Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર સોશ્યલ મીડિયા પર નજર નહીં રાખે

(જીસોશયલ મીડિયા પર નિરીક્ષણ માટે સોશયલ મીડિયા હબ બનાવવાના નિર્ણયમાંથી સરકારે પીછેહઠ કરી છે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સરકારે આ મામલામાં પીછેહઠ કરી છે. ૧૩ જુલાઈએ ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ કરવું નિરીક્ષણ રાજ બનાવવા જેવું હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર નાગરિકોના વ્હોટ્‌સએપ મેસેજોને ટેપ કરવા ચાહે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોશયલ મીડિયા હબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ કેન્દ્ર સરકારે શુક્રવારે અદાલતને જણાવ્યું હતું કે તેઓ સોશયલ મીડિયાનું મોનિટરિંગ નહીં કરે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. એણ. કાનવિલકર અને જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની ખંડપીઠની સામે સરકારના નિવેદન બાદ આ મામલાનો નિકાલ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટીએમસીના ધારાસભ્ય મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી. તેની સાથે આ મામલામાં અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલનો પણ સહયોગ માંગવામાં આવ્યો હતો.
ટીએમસીના ધારાસભ્ય મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે સોશયલ મીડિયા પર મોનિટરિંગ માટે કેન્દ્ર સરકાર આ કાર્યવાહી કરી રહી છે. જેને કારણે ટિ્‌વટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ઈમેલમાં રહેલા તમામ ડેટા સુધી કેન્દ્ર સરકારની પહોંચ થઈ જશે અને આ વ્યક્તિના ખાનગીપણાના અધિકારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
આ અરજી પર અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં મોઈત્રાની પેરવી કરતા દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કહ્યુ હતુ કે સરકારે અરજીઓ મંગાવી છે અને ટેન્ડર ૨૦મી ઓગસ્ટે ખુલશે. સિંઘવીએ કહ્યુ હતુ કે તેઓ સોશયલ મીડિયા હબ દ્વારા સોશયલ મીડિયાની વિષયવસ્તુઓ પર નજર રાખવા ચાહે છે.

Related posts

सुप्रीम कोर्ट ने सीताराम येचुरी को श्रीनगर जाने की दी इजाजत

aapnugujarat

ટેંક બેથલોનમાં બંને ટેંક ખરાબ થતા ભારત બહાર થયું

aapnugujarat

જીએસટીથી ટેક્સનો બોજ વધી ગયો : પી. ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1