Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને હાઇટેક સુવિધા અપાશે

કટરામાં માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને સુરક્ષા અને ઉચ્ચ સ્તરીય સુવિધાઓ આપવા માટે શ્રાઇન બોર્ડ હવે હાઇટેક વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યું છે. શ્રદ્ધાળુઓને લૂંટફાટ અને છેતરપિંડીથી બચાવવા માટે ઘોડા અને ખચ્ચર પર ઇલેકટ્રોનિક ચિપ્સ લગાવવામાં આવશે.શ્રદ્ધાળુઓને હેલ્મેટ અને અન્ય સુરક્ષા ઉપકરણ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વૈષ્ણોદેવી ભવન માર્ગ પર મોબાઇલ ટીમ બનાવવા અને પ્રી-પેઇડ સેવા કાઉન્ટર સ્થાપિત કરવાના પગલાં લેવામાં આવશે.ઘોડા અને ખચ્ચર પર રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ચિપ્સ લગાવવામાં આવશે. રસ્તામાં બનેલા સ્માર્ટકાર્ડ સ્કેનિંગ કાઉન્ટર દ્વારા ઘોડા અને ખચ્ચરની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવશે. ઘોડાવાળાઓ હવે યાત્રીઓ પાસેેથી મરજી મુજબનાં નાણાં પડાવી શકશે નહીં. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હેલ્મેટ અને સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી જો શ્રદ્ધાળુઓ અકસ્માતે પડી જાય તો સુરક્ષા મળી રહેશે.આ અગાઉ ઘોડા અને ખચ્ચર પરથી નીચે પડવાની અનેક દુર્ઘટનાઓ ઘટી છે. શ્રાઇન બોર્ડે જીમેકસ આઇટી સિક્યોરિટી કંપનીને શ્રદ્ધાળુઓની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઘોડા, ખચ્ચર, પાલખી અને અન્ય મજૂરનાં બાયોમેટ્રિક સ્માર્ટકાર્ડ બનાવવામાં આવશે.તમામ ઘોડાવાળાઓ પર વોચ રાખવા આ કંપની વૈષ્ણોદેવી ભવન અને તમામ માર્ગો પર અત્યાધુનિક કાઉન્ટર ઊભાં કરશે. આ કાઉન્ટર હાઇ ડેફિનેશન સીસીટીવી કેમેરા અને એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. સાથે-સાથે ઠેર ઠેર આરએફઆઇડી સેન્સર એન્ટેના પણ લગાવવામાં આવશે.ભવન માર્ગ પર મોબાઇલ ટીમ ચેકિંગ કરશે. શ્રદ્ધાળુઓનાં ફીડબેક લેવામાં આવશે અને કંપની દ્વારા ભવન માર્ગ પર પ્રી-પેઇડ વ્યવસ્થા કરવામાં આવશે. તારાકોટ માર્ગ પર હાઇટેક મલ્ટિપર્પઝ ઓડિયો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ માટે ૧પ બૂથ અને પપ૦ સ્પીકર લગાવવામાં આવશે.

Related posts

મહારાષ્ટ્ર હિંસાનો મામલો લોકસભામાં પણ ચમક્યો

aapnugujarat

IED blast in Chhattisgarh, 1 CRPF jawan martyr

aapnugujarat

અકુંશરેખા ઉપર ભીષણ ગોળીબાર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1