Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજે ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે કેદારનાથનાં દ્વાર ખુલ્યાં : આવતીકાલે બદ્રીનાથ દ્વાર ખૂલશે

કેદારનાથ ધામના પ્રવેશ દ્વાર અથવા તો કપાટ શ્રદ્ધાળુઓના દર્શન માટે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે તથા મંત્રોચ્ચાર વચ્ચે ખુલી ગયા હતા. બાબા કેદારનાથના દ્વાર ખુલી ગયા બાદ હવે શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજ્યપાલ કેકે પૌલ પણ પહોંચ્યા હતા. પ્રવેશદ્વાર ખુલવાની સાથે જ મંદિર સંકુલની આસપાસ શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળ્યો હતો. એવા શ્રદ્ધાળુઓ જે પહેેલા પણ કેદારનાથ મંદિરમાં આવતા રહ્યા છે તેમને આ વખતે મંદિર સંકુલમાં નવો નજારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેદારધામની આસપાસ ખુબસુરત નિર્માણકામ કરાવવામાં આવ્યું છે. મંદિરના પ્રવેશ દ્વારને ખુબસુરતરીતે સુસજ્જ કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓની ઉત્સુકતા વધી ગઇ છે. આ પ્રવેશ દ્વારનું ધામથી અંતર ૨૭૩ મીટર છે. મંદિરના પ્રવેશદ્વાર આજે સવારે ૬.૧૫ વાગે ખોલી દેવામાં આવ્યા હતા. આ પહેલા ઉમીમઠના ઓમકારેશ્વર મંદિરથી ૨૬મી એપ્રિલના દિવસે ભગવાન શિવની પાલખી કેદારનાથ માટે રવાના કરવામાં આવી હતી જે મંદિરમાં સવારે પહોંચ્યા બાદ બાબા કેદારનાથના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. આવતીકાલે ૩૦મી એપ્રિલના દિવસે સવારે ૪.૩૦ વાગે બદ્રીનાથ મંદિરના પ્રવેશદ્વાર પણ ખોલવામાં આવશે. આ વર્ષે ચાર ધામની યાત્રા ૧૮મી એપ્રિલના દિવસે શરૂ થઇ હતી. એ દિવસે ગંગોત્રી અને યમનોત્રીના પ્રવેશદ્વારને ખોલી દેવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭ના ૪.૦૯ લાખ શ્રદ્ધાળુઓએ ગંગોત્રીમાં, ૩.૯૨ લાશ શ્રદ્ધાળુઓએ યમનોત્રીમાં, ૪.૭૧ શ્રદ્ધાળુઓએ કેદારનાથમાં અને ૮.૮૫ લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથમાં દર્શન કર્યા છે. રાજ્ય સરકારને આશા છે કે, આ વખતે કુલ શ્રદ્ધાળુઓની સંખયાનો આંકડો ૩૦ લાખ સુધી પહોંચી શકે છે. આની સાથે જ કેદારનાથના પ્રવેશ દ્વાર ખોલવાના પ્રસંગે સરકાર દ્વારા પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે જે ચોથી મે સુધી ચાલશે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે કેદારનાથના પ્રવેશદ્વાર ખોલવાના પ્રસંગે ઉપસ્થિત રહેશે.
જો કે, છેલ્લીઘડીએ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે, વડાપ્રધાનની ઉપસ્થિતિને લઇને કોઇ માહિતી મળી ન હતી. મોદી પ્રવેશ કરશે તેવા અહેવાલ છેલ્લા ઘણા દિવસથી આવી રહ્યા હતા. લેસર શોને લઇને પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

Related posts

पाक. ने सीजफायर का उल्लंघन किया

aapnugujarat

अमेरिका में बापू का अनादर : उपद्रवियों ने तोड़ी प्रतिमा

editor

ટીકટોક મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકવો કે નહીં? સુપ્રીમ કોર્ટ ૧૫ એપ્રિલે નક્કી કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1