Aapnu Gujarat
બ્લોગ

સિંધુ જળસમજૂતિ : વિવાદનો લાંબો ઇતિહાસ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકાર બન્યાં બાદ એક વખત ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દાને લઈને વાતચીત શરૂ થવા જઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ કમિશનની ૨૯ અને ૩૦ ઓગસ્ટ એમ બે દિવસ સુધી બેઠક યોજાવવાની છે. બેઠકમાં સિંધુ જળ સમજૂતી અંતર્ગત અનેક મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત થશે. ત્યારે શું છે સિંધુ જળ સમજૂતી, આ સમજૂતી ક્યારે અમલમાં આવી હતી અને સિંધુ જળને લઈને બંને દેશ વચ્ચે શું છે વિવાદ? ૧૯૪૭માં આઝાદી મળ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીના મુદ્દે પણ જોરદાર ખેંચતાણ જોવા મળી અને નહેરના પાણીને લઈને ઘણો જ વિવાદ થયો.બે દેશ વચ્ચે ભાગલાં પડ્યાં બાદ નહેરના પાણીને લઈને પાકિસ્તાન સશંકિત થઈ ગયું હતું.ત્યારે ૧૯૪૯માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયેન્થલે આ સમસ્યાના ઉકેલ માટે ટેકનિકલ તથા વ્યાપારિક દ્રષ્ટીએ સમાધાન લાવવાની સલાહ આપી.લિલિયેન્થલે બંને દેશોને સલાહ આપી કે આ મામલે વિશ્વ બેંક પાસેથી મદદ પણ લઈ શકો છો.સપ્ટેમ્બર ૧૯૫૧માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતા કરવાનું સ્વીકાર્યું. જે બાદ લગભગ ૧૦ વર્ષ સુધી વાતચીત ચાલી હતી.અંતે ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી થઈ તેને ૧૯૬૦ની સિંધુ જળ સંધિ કહેવાય છે.૧૯૬૦માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થયાં બાદ તેના પર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયૂબ ખાને રાવલપિંડીમાં હસ્તાક્ષર કર્યાં હતા.૧૨ જાન્યુઆરી, ૧૯૬૧નાં રોજ સંધિની શરતો લાગુ કરવામાં આવી.સંધિ મુજબ ૬ નદીઓના પાણી કે જે ભારતમાંથી પાકિસ્તાન જતી હોય તેની વ્હેંચણી નક્કી કરવામાં આવી.૩ પૂર્વી નદીઓ જેમાં રાવી, વ્યાસ અને સતલજના પાણી પર ભારતને પૂરો હક્ક આપવામાં આવ્યો. જ્યારે ૩ પશ્ચિમી નદીઓ જેવી કે ઝેલમ, ચિનાબ અને સિંધુના પાણીના અડધા પ્રવાહને પાકિસ્તાનને આપવાનું નક્કી થયું.સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ ૨૦ ટકા પાણી ભારતના ભાગે છે.ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે.ઘણાં વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના અધિકારીઓ કોઈ મુદ્દે વાતચીત કરવા મળી રહ્યાં છે.ઈસ્લામાબાદમાં થનારી સ્થાયી સિંધુ કમિશનની બેઠકમાં બંને દેશોના અધિકારીઓ સિંધુ જળના મુદ્દે ચર્ચા કરશે.ભારતીય દળનું નેતૃત્વ પીકે સકસેના કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી સૈયદ મેહર અલી શાહ અને તેમની ટીમ ઉપસ્થિત રહેશે.