Aapnu Gujarat
બ્લોગ

હેર સ્ટાઈલિસ્ટ વિષ્ણુ લિંબાચિયાએ રિવરફ્રંટ ખાતે કુશળતા દર્શાવી

ગત ૧ મેનાં રોજ શહેરનાં પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ વિષ્ણુ લિંબાચિયાએ અમદાવાદ શહેરની ઓળખસમા રિવરફ્રંટ ખાતે તેમની ટીમ સાથે એક યુવાનનાં ‘ફાયર કટ’ સ્ટાઈલથી વાળ કાપ્યા હતાં. વિષ્ણુ લિંબાચિયા વેજલપુર વિસ્તારમાં ‘અમર હેર એન્ડ બ્યુટીકેર’ નામની ફેમિલી સલુનનાં માલિક છે, તેઓ જેન્ટસ – લેડીઝ સહિત બાળકોનાં વાળ કાપવામાં જબરદસ્ત નિપુણતા ધરાવે છે. તેમની આ નિપુણતા માટે તેઓને ઘણાં સર્ટિફિકેટ અને એવોર્ડ પણ એનાયત થયા છે. ગત ઓગસ્ટ ૨૦૧૭માં યોજાયેલ ‘બ્યુટી એન્ડ સલુન એવોર્ડ ૨૦૧૭’માં તેઓને પ્રથમ કક્ષાનો એવોર્ડ અને સર્ટીફિકેટ મળ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ટર વિષ્ણુ ખૂબ જ ખુશમિજાજ વ્યક્તિ હોવાથી ઘણાં ગ્રાહકો દૂરદૂરથી પણ તેમની પાસે જ હેર કટ અને ખાસ કરીને તો ‘ફાયર કટ’ કરાવવા માટે આવતાં હોય છે, તેઓ નાની ઉંમરમાં જ ‘પોઝીટીવ થિંકીગ’ સાથે સફળતાનાં પંથે પહોંચ્યાં છે. આ સાથે તેઓ હેર કટિંગનાં ક્લાસીસ પણ ચલાવે છે. વિષ્ણુ લિંબાચિયા હેર કટીંગમાં પણ આગવી કુશળતા ધરાવે છે તો યુવાનો તો બસ તેમની પાસે જ હેર કટ કરાવવા માટે કલાકો સુધી બેસી રહે છે.

Related posts

ફિનલેન્ડમાં રહેતા નાગરિકો સૌથી ખુશાલ છે : અહેવાલ

aapnugujarat

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor

દક્ષિણ ભારત કોંગ્રેસ માટે મોકળું મેદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1