Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલને ગઠબંધનના ચહેરા તરીકે રજૂ કરવા કોંગ્રેસ મક્કમ

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આજે અનેક પ્રકારની અપેક્ષાઓ વચ્ચે કોંગ્રેસ કારોબારી કમિટિની અતિમહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ભારતની સૌથી જુની પાર્ટીએ ચૂંટણીની રણનીતિને લઇને ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસે લોકસભાની ૩૦૦ સીટો ઉપર જીતની રણનીતિ બનાવી હતી. આ બેઠકમાં એનડીએની સામે વ્યૂહાત્મક ગઠબંધનની વાત પણ કરવામાં આવી છે પરંતુ નેતાઓ દ્વારા એવી શરતો પણ મુકવામાં આવી છે કે, આનું નેતૃત્વ રાહુલ ગાંધી જ કરશે. સાથે સાથે તેના કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી જ હોવી જોઇએ. બેઠકમાં રાહુલ ગાંધીને ગઠબંધનના ચહેરા તરીકે રજૂ કરવાની વાત કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે ૨૦૧૯ની ચૂંટણી રણનીતિ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ચિદમ્બરમના કહેવા મુજબ ૧૨ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. પાર્ટી પોતાની ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરે તો ૧૫૦ સીટો મળી શકે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ગઠબંધનની મદદથી ૧૫૦ બીજી સીટો જીતી શકાય છે. ચિદમ્બરમે સામાન્યરીતે ૩૦૦ સીટોને લઇને ફોર્મ્યુલા આપવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ કારોબારી કમિટિની બેઠકમાં વ્યૂહાત્મક ગઠબંધન બનાવવાના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા સચિન પાયલોટ, શક્તિસિંહ ગોહિલ, રમેશ ચેન્ની થાલા દ્વારા બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગઠબંધનના કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી હોવી જોઇએ અને રાહુલ ગાંધીને ચહેરા તરીકે રજૂ કરવાની જરૂર છે. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ સામેલ થયા હતા. સીડબલ્યુસીની બેઠકમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષણ શૈલીથી નિરાશા જાહેર થાય છે જે સાબિત થાય છે કે, મોદી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યું છે. કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક જનાર્દન દ્વિવેદી અને દિગ્વિજયસિંહ આ બેઠકમં સામેલ થયા ન હતા. થોડાક દિવસ પહેલા જ રાહુલ ગાંધી દ્વારા આ બંને નેતાઓને નવી રચવામાં આવેલી સીડબલ્યુસીમાં સામેલ કર્યા ન હતા. જો કે, આ બંને નેતાઓને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. સીડબલ્યુસી કોંગ્રેસ પાર્ટીની સૌથી વધારે નિર્ણય લેનાર સંસ્થા છે. સોનિયા ગાંધી અને મનમોહનસિંહ નવી કોંગ્રેસ કારોબારી સમિતિમાં વરિષ્ઠ સભ્યો છે. આ સમિતિ આ વર્ષે યોજાનાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની કોર કમિટિની રચના કરશે. રાહુલ ગાંધીએ હાલમાં જ ૫૧ સભ્યોની કાર્ય સમિતિની રચના કરી હતી જેમાં ૨૩ સભ્યો, ૧૮ સ્થાયી આમંત્રિતો અને ૧૦ ખાસ આમંત્રિત સભ્યો સામેલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ રાહુલ ગાંધીએ નવી કારોબારી સમિતિમાં અનુભવી અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસો કર્યા છે.  આજની બેઠકમાં અન્ય પાસાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

४८ घंटे में एलओसी पर घुसपैठ की कोशिश करते ७ आतंकी ढेर

aapnugujarat

१०० मेगावॉट क्षमता के सोलर पावर प्लांट का लोकार्पण हुआ

aapnugujarat

Every Indian takes pride in the fact that India is a land of diversity: PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1