Aapnu Gujarat
બ્લોગ

કિમ જોંગ ઉન : ક્રુર તાનાશાહની ઇમેજ સુધારવાનો પ્રયાસ

પોતાના ફૂંફાડાથી અમેરિકા જેવી મહાસત્તાની ઊંઘ હરામ કરી દેનારા નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેમની તાનાશાહ તરીકેની ઇમેજમાંથી બહાર આવવા માગતા હોય તેમ લાગે છે. એ માટે તેમણે પોતાના જીવનની મહિલાઓને આગળ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ મહિલાઓ કોઇ નહિ તેમની બહેન અને પત્ની જ છે. છેલ્લાં થોડાક મહિનાની ગતિવિધિઓ પર નજર રાખીએ તો કિમ તેમના નાના બહેન અને પત્ની સાથે અનેક વખત સ્ટેજ પર દેખાયા હતા. પ્યોંગચાંગ વિન્ટર ઓલિમ્પિક્સમાં તેમના રાજદૂત બનીને તેઓ (કિમના બહેન) આખા વિશ્વમાં સેલેબ્રેટી બની ગયા હતા. કિમના પત્ની અગાઉ એક સારા ગાયક હતા.જોકે ગમે તે હોય નોર્થ કોરિયામાં માત્ર એક જ સ્ટાર છે અને તે કિમ જાતે જ છે. કિમ જોંગ હવે તેમની આંતરરાષ્ટ્રીય છબિ સુધારવા માગે છે અને તેમના આ કામની સોંપણી બહેન કિમ યો જોંગ અને પત્ની રી સોલ જુને સોંપાઇ દેવાઇ છે. આમાં અનેક સમિટ્‌સ અને રાજદ્વારી પગલાં સહિતની જવાબદારીઓ આ બન્નેએ જ અદા કરવાની છે. કિમ જોંગ વિશ્વની બહાર તેમની હળવી ઇમેજ રજૂ કરીને સમગ્ર પરિવર્તન ઇચ્છે છે. એક ક્રૂર શાસક તરીકે પ્રસ્થાપિત કિમ જોંગ હવે તેમની ઘરઆંગણાની નીતિઓમાં પણ ફેરફાર કરવા માગે છે. આ મહિનાના અંતમાં તેમનો આ નવો ચહેરો કદાચ ફરી એકવખત દેખાય તેમ છે. કિમ જોંગ પોતાના સૌથી કટ્ટર દુશ્મન મનાતા દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન સાથે પહેલી વખત સમિટમાં સાથે બેઠેલા દેખાશે. દક્ષિણ કોરિયાના મીડિયામાં જણાવાયું છે કે કિમ જોંગ બન્ને દેશોને અલગ પાડતા ડિમિલિટાઇઝ્‌ડ ઝોનના દક્ષિણ બાજુ ૨૭ એપ્રિલની બેઠકમાં પોતાના પત્નીને પણ સાથે લાવવા વિચારી રહ્યા છે. જો તેઓ એવું કરે છે તો એ નોર્થ કોરિયા માટે અસમાન્ય વાત હશે. કિમ ગત મહિને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત વેળાએ પોતાના પત્ની રીને સાથે રાખીને પોતાનો એક નવો અવતાર બતાવ્યો હતો. સરકારી સમારોહોમાં કિમ જોંગની સાથે રીની હાજરી આંખે ઉડીને વળગે તેવી હતી.
હવે બીજી અગત્યની વાત એ છે મૂન પછી કિમ આ વર્ષે મે અથવા જૂનમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ મુલાકાત લેવાના છે. તેમની સાથે રી પણ જશે અને તે અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને મળશે. આ મીટિંગ પર સમગ્ર વિશ્વની નજર છે. આમ તો અમેરિકામાં ફર્સ્ટ લેડી કોન્સ્પ્ટ પહેલાથી જ ગૂંચવાડાભર્યો રહ્યો છે. પરંતુ કિમ અને રી વચ્ચેનો મામલો કંઇક જૂદો જ છે. મોંઘા વસ્ત્રો પહેરવામાં માનતા રીએ યુવા વયે પર્ફોર્મિંગ આટ્‌ર્સમાં તાલીમ લીધી હતી. તેમણે ૨૦૦૯ કે ૨૦૧૦માં કિમ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્રણ બાળકો હોવાનું કહેવાય છે. પરંતુ તેની કોઇ સત્તાવાર જાહેરાત ક્યારેય કરાઇ નથી.