Aapnu Gujarat
મનોરંજન

હિન્દી મીડિયમ ફિલ્મમાં હવે સારા દેખાશે નહીં

હિન્દી મીડિયમ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે સૈફઅલી ખાન અને તેમની પુત્રી સારા ફિલ્મમાં કામ કરનાર છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળી રહ્યુ નથી. બંને સાથે વાતચીત કરવામાં આવી હતી. બંને દ્વારા મૌખિક રીતે ફિલ્મમાં કામ કરવા માટેની તૈયારી કરવામાં આવી હતી.
જોકે લેખિતમાં મંજુરી આપી નથી જેથી સસ્પેન્સ હજુ સુધી અકબંધ છે. ફિલ્મના શુટિંગને માર્ચ ૨૦૧૯થી હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ લંડન અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવનાર છે. ઓરિજનલ હિન્દી મીડિયમ ફિલ્મમાં ઇરફાન ખાન અને સબાએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તમામ લોકોને ફિલ્મ પસંદ પડી હતી. ફિલ્મનુ શુટિંગ લંડન અને મુંબઇમાં કરવામાં આવનાર છે. સેફ અને સારાએ કોઇ કોન્ટ્રાક્ટ પર હજુ સુધી હસ્તાક્ષર કર્યા નથી. સૈફઅલી ફિલ્મને માત્ર સારાના કારણે કરવા માટે તૈયાર થયો હતો જેથી તે ફરી વિચારણા કરી શકે છે. ફિલ્મમાં રોલ કરવા માટે સારાએ થોડાક સમય પહેલા ઇન્કાર કરી દીધો છે જેથી સૈફઅલી પણ કામ નહીં કરે તેમ માનવામાં આવે છે. સારા માટે સૈફઅલી તૈયાર થયો હતો. ફિલ્મની પટકથા શાનદાર હોવા છતાં સૈફઅલી પણ ફિલ્મમાં કામ કરવા ફરી વિચારણા કરી શકે છે. સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેની પાસે કેટલીક ફિલ્મો છે જેમાં અભિષેક કપુરની કેદારનાથ અને રણવીરસિંહની સાથે સિમ્બા ફિલ્મનો સમાવેશ થાય છે. તે ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત બનેલી છે. સારા અને જાહન્વી વચ્ચે આગામી સમયમાં ટક્કર થનાર છે. સૈફઅલી ખાન વધારે ફિલ્મ કરી રહ્યો નથી. તે પરિવારની પ્રવૃતિઓમાં વધારે વ્યસ્ત છે.

Related posts

हॉरर फिल्म में कभी भी काम नहीं करूंगा : टाइगर

aapnugujarat

કેરિયરના લીધે વરૂણ ધવન ગર્લફ્રેન્ડથી હાલમાં દુર થયો

aapnugujarat

પાકિસ્તાનમાં જોઇ શકાશે ભારતીય ટીવી સીરિયલ્સ, કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1