દિગ્દર્શક એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી ટુ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. પ્રભાસ, રાણા દુગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, સત્યરાજને ચમકાવતી ફિલ્મ બાહુબલી ટુએ માત્ર ૨૧ દિવસોમાં વૈશ્વિક સ્તરે બોકસ ઓફિસ પર ૧૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું દુનિયાભરમાંનું કલેકશન જો જોડી દેવામાં આવે તો તે ૧૫૦૨ કરોડ રૂપિયા થયું હોવાની જાહેરાત માઇક્રબ્લોગિંગ વેબસાઇટ ટવીટર પર ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે કરી છે.
આદર્શે ટવીટ કરી લખ્યું છે કે ફિલ્મ બાહુબલી ટુએ માત્ર ત્રણ સપ્તાહોમાં ૧૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ફિલ્મના અન્ય વર્ઝન્સ પણ રેકોર્ડબ્રેક કમાણી બોકસ ઓફિસ પર નોંધાવી રહયા છે.
રાજામૌલીની આ ફિલ્મ શિવગામી ભલ્લાદેવને બાહુબલીના સ્થાને રાજા કેમ જાહેર કરે છે ? તેની છે અને ત્યારબાદ કેવા સંજોગોમાં શિવગામી કટપ્પાને બાહુબલીને મારી નાંખવાનો આદેશ આપે છે તેના પર ફોકસ કરે છે. બાહુબલી અને શિવાનો રોલ ભજવવાર અભિનેતા પ્રભાસ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
ફિલ્મને રેકોર્ડબ્રેક કમાણી માટે અભિનેતા પ્રભાસે સોશિયલ વેબ પેજ ફેસબુક પર થોડા દિવસો પહેલાં પોતાના ફેન્સ સાથે દિગ્દર્શક રાજામૌલીનો દિલથી આભાર માન્યો છે. અભિનેતા પ્રભાસે ફિલ્મમાં આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાન અને પાંચ વર્ષની તેની મહેનતનું ફળ તેને અત્યારે ફેન્સના પ્રેમથી મળી રહ્યું છે.