શુક્રવારે થયેલ મીટિંગ બાદ નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને ન્યુક્લિયર ટેસ્ટ સાઇટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિથી મુલાકાત દરમિયાન, કિમે કહ્યું કે તે આવતા મહિનાથી ન્યુક્લિયર ટેસ્ટ સાઇટ બંધ કરી દેશે. આ જાહેરાત મહત્વની છે કેમકે કોરિયા સંકટનું મુખ્ય કારણ પરમાણુ કાર્યક્રમ છે. મૂનના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે શિખર બેઠકમાં કિમ જોંગ ઉને ટ્રમ્પની સાથે થનારી મીટિંગ પર પણ ચર્ચા કરી અને કહ્યું કે ટ્રમ્પને સમજાઇ જશે કે હું એવો વ્યક્તિ નથી જે યુએસ પર મિસાઇલ હુમલો કરશે.
ઉલ્લેખનિય છે કે આવતા મહિને અથવા જૂનમાં ઉત્તર કોરિયા અને અમેરિકાના નેતાઓની વચ્ચે મીટિંગ થવાની છે, જેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. તે વિશે કિમ દ્વારા મૂનના પ્રવક્તાએ કહ્યું કે એક વખત અમે વાત કરવાનું શરૂ કરીશું તો અમેરિકા અને ટ્રમ્પને ખબર પડી જશે કે દક્ષિણ કોરિયા, પેસિફીક અથવા અમેરિકામાં મિસાઇલ છોડનાર વ્યક્તિ હું નથી. આ મુલાકાત દરમિયાન કિમે કહ્યું કે, જો અમે અમેરિકા સાથે સતત મીટિંગ કરીએ છીએ, બન્ને વચ્ચે વિશ્વાસ કાયમ રાખી શકીએ છીએ અને યુદ્ધને સમાપ્ત કરવાની સાથે એકબીજાને અડચણરૂપ ન થવા પર સમજૂતિનું વચન આપીએ છીએ, તો પછી અમને પરમાણુ હથિયાર રાખી મુશ્કેલીમાં જીવવાની જરૂર કેમ પડશે? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે થયેલ શિખર બેઠકનું પરિણામ સકારાત્મક રહેલ છે. બેઠક પહેલા બન્ને દેશો વચ્ચે વર્ષ ૨૦૦૦અને ૨૦૦૭માં શિખર બેઠક થઇ હતી, પરંતુ તે દરમિયાન થયેલ સમજૂતિઓનું કોઇ પરિણામ આવ્યું નહી. ઉલ્લેખનીય છે કે પરમાણુ પરીક્ષણ પ્રોગ્રામ બંધ કરવાને લઇ અમેરિકાનું ઉત્તર કોરિયા પર ઘણું પ્રેશર હતુ. ઉત્તર કોરિયા ગયા કેટલાય વર્ષોથી અમેરિકા પર પરમાણુ મિસાઇલથી હુમલો કરવાની લાગમાં હતુ. આ વર્ષ જાન્યુઆરીમાં અમેરિકાની સિક્રેટ એજેન્સીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જે રીતે ઉત્તર કોરિયા પર પ્રેશર આપવામાં આવે છે, તેનાથી તે એક મહિનામાં અમેરિકા પર પરમાણુ મિસાઇલ હુમલો કરી શકે છે. તે વખતે એજેન્સીએ કહ્યું હતુ કે જો અમેરિકા પર પરમાણુ હુમલાની કિમની ક્ષમતાને સીમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.પરમાણુ કાર્યક્રમને લઇને બન્ને દેશો વચ્ચે ઘણી વખત વાક યુદ્ધ થયુ છે, જેના કારણે પરિસ્થિતિ એટલી વણસી ગઇ છે કે અમેરિકાએ ઉત્તર કોરિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. ઉલ્લેખનિય છે કે કિમના રાજમાં ઉત્તર કોરિયાએ જે રીતે પરમાણુ હથિયારની પ્રગતિ કરી છે, તેના કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, અમેરિકા, યુરોપીય સંઘ, દક્ષિણ કોરિયા અને અન્ય સમુહ તેના વિરુદ્ધ છે. જો કે, હવે ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરવાના નિર્ણયથી અમેરિકાને થોડી શાંતિ મળી છે.દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈન સાથેની શિખર બેઠકમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મે માસમાં પોતાના દેશની ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ બંધ કરવાનું એલાન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કિમે મેસેજ આપ્યો છેકે તે મિસાઈલ હુમલો કરનાર વ્યક્તિ નથી. કિમે એમ પણ કહ્યુ છેકે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયાર રાખીને મુશ્કેલીમાં જીવવાની જરૂરત નથી ?
