Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એલપીજી સબસિડીમાં બે માસમાં ૬૦ ટકાનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારા છતાં સરકારે ડોમેસ્ટિક માર્કેટમાં સબ્સિડાઈજ્ડ એલપીજી સિલિન્ડરની જૂની કિંમતો જ યથાવત રાખી છે. જેના કારણે એલપીજીની સબસિડીમાં ગત બે માસ દરમિયાન ૬૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતોમાં વૃદ્ધિ બાદ પણ સરકારે ગ્રાહકોને રાહત આપતા ડોમેસ્ટિક માર્કેટમાં સબ્સિડાઈજ્ડ સિલિન્ડરના ભાવ વધાર્યો નથી. તેમણે કહ્યુ છે કે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થનારી સબસિડીની રકમ મેમાં ૧૫૯.૨૯ રૂપિયા પ્રતિ સિલેન્ડર હતી.
જૂનમાં વધીને ૨૦૪.૯૫ રૂપિયા અને જુલાઈમાં ૨૫૭.૭૪ રૂપિયા પ્રતિ સિલિન્ડરે પહોંચી છે. જૂનથી જ આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવમાં વધારો થયો છે. સબસિડી વગરના રાંધણગેસના સિલિન્ડરના ભાવ મેમાં ૬૫૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતા. જૂનમાં તેમાં વધારો કરીને તેને ૬૯૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા એટલે કે આમા પ્રતિ સિલિન્ડર ૪૮ રૂપિયાનો વધારો કરાયો હતો. આ મહિને સબસિડી વગરના રાંધણગેસના સિલિન્ડરની કિંમત ૫૫.૫૦ રૂપિયાના વધારા સાથે ૭૫૪ રૂપિયા કરવામાં આવી હતી.
ગ્રાહકોને એક વર્ષમાં સબસિડીવાળા બાર સિલિન્ડર મળે છે. બાર સિલિન્ડર બાદ ગ્રાહકે બજાર ભાવ પર રાંધણગેસનો સિલિન્ડર ખરીદવાનો હોય છે. નિયમો પ્રમાણે.. એલપીજી પર જીએસટીની ગણતરી ઈંધણના બજાર મૂલ્ય પર કરવામાં આવે છે. કિંમતો વધવાની સાથે કર પણ વધ્યો છે. તેનાથી સબસિડીવાળા સિલિન્ડર લેનારા ગ્રાહકો માટેની કિંમતોમાં મામૂલી વધારો થયો છે.
નીતિ પંચે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીને સૂચન આપ્યું છે કે એલપીજી સાથે જોડાયેલી સબસિડી ઈંધણના સ્પષ્ટપણે અપનાવવામાં મુશ્કેલી પેદા કરી રહી છે.

Related posts

VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માગ મામલે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ

aapnugujarat

આજે પાંચ રાજ્યોના પરિણામ, પ.બંગાળમાં ભાજપનો ભગવો કે મમતા સત્તા યથાવત…?

editor

મણિપુરના ઉગ્રવાદી સંગઠને અંતે છોડ્યાં હથિયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1