Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણામાં બાબાએ ૧૨૦ મહિલા પર બળાત્કાર ગુજાર્યો

હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં બાબા બાલકનાથ મંદિરના પુજારી અમરપુરી ઉર્ફે બિલ્લુની ચોંકાવનારી હરકતો સપાટી પર આવી છે. તેના વિડિયો મળી આવ્યા છે. જેમાં તે મહિલાઓની સાથે વાંધાજનક સ્થિતીમાં મળી આવ્યો છે. ત્યારબાદ પોલીસે ઉતાવળમાં તેની ધરપકડ પણ કરી લીધી છે. જો કે અમરપુરીની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જે વિગત સપાટી પર આવી છે જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસે દરોડા પાડ્યા બાદ ૧૨૦ મહિલાઓની સાથે સંબંધ બનાવવા અંગેના વિડિયો મળી આવ્યા છે. સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ અમરપુરી ઉર્ફે બિલ્લુ પ્રેતબાંધાના નામ પર મહિલાઓને ફસાવી લેતો હતો. ત્યારબાદ તંત્ર વિદ્યા દરમિયાન નશીલી દવા આપી દેતો હતો. જેના કારણે મહિલાઓ બેભાન થઇ જતી હતી અને ત્યારબાદ બિલ્લુ તેમની સાથે બળાત્કાર કરીને વિડિયો બનાવી લેતો હતો. તે ત્યારબાદ મહિલાઓને ધાક ધમકી આપીને વિડિયોના નામ પર તેમની સાથે સેક્સ સંબંધ માટે ફરજ પાડતો હતો. મહિલાઓને તે બ્લેકમેઇલ કરતો હતો. પોલીસે સમગ્ર મામલામાં ત્રણ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. પોલીસે અમરપુરીને પકડી પાડીને તેના પર રેપ, આઇટી એક્ટ, બ્લેકમેલિંગ સહિતક કેટલીક જુદી જુદી કલમ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અમરપુરીની પાસે ૧૨૦ વિડિયો મળી આવ્યા છે. જેમાં તે જુદી જુદી મહિલાઓ સાથે સેક્સ સંબંધ સ્થાપિત કરતો નજરે પડે છે. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે ટોહાના સ્થિત શક્તિનગરમાં બાબા બાલકનાથ મંદિરના પૂજારી અમરપુરીની મહિલાઓ સાથે શારીરિક સંબંધોને લઈને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. ત્યારબાદ આ મામલો સપાટી પર આવ્યા બાદ તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સીઆઈએ, મહિલા પોલીસ અને શહેર પોલીસ દ્વારા ત્રણ ટીમોની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અમરપુરીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂજારીના રૂમમાંથી નશીલી ચીજવસ્તુઓ અને તંત્ર મંત્રની ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તાંત્રિક સમમોહન વિદ્યા પણ જાણતો હતી. જેથી તે મહિલાઓને પોતાના વશ કરી લેતો હતો. તે મહિલાઓને નશીલી દવા આપી દેતો હતો અને ત્યારબાદ બળાત્કારના બનાવોને અંજામ આપતો હતો. અમરપુરી ઉર્ફે બિલ્લુના રૂમમાં ત્રણ દરવાજા રાખવામાં આવ્યા છે.
તે ગુપ્ત રીતે મહિલાઓને પોતાના રૂમમાં લાવતો હતો. જ્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા. જેના આધાર ઉપર તે મહિલાઓના વીડિયો પણ બનાવી લેતો હતો.

Related posts

પેટ્રોલ – ડિઝલના ભાવમાં વધારો યથાવત્‌

editor

FIR against 39 villagers for protesting for water crisis and AES death of children in Bihar

aapnugujarat

ગોવામાં પ્રમોદ સાવંત સરકારે બહુમતિ પુરવાર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1