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે થયેલી ઐતિહાસિક શિખર બેઠકના સકારાત્મક પરિણામો મળવાની શરૂઆત થઈ ચુકી છે. શુક્રવારે થયેલી બેઠક બાદ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈનની મુલાકાત દરમિયાન કિમે કહ્યુ હતુ કે તેઓ આગામી માસમાં દેશની ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ ને બંધ કરી દેશે. આ ઘોષણા મહત્વપૂર્ણ છે.. કારણ કે કોરિયનનું મુખ્ય કારણ પરમાણુ કાર્યક્રમ રહ્યો છે.મૂનના પ્રવક્તાએ કિમ દ્વારા આપવામાં આવેલા વાયદાની જાણકારી આપતા જણાવવામા આવ્યું છે કે શિખર બેઠકમાં ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાનારી બેઠક પર ચર્ચા કરી છે. કિમે કહ્યુ હતુ કે આનાથી ટ્રમ્પને સમજમાં આવી ગયું છે કે અમેરિકા તરફ મિસાઈલ છોડે તેવા તેઓ વ્યક્તિ નથી.
મે અથવા જૂન માસમાં ઉત્તર કોરિયા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે મુલાકાત યોજાવાની છે અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આના સંદર્ભે કિમને ટાંકતા મૂનના પ્રવક્તાએ કહ્યુ છે કે એક વખત વાત કરવાનું શરૂ થશે.. તો અમેરિકા અને ટ્રમ્પને ખબર પડશે કે દક્ષિણ કોરિયા, પેસિફિક અથવા અમેરિકામાં મિસાઈલ છોડનાર વ્યક્તિ તે નથી.મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉને કહ્યુ છે કે જો તે અમેરિકા સાથે સતત બેઠકો કરે છે, પરસ્પર વિશ્વાસ બનાવી રાખે છે અને યુદ્ધને ખતમ કરવાની સાથે અતિક્રમણ અથવા એકબીજા સાથે છેડછાડ નહીં કરવા પર સંમતિનો વાયદો કરે છે, તો પછી ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારો રાખીને મુશ્કેલીમાં જીવવાની શું જરૂર પડશે ? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે થયેલી શુક્રવારની શિખર બેઠકના પરિણામ હકારાત્મક રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બંને દેશો વચ્ચે ૨૦૦૦ અને ૨૦૦૭માં શિખર બેઠકો યોજાઈ હતી અને તે વખતે કોઈ સકારાત્મક પરિણામ આવ્યું ન હતું.માનનવામાં આવે છે કે કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા ઉત્તર કોરિયા એખ સકારાત્મક માહોલ ઉભો કરવાની કોશિશ કરી રહ્યું છે. જો કે આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે કે કિમ જોંગ ઉન ઉત્તર કોરિયા પર લગાવાયેલા અમેરિકા અને યુએનના આકરા પ્રતિબંધોને કારણે કફોડી પરિસ્થિતિમાં છે. આવા સંજોગોમાં ઉત્તર કોરિયાના તાનાશાહે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે હાલપૂરતું નરમ વલણ અખત્યાર કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ભાજપની જીત અઘરી ખરી કોંગ્રેસ પણ જીતના લાડવાથી હજુ દૂર

aapnugujarat

प्रकृति का पहला नियम

aapnugujarat

सुंदर पंक्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1