Aapnu Gujarat
મનોરંજન

કંગનાની નવી ફિલ્મ સિમરન શુક્રવારે દેશભરમાં રજૂ કરાશે

હંસલ મહેતાની નવી ફિલ્મ સિમરન પણ આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. જેની તમામ તૈયારી નિર્માતા નિર્દેશકો દ્વારા કરી લેવામાં આવી છે. ફિલ્મમાં ક્વીન સ્ટાર કંગના રાણાવત મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. કંગના હાલમાં એક ટીવી ચેનલને આપેલી મુલાકાતના કારણે ભારે ચર્ચામાં છે. તેની ચારેબાજુ વ્યાપક ટિકા ટિપ્પણી થઇ રહી છે. સિમરન ફિલ્મનુ નિર્માણ કામ માર્ચ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યુ હતુ. ઓક્ટોબર ૨૦૧૬માં અમેરિકાના એટલાન્ટામાં ફિલ્મ માટે પ્રિન્સિપાલ ફોટોગ્રાફીની શરૂઆત કરવામાં આવી હતી. અમેરિકામાં એનઆરઆઇ સંદીપ કૌરની લાઇફ પર મુખ્યરીતે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ચાર બેંક ચોરીના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા બાદ કૌરને કઇ કઇ તકલીફનો સામનો કરવો પડે છે તેના પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મની શરૂઆત જાહેરાત વર્ષ ૨૦૧૫ના બીજા ગાળામાં કરવામાં આવી હતી. ફિલ્મનુ નામ સિમરન રાખવામાં આવ્યુ હતુ. ફિલ્મનુ શુટિંગ એટલાન્ટા અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મ માટે ટ્રેલર આઠમી ઓગષ્ટ ૨૦૧૭ના દિવસે રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મની ચર્ચા રહી હતી. સિમરન ફેઇમ કંગના રાણાવત અનેક સુપરહિટ ફિલ્મ પોતાના નામ પર ધરાવે છે. બોલિવુડમાં સાહસી અને હિંમતપૂર્વકના નિવેદનના કારણે તેની ખાસ ઓળખ રહે છે. આવી સ્થિતીમાં આ ફિલ્મ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં કંગનાએ રિતિક રોશન અને તેની વચ્ચેના સંબંધની વિસ્તારપૂર્વક વાત કરી હતી. જેના કારણે હોબાળો થયો હતો.

Related posts

અમિતાભને સયાજી રત્ન એવોર્ડ એનાયત

aapnugujarat

શિલ્પા શેટ્ટીએ લગ્નના નવ વર્ષ બાદ ખોલ્યું સીક્રેટ

aapnugujarat

‘मणिकर्णिका’ के रिलीज पर कंगना ने तोड़ी चुप्पी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1