૨૦૧૭માં સિંધુ નદી જળ સંધિ પર ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે અમેરિકાના વોશિંગ્ટન સ્થિત વિશ્વ બેંકની હેડ ઓફિસમાં આ મુલાકાત યોજાઈ હતી.આ બંને પક્ષ વચ્ચે બીજા તબક્કાની વાતચીત હતી, આ પહેલાં બંને પક્ષ ઓગસ્ટમાં મળ્યાં હતા.સચિવ સ્તરની વાતચીત સારા માહોલમાં થઈ હતી અને તે સમયે તેવું નક્કી થયું હતું કે સપ્ટેમ્બરમાં બીજી વખત વાતચીત થશે. જો કે હાલ બંને દેશો વચ્ચે ફરી નિવેદનબાજી થઈ રહી છે.પાકિસ્તાન વર્લ્ડ બેંકની સામે જમ્મુ કાશ્મીરમાં ભારતના કિશનગંગા અને રાટલે પરમાણુ વીજળી યોજનાનો મુદ્દે અનેક વખત ઉઠાવી ચુક્યું છે.પાકિસ્તાન રાતલે, કિશનગંગા સહિત ભારત દ્વારા બનાવવામાં આવતાં ૫ પરમાણુ વીજળી યોજનાની ડિઝાઈનને લઈને ચિંતા જાહેર કરી હતી અને વર્લ્ડ બેંકને કહ્યું હતું કે આ ડિઝાઈ સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કરે છે.આ પ્રોજેક્ટને લઈને પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં વિશ્વ બેંકને ફરિયાદ કરી સમિતિની રચનાની માગ કરી હતી.પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં બની રહેલાં જળવિદ્યુત પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. તેમના મતે આ પ્રોજેક્ટ ભારતની સાથે થયેલી સિંધુ જળ સમજૂતી મુજબની નથી. જો કે ભારતનું કહેવું છે કે પ્રોજેક્ટ કોઈપણ રીતે સમજૂતીનું ઉલ્લંઘન નથી કરતી અને વર્લ્ડ બેંકે નિષ્પક્ષ એક્સપર્ટની નિયુક્ત કરવી જોઈએ.ઉરીમાં આતંકી હુમલો થયાં બાદ ભારતે સંકેત આપ્યાં હતા કે પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ કડક પગલાં ઉઠાવવાના દબાણમાં તેઓ સિંધુ જળ સમજૂતીનો ઉપયોગ કરી શકે છે.સિંધુનું પાણી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જૂ સમાન છે. કારણ કે પાકિસ્તાન મુખ્યરીતે કૃષિપ્રધાન દેશ છે અને તેમના દેશમાં ખેતી માટે ૮૦ ટકા સિંચાઈ સિંધુના પાણી પર નિર્ભર છે.ભારતે હજુ સુધી સિંધુના પાણી પર પોતાના હિસ્સાનો વધુ ઉપયોગ કર્યો ન હતો.સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ ૨૦ ટકા પાણી ભારતના ભાગે છે.ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે.સમજૂતી અંતર્ગત ભારતને પશ્ચિમી નદીઓમાંથી ૩૬ લાખ એકર ફીટ પાણી સ્ટોર કરવાનો અધિકાર છે.આ પશ્ચિમી નદીઓના પાણીથી ૭ લાખ એકર જમીનમાં લગાડવવામાં આવેલાં પાક માટે સિંચાઈ કરી શકે છે. જો કે ભારતે અત્યારસુધી સ્ટોરેજની સુવિધા વિકસિત નથી કરી.ભારત, પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે અફઘાનિસ્તાનની પણ મદદ લઈ શકે છે.