Aapnu Gujarat
ગુજરાત

સુશાસનના યશસ્વી ત્રણ વર્ષની ઉપલબ્ધિઓને વધાવવા સબકા સાથ સબકા વિકાસ સંમેલન યોજાયુ

ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના ઓલ રાઉન્ડ પરફોર્મન્સની જગતે નોંધ લીધી છે. વિશ્વમાં ભારતની શાખ વધવાના પરિણામે વૈશ્વિક મૂડી રોકાણનો પ્રવાહ ભારત તરફ વળ્યો છે. જગતમાં મંદી છે ત્યારે ભારતનુ અર્થતંત્ર મજબૂત થતુ જાય છે અને જીડીપીનો વિકાસ ઉલ્લેખનીય રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ વડોદરા નજીક કેલનપુરના દાદા ભગવાન સત સ્થાનક ખાતે એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ કેન્દ્રીય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી માટે યોજેલા સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં નરેન્દ્રભાઇ મોદીની ગરીબોને સમર્પિત સરકારની યશસ્વી ઉપલબ્ધિઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે એએઆઇને લોક માહિતી માટે યોજેલા આ કાર્યક્રમ બદલ ધન્યવાદ આપ્યા હતા.

હાલમાં ગુજરાતમાં એક હજાર કિલોમીટર્સના નેશનલ હાઇવેઝના કામો ચાલી રહ્યા છે તેવી જાણકારી આપતા ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે યુપીએ સરકારના વખતમાં વાર્ષિક આયોજનમાં માર્ગ વિકાસ માટે ગુજરાતને માંડ રૂ. ૨૫૦ થી રૂ. ૩૦૦ કરોડની ફાળવણી થતી હતી. વર્તમાન એનડીએ સરકાર ગુજરાતને માર્ગ વિકાસમાં સમુચિત મહત્વ આપી રહી છે. હાલના વાર્ષિક આયોજનમાં ગુજરાતને માર્ગ વિકાસ માટે રૂ. ૩૨૫૯/- કરોડની ભારત સરકારે ફાળવણી કરી છે જેના લીધે ગુજરાતના રોડ પ્રોજેક્ટસમાં ગતિશીલતા ઉમેરાઇ છે.

યુપીએના શાસન કાળમાં એક દિવસમાં માંડ ૪ કિમી રસ્તો બનતો આજે એનડીએ શાસનકાળમાં એક દિવસમાં ૨૪ કિમી જેટલો રસ્તો બને છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી માંડવીયાએ જણાવ્યુ હતું કે સ્વતંત્રતા બાદ મોદી સાહેબના શાસન પૂર્વે દેશમાં ૯૩ હજાર કિમી જેટલા હાઇવેઝ બન્યા હતા. વર્તમાન સરકારે હાલના ત્રણ અને આગામી ત્રણ મળીને કુલ ૦૬ વર્ષમાં ૧ લાખ કિમી લંબાઇના નવા હાઇવેઝ બનાવવાનુ આયોજન કર્યુ છે.

પ્રધાનમંત્રીએ શપથગ્રહણ સમયે મારી સરકાર ગરીબોને સમર્પિત રહેશેનું જે વચન આપ્યુ હતું તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રી મનસુખભાઇએ જણાવ્યુ હતું કે તેમણે પૂર્ણ નિષ્ઠા અને નિયતથી આ વચન પાળ્યુ છે. ૧૫૦થી વધુ જન કલ્યાણ યોજનાઓના સચોટ ને પારદર્શક અમલથી અમારી સરકાર ગરીબનુ નસીબ બદલી રહી છે અને ગરીબો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. આજે લાયકાતો ધરાવતા ગરીબોના છોકરાઓને લાગવગ વગર નોકરી અને રોજગાર મળે છે જે સરકારની નિષ્કલંક પારદર્શકતા પુરવાર કરે છે. ભારત સરકાર વિકાસ અને જન કલ્યાણની સાચી દિશામાં આગળ વધી રહી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રી માંડવીયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારની માનવતા અને સહૃદયતાનો સ્પર્શ ધરાવતી યોજનાઓ અને તેના અસરકારક અમલીકરણની પ્રસંશા કરી હતી. માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ગુજરાતના વિકાસને અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીશ્રી તથા ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની જેમ જ આજે દેશનો વિકાસ કરી રહ્યા છે જેની નોંધ વિશ્વમાં ગૌરવ સાથે લેવાઇ છે. આજે છેવાડાના માનવી અને છેવાડાના ગામડા સુધી વિકાસ સુલભ બન્યો એનો એમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

સંમેલનના પ્રારંભે ડભોઇના વિધાયકશ્રી બાલકૃષ્ણ પટેલે સહુને આવકાર્યા હતા. આ પ્રસંગે સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવા, રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રી સતીષભાઇ, કેતનભાઇ ઇનામદાર, પક્ષ અગ્રણીશ્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્યશ્રી દિલુભા, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ અને જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

Related posts

ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

aapnugujarat

दक्षिण गुजरात और सौराष्ट्र में बारिश : वापी में हालत बदतर

aapnugujarat

બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1