Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના વેક્સિન સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ઓક્ટોબરથી કરાશે

રશિયાની કોરોના વાઈરસ વેક્સિન પર ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા કોવિડ-૧૯ વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ફિલિપાઈન્સમાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે થશે. ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકેએ ગુરૂવારે કહ્યુ કે રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ઓક્ટોબરથી માર્ચ સુધી ફિલિપાઈન્સમાં થશે.
આ સમાચાર એટલા માટે મહત્વના છે કે કેમ કે રશિયાએ ત્રીજા તબક્કાના ટ્રાયલ પહેલા જ કોરોના વેક્સિન વિકસિત કરી લેવાની જાહેરાત કરીને પૂરી દુનિયાને હેરાન કરી દીધી છે. જોકે, વેક્સિનના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ બાકી હોવાના કારણથી સમગ્ર દુનિયામાં આને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.
એક અખબાર અનુસાર પ્રવક્તાએ એ પણ કહ્યુ રશિયાની સરકાર વેક્સિનના ટ્રાયલ માટે ફંડ આપશે. વેક્સિનની દક્ષતા અને સુરક્ષાની તપાસ માટે હજારો દર્દીઓને રસી આપવામાં આવશે.
પ્રવક્તાએ કહ્યુ કે મનીલાને આશા છે કે ફિલિપાઈન્સનુ ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્ર એપ્રિલ ૨૦૨૧ સુધી રશિયા દ્વારા નિર્મિત વેક્સિનને મંજૂરી આપી દેશે. આ વેક્સિનને રશિયાની ગમાલયા શોધ સંસ્થા અને રક્ષા મંત્રાલયે મળીને તૈયાર કરી છે. આ વેક્સિનનું નામ જીેંહૈા ફ છે, જેનું પંજીકરણ મંગળવારે થયુ. રશિયા રાષ્ટ્રપતિ પુતિને આનુ એલાન કર્યુ અને કહ્યુ કે આ વેક્સિન તમામ જરૂરી તપાસ પ્રક્રિયામાંથી પસાર થઈ છે.
કોરોનાની આ રસીનું નામ રશિયાએ ૧૯૫૭ના વર્ષમાં બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક ૧ ઉપરથી આપ્યું છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે રશિયા વિદેશી બજારમાં ‘સ્પુતનિક વી’ નામથી માર્કેટિંગ કરશે. રશિયાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને આવતા મહિને રસી આપવાની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવશે.

Related posts

हाफिज और मसूद जैसे आतंकियों पर कार्रवाई करे पाकिस्तान : US

aapnugujarat

IMF की दुनियाभर की सरकारों को सलाह, इकोनॉमी में रिकवरी के लिए एक और राहत पैकेज दें

editor

2 Eurofighter warplanes crashed in northeastern Germany after mid-air collision

aapnugujarat

Leave a Comment

UA-96247877-1