Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહીમાં અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાના કામ પૂર્ણ

ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ અંગેની કાર્યવાહી આજે શહેરની વિવિધ શાળાઓમાં હાથ ધરાઇ હતી. જેમાં અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફોર્મ વિતરણ સહિતની પ્રક્રિયા તા.૩૧મી મેથી શરૂ થઇ હતી, જે આજે પૂર્ણ થતાં હવે તા.૫મી જૂનના રોજ સાયન્સની સ્કૂલોની પ્રથમ મેરિટ યાદી જાહેર કરાય તેવી શકયતા છે. આ વખતે સાયન્સની સ્કૂલોનું મેરિટ બે ટકા જેટલું ઉંચું જાય તેવી શકયતા છે કારણ કે, ગત વર્ષના પરિણામની સરખામણીમાં ચાલુ વર્ષનું પરિણામ ઉંચુ આવ્યું છે, જેના પરિણામસ્વરૂપ મેરિટલીસ્ટમાં પણ સામાન્ય વધારો થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયા બાદ તેના બીજા દિવસથી જ ધોરણ-૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહી અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૩૦મી મેના રોજ સ્કૂલોના વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી તૈયાર કરી જાહેર કરાઇ હતી. ત્યારબાદ તા.૩૧મી મેથી અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગેના ફોર્મ વિતરણ અને સ્વીકારવાના તબક્કાનો પ્રારંભ થયો હતો. આ કાર્યવાહી આજે સાંજે પૂર્ણ થઇ હતી. જેથી હવે સ્કૂલો અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓના આવેલા ફોર્મના આધારે મેરિટ લીસ્ટ તૈયાર કરશે અને તેમાં પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓને વર્ગદીઠ પ્રવેશ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તા.૫ અને ૬ઠ્ઠી જૂનના રોજ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે સમય આપવામાં આવશે. એ પછી પણ ખાલી રહેલી જગ્યાઓ માટે બીજુ મેરિટ લીસ્ટ જારી કરાશે અને તે જ પ્રકારે તા.૯મી જૂનના રોજ ત્રીજી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આ તમામ તબક્કાના અંતે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલો દ્વારા પોતાની સ્કૂલના જ વર્ગદીઠ ૪૦ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવાઇ છે. જયારે હવે અન્ય સ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેના પ્રવેશ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પણ પૂર્ણ થઇ ગઇ છે. અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઇ ગયા બાદ અનામત કક્ષાના વર્ગ દીઠ ૧૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

Related posts

બાળકો શાળાએ ગયા નથી તેનું નુકસાન ભવિષ્યમાં પડશે

editor

ધોરણ-૧૦નું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર કરાશે

aapnugujarat

८वीं तक बच्चों को फेल न करने की व्यवस्था होगी खत्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1