Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીથી ટેક્સનો બોજ વધી ગયો : પી. ચિદમ્બરમ

પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે જીએસટી વ્યવસ્થા અમલી બનવાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે આજે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરુપે સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. સામાન્ય લોકોની અંદર જીએસટીને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ડિઝાઈન, માળખુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેટ અથવા તો અન્ય બાબતોને ધ્યાનમાં ગંભીરતાથી લેવામાં આવી નથી જેના લીધે કારોબારી લોકો, વેપારીઓ, નિકાસકારો અને સામાન્ય લોકો પણ ભારે પરેશાન થયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીને લઇને જે લોકો ખુશ થઇ રહ્યા છે તે ટેક્સ વહીવટીતંત્ર છે જેને વધારે પડતી સત્તાઓ મળી ગઈ છે. ચિદમ્બરમે ઉમેર્યું હતું કે, આ બાબત સામાન્યરીતે જાણિતી રહી છે કે, જીએસટીના લીધે સામાન્ય નાગરિકો ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. ટેક્સના બોજને ઘટાડવા માટે વચનો મુજબ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, જીએસટી બંધારણીય સુધારા બિલની સાથે જ ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલા ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે. જીએસટી બિલ દ્વારા ઘણા બધા પાસાઓ ઉપર મુખ્ય આર્થિક સલાહકારની અવગણના કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, જીએસટી દ્વારા સામાન્ય લોકો ઉપર બોજ વધારી દેવામાં આવ્યો છે. જીએસટી વ્યવસ્થા ગયા વર્ષે પહેલી જુલાઈના દિવસે દેશભરમાં અમલી કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જુદા જુદા વર્ગોમાં આને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. ખાસ કરીને વેપારીઓમાં આને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. સામાન્ય લોકો ભારે નાખુશ દેખાયા હતા. ઘણા આંદોલન પણ થઇ ચુક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ તરીકે ગણાવી ચુક્યા છે. જીએસટીના મુદ્દે કોંગ્રેસ તરફથી ચૂંટણી મુદ્દો પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો જોરદારરીતે ચમક્યો હતો. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદથી આને લઇને પ્રશ્નો થતાં રહ્યા છે જેના પરિણામ સ્વરુપે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વારંવાર લોકો અને વેપારીઓની માંગ મુજબ પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક સુધારા લોકો મુજબ કરવામાં આવી ચુક્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠક અરુણ જેટલીના નેતૃત્વમાં સમય સમયે મળતી રહી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પણ જીએસટી વ્યવસ્થામાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે.

Related posts

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો

aapnugujarat

દેશમાં ધનવાનો અને ગરીબો માટે જુદો-જુદો કાયદો ન હોઇ શકે : સુપ્રીમ

editor

વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1