Aapnu Gujarat
બ્લોગ

ગોધરાના જયેશ પ્રજાપતિએ શ્રીરામની પ્રતિકૃતિ ચોક ઉપર કંડારી

હિન્દુઓની આસ્થાના પ્રતિક એટલે ભગવાન શ્રીરામ. પ ઓગસ્ટનો દિવસ દેશવાસીઓ માટે સુવર્ણકાળ બની રહ્યો હતો. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. દેશના કરોડો હિન્દુઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગોધરા શહેરના એક ચિત્ર શિક્ષકે શ્રી રામની પ્રતિમાને ચોકમાં કડાર્યા છે અને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની લાગણી પ્રગટ કરી છે.“જયેશ પ્રજાપતિ એમ.એન્ડ મહેતા હાઈસ્કુલમાં ચિત્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને ચોકને કોતરવાનો વિચારઆવ્યો તો તેમાં પહેલાં દેવીદેવતાઓ બનાવ્યા પછી નેતાઓની પ્રતિકૃતિ કંડારવાનુ શરૂ કર્યું હતું. આજ સુધી જયેશ પ્રજાપતિ દ્વારા ૫૦૦થી વધુ વિવિધ કલા કૃતિને ચોક ઉપર કંડારવામો આવી છે. હવે તેમણે આ કળામાં નિપુણતા હાંસલ કરી લીધી છે. તાજેતરમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર વલ્લભાઈપટેલની પ્રતિમા ચોક પર કંડારીને બનાવી હતી. જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે આખા દેશનો સંકલ્પ પુર્ણ થયો છે તેના બદલામાં ગૌરવની લાગણી અનુભવાયછે તે જ ગૌરવની લાગણી સાથે મેં ચોક ઉપર ભગવાન શ્રીરામની પ્રતિમાં કંડારી છે. ભગવાન શ્રીરામ ભારતના લોકોનુ કલ્યાણ કરે તેવી ભાવના તેમને પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જયેશ પ્રજાપતિને તેમની આ ચોક કળાને ઘણી સંસ્થાઓ અને વહીવટી દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. તેમને ઘણી ટ્રોફી અને એનાયતપત્રો પણ મળી ચૂક્યા છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

JOKES

aapnugujarat

शिलान्यास

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1