Aapnu Gujarat
ગુજરાત

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવમાં તેજી

ખાતે આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૨૦ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેર સહિતના પાકની આવક નોંધાઈ હતી. ૨૦ માર્ચના રોજ કુલ ૧૭ જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૧૫,૨૫૪૨ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને ૨૭૦ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી ૨૪,૪૫૬ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ ૧૦૦ અને ઊંચા ભાવ ૩૨૫ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ ૭૦૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧,૧૧૦ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૫૦થી લઈને ૬૭૫ રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૪૦૧ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૪૨ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૧૯૦ રૂપિયાથી લઈને ૨,૩૫૦ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના ૧૦૯ ગાસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ ૧,૦૦૦ રૂપિયાથી લઈને ૧,૫૪૦ રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના ૩૨,૯૮૦ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૮૦ રૂપિયા રહ્યા હતા. ઊંચા ભાવ ૧,૭૫૦ રૂપિયા સુધીના નોંધાયા હતા.

Related posts

અમદાવાદમાં લોકડાઉનના કારણે ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના ૯૧ લોકોને માદરે વતન પહોંચાડાયા

editor

વીરપુરમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

aapnugujarat

ડભોઈમાં નેશનલ વોટર ડે ની ઉજવણી કરાઈ

editor
UA-96247877-1