Aapnu Gujarat
રાષ્ટ્રીય

મણિપુરના ઉગ્રવાદી સંગઠને અંતે છોડ્યાં હથિયાર

મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું.
અમિત શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ૨૪ નવેમ્બર, ૧૯૬૪ના રોજ અરિબામ સમરેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ, યુએનએલએફ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરનું સૌથી જૂનું મૈતેઇ વિદ્રોહી જૂથ છે. ૭૦ અને ૮૦ના દાયકામાં, જૂથે મુખ્યત્વે એકત્રીકરણ અને ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૧૯૯૦માં, તેણે ભારતમાંથી મણિપુરની ’મુક્તિ’ માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું. એ જ વર્ષે તેણે મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) નામની સશસ્ત્ર પાંખની રચના કરી.
યુએનએલએફ અને તેની સશસ્ત્ર પાંખ, મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) મણિપુરમાં કેટલાક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોમાં સામેલ હતા, જેના પર આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વોત્તર રાજ્યમાં ચાલી રહેલી હિંસાના પગલે અનેક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોને “ગેરકાયદેસર” જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે તેમની સરકાર ઇમ્ફાલ ખીણ સ્થિત વિદ્રોહી જૂથ સાથે વાતચીત કરી રહી છે તેના થોડા દિવસો બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
મણિપુરમાં આ વર્ષે ૩ મેથી વંશિય હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં જ્યારથી હિંસા ફાટી નીકળી છે ત્યારથી અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરની કુલ વસતીમાં મૈતેઇ લોકોની સંખ્યા લગભગ ૧૮૦ ટકા છે અને તેઓ મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકીસ સહિત આદિવાસીઓ તેમની વસતીનો ૫૩ ટકા હિસ્સો ધરાવે છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

Related posts

વારાણસી સીટ પર અજય રાય ફરીવાર ચૂંટણી લડશે

aapnugujarat

એસસી એક્ટ અંગે વટહુકમ લાવવાની કેન્દ્રની વિચારણા

aapnugujarat

તાજમહલના સંરક્ષણને લઇ સુપ્રીમ લાલઘૂમ

aapnugujarat
UA-96247877-1