Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જવાનોને મળશે સ્વદેશી વસ્ત્રો અને ઉપકરણો

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે ખાસ પ્રકારનાં કપડાં, સ્લિપીંગ કિટ્‌સ તથા અન્ય ખાસ ઉપકરણો તૈયાર કરાવવા અંગેની યોજનાને આખરી ઓપ આપી રહી છે. સિયાચીન ખાતે અતિશય ઠંડી પડે છે. તે લડાઈનું સૌથી ખતરનાક ક્ષેત્ર માનવામાં આવે છે.
૧૬૦૦૦ ફૂટથી ૨૦૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ક્ષેત્રના ભારતીય લશ્કરના જવાનોને અતિશય ઠંડી સામે રક્ષણ આપતા ખાસ ટેક્નિક ધરાવતા કપડાં (એક્સટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમ)ની આયાત તથા માઉન્ટેનિયરિંગ કિટની આયાત પાછળ ભારત સરકાર પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે.
લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્‌ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે, પરંતુ તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિવર્ષ ૩૦૦ કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ખાનગી ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમ હેઠળ સિયાચીન ગ્લેસિયર ખાતે ફરજ બજાવનાર લશ્કરી જવાનની જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન અંગેની યોજના લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે. સામગ્રીમાં થર્મલ ઇનસોલ્સ, સ્નો ગોગલ્સ, આઇસ એક્સ, બૂટ, એવેલેન્ચ વિક્ટીમ ડિટેક્ટર, રોક પાઇટોન્સ, સ્લિપીંગ બેગ્સ ઉપરાંત પર્વતારોહણને આવશ્યક સામગ્રીનો સમાવેશ થશે. કારાકોરમ રેન્જમાં આવેલી સિયાચીન ગ્લેશિયરને હાઈએસ્ટ મિલિટરાઈઝ્‌ડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્ર્‌વનો આ સૌથી ખતરનાક વિસ્તાર છે. જ્યાં સૈનિકોએ અતિશય ઠંડી અને તેજ પવનની વચ્ચે થીજી જવાય એવા વાતાવરણમાં લડવું પડે છે. શિયાળા દરમિયાન સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી જેટલું નીચું જાય છે.
પાછલા ૧૦ વર્ષમાં ભારતે સિયાચીન ગ્લેસિયર ખાતે તેના ૧૬૩ જવાન ગુમાવ્યા છે. ભારત તથા પાકિસ્તાન તરફથી ૧૯૮૪થી સિયાચીન ખાતે લશ્કરી ટુકડીઓ લાદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડીવાઈડ કરવામાં આવશે જે અંતર્ગત એક કેટેગરીમાં ૯૦૦૦ ફટથી ૧૨૦૦૦ ફૂટ તથા બીજી કેટેગરીમાં ૧૨૦૦૦ ફૂટ ઉપરનો સમાવેશ કરવામાં આવશે.

Related posts

बेहतर भारत के लिए कठोर कदम उठाए जा रहे है : मोदी

aapnugujarat

PMC बैंक घोटाला : प्रफुल्ल पटेल के खिलाफ जावड़ेकर ने की जांच की मांग

aapnugujarat

વેક્સીનેશન માટે નવો પ્લાન, દેશની ત્રીજા ભાગની વસ્તીને ફ્રીમાં વેક્સીન અપાઈ શકે છે

editor

Leave a Comment

UA-96247877-1