Aapnu Gujarat
મનોરંજન

કેતન મહેતાએ કંગના પર સ્ક્રીપ્ટ ચોરવાનો આરોપ લગાવ્યો

બોલિવૂડની ક્વીન ગણાતી કંગના રનૌત અને વિવાદોને ખૂબ ગાઢ સંબંધ બની ગયો છે. કંગના હંમેશાં કોઇ ને કોઇ વિવાદોને પગલે ચર્ચામાં રહે છે. આ વખતે કંગના પર ઝાંસીની રાણી પર બની રહેલી ફિલ્મની સ્ક્રિપ્ટને ચોરી કરવાનો આરોપ મુકાયો છે. કેતન મહેતાએ કંગના સામે કાનૂની પગલાં લેવાનું મન બનાવી લીધું છે. આમ, એક તબક્કે હૃતિક રોશન સાથે લડાઈના મેદાનમાં ઉતરી હતી અને હવે ડિરેક્ટર કેતન મહેતા સાથે નવો વિવાદ શરૂ થઈ ગયો છે.
કંગના રનૌત હાલ પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકા : ક્વીન ઓફ ઝાંસીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. કેતન મહેતાએ પણ આ જ વિષય પર અંગ્રેજી અને હિંદી એમ બે ભાષામાં ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે અને હવે તેમણે કંગના પર પ્રોજેક્ટ હાઇજેક કરવાનો આરોપ મૂકી તેને લીગલ નોટિસ પાઠવી છે. કેતન મહેતા રાની ઓફ ઝાંસી : ધ વોરિયર ક્વીન નામથી ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા અને આ ફિલ્મના રિસર્ચ પર છેલ્લાં દસ વર્ષથી કામ કરી રહ્યા છે. કેતને પોતાની નોટિસમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મમાં અભિનય કરવા માટે તેમણે કંગનાને ઓફર કરી પોતાની સ્ક્રિપ્ટ તેને સંભળાવી હતી. તેમ જ કંગનાને રિસર્ચ મટીરિયલ પણ બતાવ્યું હતું.
વારાણસીમાં મણિકર્ણિકાના પોસ્ટર લોન્ચ વખતે કંગનાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કેતન મહેતા રાણી લક્ષ્મીબાઇ પર અંગ્રેજીમાં તો હું હિંદીમાં ફિલ્મ બનાવી રહી છું. કંગનાએ કેતન મહેતાની લીગલ નોટિસ રિસીવ કરી તેનો જવાબ આપવાનો નિર્ણય લીધો છે.

Related posts

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇ દુવિધા

aapnugujarat

કરીના કપુર ફિલ્મોમાં ફરી સંપૂર્ણપણે સક્રિય

aapnugujarat

ગદર ૨ રિલીઝ બાદ ઈમોશનલ થયો સની દેઓલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1