Aapnu Gujarat
રાષ્ટ્રીય

VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માગ મામલે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ

સોમવારે સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ સંબંધિત એક કેસની સુનાવણી કરી હતી. જેમાં VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગવામાં આવી હતી. કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે.હાલના સંજોગોમાં પસંદગીના કોઈપણ 5 ઈવીએમનું વેરિફિકેશન VVPAT સ્લિપ દ્વારા કરવામાં આવે છે. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારને એ જોવાની મંજૂરી આપે છે કે તેનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.

VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગ સાથે સામાજિક કાર્યકર અરુણ કુમાર અગ્રવાલે અરજી દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલની અરજી પર ચૂંટણી પંચ (EC) અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે, જેની સુનાવણી 17 મેના રોજ થશે. આ કેસમાં અગ્રવાલ વતી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન અને એડવોકેટ નેહા રાઠી કોર્ટમાં હાજર થયા હતા.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે ?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો VVPAT સ્લિપની એક સાથે ચકાસણી કરવામાં આવે તો દરેક લોકસભા મતવિસ્તારમાં ગણતરી માટે વધુ અધિકારીઓ તહેનાત કરવા પડશે અને સંપૂર્ણ ચકાસણી 5થી 6 કલાકમાં થઈ શકશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે 24 લાખ VVPAT ખરીદ્યા છે, જેમાં અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આમ છતાં માત્ર 20 હજાર VVPAT સ્લિપની જ ચકાસણી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 8 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે દરેક લોકસભામાં VVPAT સ્લિપમાંથી પસાર થતા EVMની સંખ્યા એકથી વધારીને પાંચ કરવાનો આદેશ આપ્યો હતો.

VVPAT નો મત ચકાસવાનો અધિકાર

આર્ટિકલ 19 અને 21 હેઠળ સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારતીય ચૂંટણી પંચ (2013)માં કોર્ટના નિર્દેશો અનુસાર મતદારને તેના દ્વારા આપવામાં આવેલ મત અને VVPAT ના પેપર વોટની ચકાસણી કરવાનો અધિકાર છે. પિટિશનમાં ECIને VVPAT દ્વારા મતદાર દ્વારા ‘મતદાન તરીકે નોંધાયેલા’ મત સાથેની તમામ VVPAT પેપર સ્લિપ્સની ગણતરી કરીને તેને ફરજિયાતપણે ક્રોસ-વેરિફાય કરવા નિર્દેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Related posts

हम नहीं गिरा रहे मध्य प्रदेश की सरकार : शिवराज चौहान

aapnugujarat

२०१९ में फिर मिलेगा भाजपा पार्टी को मौकाः उमर अब्दुल्ला

aapnugujarat

शोपियां में तीन आतंकी ढेर

aapnugujarat
UA-96247877-1