્રકારના રસ્તા અપનાવ્યા હતાં જ્યારે આજનો માનવી તો અધર્મ માટે તમામ પ્રકારના રસ્તા અપનાવતા હોય છે. આ જોઇ શકાય ત્યારે લાગતુ હોય છે કે શું સાચ્ચે જ માનવી શ્રીકૃષ્ણ ભગવાનનો સંદેશ સમજી શક્યો છે?

Related posts

કાળઝાળ ગરમી હાર્ટ અટેક ખતરાને વધારી દે છે :રિપોર્ટ

aapnugujarat

તેલંગણામાં ગઠબંધનનો પ્રથમ ટેસ્ટ થઈ જશે

aapnugujarat

અસંતુષ્ટો અને રાજે વિરૂદ્ધ આંતરિક નારાજગી ભાજપ માટે ચિંતાજનક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1