Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખ્રિસ્તી મિશનરીએ વેચેલા ૫૮ બાળકોનો અતો-પતો નથી

ઝારખંડની ખ્રિસ્તી મિશનરીઝ ઓફ ચેરિટીની નિર્મલ હૃદય સંસ્થામાંથી બાળકોને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આખા દેશમાં હલચલ મચી ગઈ છે. આ મામલાની તપાસમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે.પોલીસને ખબર પડી છે કે છેલ્લા ૧૬ મહિનમાં આ સંસ્થામાં આવેલા ૫૮ બાળકોનો કોઈ અતો પતો નથી. આ બાળકો ક્યાં છે અને કોને વેચવામાં આવ્યા છે તેની કોઈ જાણકારી મળી રહી નથી.
નિર્મલ હૃદય સંસ્થાનુ રજિસ્ટર તપાસ દરમિયાન કબ્જે લેવામાં આવ્યુ છે.જેમાં જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૧૬ થી જુન ૨૦૧૮ની વચ્ચે ૧૧૦ બાળકોનો જન્મ થયો તો.જેમાંથી વહિવટી તંત્રને ૫૨ બાળકોની જ જાણકારી આપવામાં આવી હતી.
આ બાળકોને શોધવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.સંસ્થામાંથી વેચવામાં આવેલી ત્રીજી બાળકીને પોલીસે શોધી કાઢી છે.બાળકીને લેનાર મહિલાની સબંધી પોલીસના દરોડો બાદ બાળકી પોલીસના હવાલે કરી ગઈ હતી.
આ બાળકીને હવે કરુણા આશ્રમ નામની સંસ્થામાં રાખવામાં આવી છે.પોલીસના કહેવા પ્રમાણે બાળકીને લેનાર શૈલજા નામની મહિલાએ સંસ્થાની અનિમા ઈંદવારને ૫૦૦૦૦ રુપિયા આપ્યા હતા.જોકે પોલીસે ધરપકડ કર્યા બાદ અનિમા તેમજ સિસ્ટર કોનસિલિયાએ પૈસા લેવાની વાતનો ઈનકાર કર્યો છે.
આ કૌભાંડ બહાર આવ્યા બાદ લોકો પણ બાળકોની તપાસમાં પહોંચ્યા છે.દરમિયાન બુધવારે નામકુમ સ્મશાન ઘાટ પાસે એક બાળકનો મૃતદેહ મળ્યો છે.એવી આશંકા છે કે પોલીસની કાર્યવાહીના કારણે કોઈએ ડરીને બાળકની હત્યા કરી છે અને આ બાળકનુ કનેક્શન નિર્મલ હૃદય સંસ્થા સાથે હોઈ શકે છે.

Related posts

મહિલા સૈનિકોએ સંભાળ્યો આંતરિક સુરક્ષા મોરચો

editor

भीमा-कोरेगांव मामले में NIA ने फादर स्टैन स्वामी को किया गिरफ्तार

editor

ઘણાં રાજ્યોએ રોક્યો હતો દિલ્હીનો ઑક્સિજન સપ્લાય : કેજરીવાલ

editor

Leave a Comment

UA-96247877-1