અફઘાનિસ્તાન સાથે કાબલી નદીના પાણીને રોકવા માટે વહેણ પર નિર્માણની વાત કરી શકાય છે. આ નદીં સિંધુ બેસિનના રસ્તે પાકિસ્તાનમાં જાય છે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભારતની પાસે સમજૂતી તોડવા ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે. જેમાં પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવો અને સિંધુ જળ કમિશનની બેઠકોને નિરસ્ત કરવા માટેનાં પગલાંઓ સામેલ છે. આ પગલાંથી પણ ભારત પોતાના પાડોશી દેશ પર દબાણ બનાવી શકે છે.કરારના સ્ટાન્ડર્ડ મુજબ ભારતમાં પશ્ચિમી નદીઓના પાણીનો પણ ઉપયોગ કરી શકે છે. તેનો લગભગ ૨૦ ટકા હિસ્સો ભારત માટે છે.સંધિ પર અમલ માટે સિંધુ કમિશનની રચના થઈ જેમાં બંને દેશના કમિશ્નર છે. તેઓ દર વર્ષે મળે અને વિવાદના સમાધાનનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય સંધિઓમાંથી અને એમાંય ખાસ કરીને નદીઓના પાણીની વહેંચણીને લગતી સંધિઓમાંથી એકપક્ષી નીકળી જવું આસાન નથી. નદીઓ પર નદીના કાંઠે વસતા તમામ પ્રદેશો અને પ્રજાનો એકસમાન અધિકાર છે. આપણે ત્યાં નર્મદાના પાણીની વહેંચણીનો ઝઘડો ચાર દાયકા ચાલ્યો હતો અને કાવેરીના પાણીનો ઝઘડો હજી આજે પણ ૭૫ વરસથી ચાલી રહ્યો છે.ભારતીય ઉપખંડની ભૌગોલિક રચના એવી છે કે હિમાલયમાંથી નીકળતી તમામ નદીઓ કાં તો સિંધુના માર્ગે પાકિસ્તાન થઈને અરબી સમુદ્રમાં મળે છે અને કાં બ્રહ્મપુત્રાના માર્ગે બંગલા દેશમાં થઈને બંગાળના ઉપસાગરમાં જઈને મળે છે. બંગલા દેશ એક સમયે પૂર્વ પાકિસ્તાન હતું એટલે એમ કહી શકાય કે હિમાલયનું ૩૦ ટકા પાણી પિમ પાકિસ્તાનમાં જતું હતું અને ૭૦ ટકા પાણી પૂર્વ પાકિસ્તાનમાં જતું હતું. પિમ પાકિસ્તાનને પાણીનો ખપ હતો જ્યારે પૂર્વ પાકિસ્તાન પાણીથી ત્રસ્ત હતું, વચ્ચે ભારત નદીઓના પાણીથી સુજલામ સુફલામ હતું અને છે. સીમાબદ્ધ રાષ્ટ્રરચના તો માંડ બે સદી જૂની છે જ્યારે ભૌગોલિક રચના તો લાખો વરસ જૂની છે. આમાં કોઈ દેશ રાષ્ટ્રવાદના નામે મનસ્વીપણે ધોરણ બદલી શકતો નથી.જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકીય સમીક્ષક એ. જી. નૂરાનીએ સિંધુ જળવહેંચણી વિશેના ‘ધ હિન્દુ’માંના તેમના એક લેખમાં છેક ૧૮૯૫નો હવાલો આપ્યો હતો. ૧૮૯૫માં અમેરિકાના ઍટર્ની જનરલ જડસન હાર્મનને અમેરિકન સરકારે પૂછ્યું હતું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે વહેતી રીઓ ગ્રાંદે નદી પર અમેરિકન ખેડૂતોનો અધિકાર કેટલો? એ નદી અમેરિકામાં થઈને મેક્સિકો જાય છે તો ઉપરવાસમાં વસતી પ્રજાનો પાણી પર અબાધિત અધિકાર ખરો કે નહીં? અમેરિકન પ્રજાનું ભૂમિ પર સાર્વભૌમત્વ હોય તો પાણી પર કેમ નહીં? એ સમયે અમેરિકન ખેડૂતો વધારે પાણી ખેંચતા હતા જેની સામે મેક્સિકોએ વાંધો ઉઠાવ્યો હતો અને જળની ન્યાયી વહેંચણીની માગણી કરી હતી. અમેરિકન સરકારને જવાબ આપતાં ઍટર્ની જનરલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધારાધોરણો મુજબ સાર્વભૌમત્વ માત્ર જમીન પર હોય છે, એકથી વધુ દેશમાં વહેતા પાણી પર ન હોઈ શકે. નદી પર જેટલો અધિકાર ઉપરવાસમાં વસતી પ્રજાનો છે એટલો જ નીચે વસતી પ્રજાનો છે, પછી એ પ્રજા એક જ દેશની હોય કે એકથી વધુ દેશોની.