Aapnu Gujarat
ગુજરાત

વીરપુરમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વિરપુર ગામે બે દિવસ પહેલા એક બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેને આખરે પકડવામાં સફળતા સાંપડી છે. વનવિભાગ ટીમના પ્રયાસ બાદ દીપડો આજે પાંજરે પુરાયો હોવાની વહેતી થયેલી વાતોના પગલે સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા પાવી જેતપુર તાલુકાના વીરપુર ગામમાં સાંજના સમયે બાળકી રમીલા લઘુશંકા કરવા ગઈ હતી, તે સમયે બાજુના મકાઈના ખેતરમાં છુપાઈને બેઠેલો દીપડો ૧૦ વર્ષીય બાળકી રમીલાને ગળાના ભાગેથી પકડીને ઉઠાવીને લઇ ગયો હતો. બાળકીએ બુમાબુમ કરતા તેના પિતા મંગાભાઈ દિપડાની પાછળ દોડ્યા હતા, તેઓએ બાળકીને દીપડાના મોંમાંથી છોડાવી હતીે પરંતુ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેથી તેને સારવાર માટે વડોદરા રિફર કરવી પડી હતી.
દીપડાના આ હુમલાથી ઉંઘમાંથી જાગેલા જંગલ ખાતાએ તાત્કાલિક આદમખોર દીપડાને પકડવા માટે કેમેરા અને પીંજરું વીરપુર ખાતે મૂક્યું હતું જેમાં ગઈકાલે સાંજે દીપડો વન વિભાગના પિંજરામાં પુરાઈ ગયો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

સાબરકાંઠા એસ.ઓ.જી.એ તમંચા અને કારતુસ સાથે શખ્સને ઝડપ્યો

aapnugujarat

हारीज में डॉक्टर पिता-पुत्र महिलाओं की अश्लील विडियो बनाकर ब्लैकमेल करते थे

aapnugujarat

સુશાસનના યશસ્વી ત્રણ વર્ષની ઉપલબ્ધિઓને વધાવવા સબકા સાથ સબકા વિકાસ સંમેલન યોજાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1