Aapnu Gujarat
બ્લોગ

વિપક્ષની ભૂમિકા ભજવવા ભાજપનો ઈતિહાસ વાંચે ધાનાણી….!!

ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા અદા કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગયો હોય તેવો લોકોમાં અભિપ્રાય ઉદ્દભવવા પામ્યો છે. જો કે કોંગ્રેસનો લોકહિત માટેના પ્રશ્નો હલ કરવા માટે જે પ્રકારે ગાંધી ચિંધ્યા રાહે સરકાર કે તેના તંત્ર સામે વિરોધ કરે છે તે ખરેખર ઘણો સારો છે પરંતુ આમ પ્રજા ભાજપા દ્વારા અગાઉ જે રીતે જાહેરમાં સરકાર સામે વિરોધ થતો તે પ્રકારે આક્રમક વિરોધ કરવો જોઈએ જેથી આમ પ્રજામાં તેના પડઘા પડે અને તો જ સરકાર લોકહિતના લોકોને જરૂરી કામ કરે ત્યારે કોંગ્રેસ આક્રમક રૂખ અપનાવવાની અતિ જરૂરી છે તેમ આમ પ્રજા ઈચ્છી રહી છે.
રાજ્યમાં ભાજપા સરકારે કે ભાજપના હોદ્દેદારોએ અનેક ભૂલો કરી છે જે આમ પ્રજામાં જાહેર પણ થઈ છે છતાં કોંગ્રેસને જે પ્રકારે જે-તે વિરોધ કરવો જોઈએ અને એ પણ આક્રમકતા થી તેમાં તે તદ્દન નિષ્ફળ રહ્યો છે. પરિણામે આમ પ્રજાનો વિશ્વાસ તો કેળવ્યો છે પણ તે મત પેટી સુધી પહોંચી શકે તેમ નથી જે એક તદ્દન સ્પષ્ટ દેખાતી હકીકત છે. અને આમ પ્રજા પણ તે અનુભવી રહી છે. ગત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યભરમાં જે પાટીદાર આંદોલન લાંબો સમય ચાલ્યુ અને તેમાં પણ જે રાજકીય ખેલ ખેલાયા તેનાથી પણ આંદોલનને કોઈ અસર ન થઈ પણ કોંગ્રેસ તેનો લાભ ઊઠાવવામાં ખૂબ જ કાચી પુરવાર થઈ તો હાર્દિક પટેલે પણ જગ જાહેર કોંગ્રેસની તરફેણ કરી ન હતી પણ ભાજપને મત ન આપવા અપીલ કરતો રહ્યો હતો જેના પરિણામે કોંગ્રેસને સત્તા ન મળી પણ ભાજપને મોટો ફટકો જરૂર પડ્યો અને બે આંકડા પર ભાજપ આવી ગયો પણ એ વાત નિશ્ચિત થઈ કે લોકો સત્તાધારી પક્ષ સામે વિરોધ કરવામાં આક્રમક વિરોધ પસંદ કરે છે.
રાજ્યમાં કોંગ્રેસ પક્ષ અવાર-નવાર વિવિધ લોકહિતના પ્રશ્નોે ઉઠાવી અપવાસ કે રેલી કાઢવાના કે દેખાવ કરવાના કાર્યક્રમો યોજે છે પરંતુ તેઓ ભાજપની જેમ રચનાત્મક વિરોધના કાર્યક્રમો યોજતા નથી જો કે અપવાદરૂપ તાજેતરમાં મગફળી કૌભાંડ બાબતે જે પ્રકારે રચનાત્મક આંદોલન કર્યું અને તેના કારણે મગફળી કૌભાંડના ૨૨ જેટલા ગુનેગારોને પકડ્યા તેવા કાર્યક્રમો કરવાની જરૂર છે.
૧૯૬૯-૭૦માં તેલના ભાવમાં માત્ર ૦.૨૫ પૈસાનો વધારો થયો ત્યારે સ્વ.શ્રી અશોક ભટ્ટે કાલુપુર તેલ બજાર ખાતે દેખાવો યોજી રોડ રસ્તા પર ચક્કામ સર્જી દીધો હતો કે જ્યારે અશોક ભટ્ટ કોર્પોરેટર હતા અને તેમણે આ આંદોલનથી ભાજપનો પાયાને એટલો જોરાદર મજબૂત પાયો નાંખ્યો કે તેઓ વિધાનસભા પહોંચી ગયા. રોટી રમખાણ આંદોલનમાં પણ તેમની ભૂમિકા સાથે ભાજપના સભ્યો-કાર્યકરોની અગત્યની ભૂમિકા રહી હતી. એજ રીતે કપાસના પોષણભમ ભાવો આપવા,મોંઘવારી પ્રશ્ને તેમજ ગેસસિલિંડરના ભાવ વધારા મુદ્દે મોટા પ્રમાણમાં વિવિધ રીતે આક્રમક આંદોલન દે દેખાવો યોજ્યા હતા. પરિણામે લોકોમાં કોંગ્રેસ તરફી ઝોક ઘટવા સાથે લોકોમાં અપ્રિય થવા લાગ્યો હતો. ત્યારબાદ ભ્રષ્ટાચાર રોકવા બ્યૂગલ ફૂક્યુ અને પ્રજામાં ભાજપની લોકપ્રિયતા બેહદ બની ગઈ એ તો ઠીક ભાજપને સત્તા મળ્યા બાદ વિજ પ્રશ્ને ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો ત્યારે કિસાન સંઘ કે જે ભાજપનું જ એક અંગ છે તેના દ્વારા આંદોલન કરાવી આવેદનપત્રો અપાવી ખેડૂતોને પોતાની તરફ યથાવત્‌ રાખ્યા ભાજપની પોતાની સત્તા હોવા છતાં જ્યારે પણ લોકોનો રોષ ભભૂકે ત્યારે ત્યારે એ જ પ્રશ્ને તેમની જ એટલે કે સંઘ અથવા ભાજપની પાંખ તેવું જ આંદોલન ઉઠાવી આવેદનપત્ર આપે અને સરકાર જવાબ આપે. અમે આ પ્રશ્ને લોકોને ન્યાય મળે તેમજ તેમની માંગણી અનુસાર પગલાં લઈશું અને આ રીતે લોકોનો ભાજપા સામનો રોષ ઠંડો પાડવામાં સફળ રહ્યો છે.
હવે કોંગ્રેસમાં સ્થાનિક નેતાગીરીએ વાડાબંધી કે મારા તારાના ભેદભાવ ભૂલીને માત્ર ઉપવાસ આંદોલન નહિ પણ જે તે વિસ્તારના સળગતા પ્રશ્નો રચનાત્મક આંદોલન કરવા પડશે બાકી ઉપવાસ આંદોલનની અસર આ સરકારને થવાની નથી તે નથી જ. ઉપવાસ આંદોલનથી શેકેલો પાપડ ભાંગવાનો નથી એટલે હવે સમજીને કોંગ્રેસે લોક પ્રશ્ને આક્રમકતા બતાવવી પડશે રચનાત્મક આંદોલન કરવા પડશે. તે સ્પષ્ટ હકીકત છે.

Related posts

કિમ જોંગ ઉન : ક્રુર તાનાશાહની ઇમેજ સુધારવાનો પ્રયાસ

aapnugujarat

ગોધરાના જયેશ પ્રજાપતિએ શ્રીરામની પ્રતિકૃતિ ચોક ઉપર કંડારી

editor

૨૦૧૯ની ચૂંટણી સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1