નૂરાનીએ તેમના લેખમાં એકથી વધુ દેશોનાં પ્રમાણો આપ્યાં છે જેમાં જવાની જરૂર નથી. વાત એટલી છે કે જગતભરમાં નદીઓના પાણીની વહેંચણી વિશે જે-તે સંબંધિત દેશો વચ્ચે ટંટો ચાલી રહ્યો છે અને એમાં કોઈ દેશ મનસ્વીપણે વર્તી શકતો નથી. આ ભૂમિ નથી પાણી છે, જેનું મૂલ્ય અદકેરું છે. જે પાણી આપવાની ના પાડે એની ગણના મક્કારમાં થાય છે એટલે કોઈ દેશ પાણીની વહેંચણીની બાબતમાં એક હદથી વધુ નાગાઈ બતાવતો નથી. એટલે તો સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતે સિંધુનું પાણી પાકિસ્તાનને જતું રોકવામાં આવશે એવો ઘોંઘાટ કર્યો હતો, પરંતુ પ્રત્યક્ષ ભારતે એવું કાંઈ કર્યું નહોતું. અહીં એક વાત નોંધવી જોઈએ કે જેટલી નાગાઈ કાવેરીના પાણીની વહેંચણીની બાબતે કર્ણાટક અને તામિલનાડુ બતાવે છે એટલી નાગાઈ દુશ્મન દેશો પણ નથી બતાવતા અને એમાં ભારત અપવાદ નથી.ભારતના વિભાજન પછી સિંધુ જળવહેંચણી સંધિ ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. આગળ કહ્યું એમ હિમાલયની પિમવાહિની તમામ નદીઓ સિંધુમાં મળે છે એટલે એવું ઠરાવવામાં આવ્યું હતું કે મુખ્યત્વે ભારતમાં વહેતી નદીઓ પર ભારતનો મોટો હિસ્સો અને મુખ્યત્વે પાકિસ્તાનમાં વહેતી સિંધુ, ઝેલમ અને ચેનાબના જળ પર પાકિસ્તાનનો મોટો હિસ્સો. એક દાયકા સુધી વાટાઘાટો ચાલ્યા પછી ૧૯૬૦માં આવી સમજૂતી થઈ હતી. હમણાં એ સમજૂતીમાં એક મુશ્કેલી પેદા થઈ છે. ભારત ઝેલમ નદીની એક શાખા કિશનગંગા પર અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ચેનાબ નદી પર બંધ બાંધવા માગે છે જેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન કહે છે કે ભારતે બંધની ઊંચાઈ ઘટાડવી જોઈએ કે જેથી પાકિસ્તાનનું એના હિસ્સાનું પાણી ન અવરોધાય.૧૯૬૦ની સંધિમાં જોગવાઈ છે કે બે દેશ વચ્ચે સંધિના અર્થઘટન કે સમજૂતીની જોગવાઈ વિશે મતભેદ થાય તો એનો દ્વિપક્ષી ઉકેલ લાવવા માટે પર્મનન્ટ ઇન્ડસ કમિશનની રચના કરવામાં આવે અને જો એ પછી પણ ઉકેલ ન આવે તો ત્રીજા પક્ષકાર લવાદની અદાલતમાં ઝઘડાને ઉકેલવામાં આવે.

Related posts

ડિયર મારી પિયર ગઈ છે!

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

હેર સ્ટાઈલિસ્ટ વિષ્ણુ લિંબાચિયાએ રિવરફ્રંટ ખાતે કુશળતા દર્શાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1