Aapnu Gujarat
મનોરંજન

ફ્લોપ એક્ટ્રેસ મયૂરી કાંગોને ગૂગલમાં નોકરી મળી

મયૂરી કાંગોને એક્ટિંગ છોડ્યે ઘણાં વર્ષો થઈ ગયા છે. પરંતુ એનો મતલબ એ નથી કે તેની કારકિર્દી ખત્મ થઈ ગઈ છે. તેણે હાલમાં જ દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલમાં એક મુખ્ય પદ પર કાર્યભાર સંભાળ્યો છે. મયૂરી કાંગોને મોટાભાગના લોકો ‘ઘર સે નિકલતે હી, કૂછ દૂર ચલતે હી’ ગર્લ નામથી જાણે છે. તેને આ ગીતથી ખૂબ પ્રસિદ્ધી મળી હતી. મયૂરીએ હાલમાં જ ગૂગલ ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રી હેડ – એજન્સી બિઝનેસનું પદ સંભાળ્યું છે.
મયૂરી જ્યારે ૧૨માં ધોરણમાં હતી ત્યારથી જ તેને ફિલ્મોમાં કામ મળી ગયું હતું. ૧૯૯૫માં આવેલી નસીબ તેની પ્રથમ ફિલ્મ હતી. જેમાં મહેશ ભટ્ટને તેનું કામ એટલું ગમી ગયું કે પોતાની ફિલ્મ ‘પાપા કહેતે હૈ’માં મયૂરીને એક્ટ્રેસ બનાવી દીધી હતી જે પછી તે ફિલ્મ ‘હોગી પ્યાર કી જીત’થી ઘણી જ લોકપ્રિય થઇ ગઇ.
ફ્લોપ ફિલ્મો પછી તેને ટીવી સીરીયલ્સ પણ કરી છે. જેમકે થોડા ગમ થોડી ખુશી, નરગિશ, ડોલર બહૂ, કિટ્ટી પાર્ટી વગેરે વગેરે. જોકે આ પછી મયૂરીએ આ કારકિર્દી જ છોડી દીધી.

Related posts

કંગનાની નવી ફિલ્મ સિમરન શુક્રવારે દેશભરમાં રજૂ કરાશે

aapnugujarat

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું ‘ટોકિંગ સ્ટેચ્યુ’ રખાશે

aapnugujarat

टीवी पर डेब्यू करेंगे श्रेयस तलपडे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1